Book Title: Samprat Sahchintan Part 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 14
________________ પુત્રભીતિ પણ પિતાની સામે બોલતા નથી. એમનું અપમાન કરતા નથી. પરંતુ પિતા જ્યારે અતિશય કડક બને છે ત્યારે દીકરા ઉદ્ધત જવાબ આપતા થઇ જાય છે. એમાંથી જ પછી સંઘર્ષ થાય છે અને છૂટા પડવાનું બને છે. વૃદ્ધાવસ્થા આવે, શારીરિક નિર્બળતા વધે, કામ ન થાય, પરાવલંબી જીવન બની જાય ત્યારે સશક્ત, યૌવનના તરવરાટવાળા દીકરાઓને એમ લાગે કે બધી વાતે બાપા આડા આવે છે. ત્યારે નિકટના મિત્રવર્તુળમાં તે પોતાના પિતાને માટે પણ “ડોસલો', “બુદ્દો' જેવા તોછડાઇભર્યા શબ્દો વાપરવા લાગે છે. ક્યારેક તો એમ બોલતાં પણ અચકાતા નથી કે હવે આ બુદ્દો મરે તો અમે છૂટીએ.” અથવા “ડોસો મરતો ય નથી ને માચી મૂકતો ય નથી” અથવા “ડોસાના મરવાની રાહ જોઉં છું. તે પહેલાં મને સંપત્તિ મળશે નહિ.” વૃદ્ધ પિતાએ બધી જ લગામ પોતાના હાથમાં રાખી હોય ત્યાં દીકરાઓની લાગણી બુઠ્ઠી થઈ જાય છે. પુત્રના પ્રકારો જુદી જુદી રીતે દર્શાવવામાં આવે છે. એમાંનો એક પ્રકાર “વૈરાનુબંધી પુત્ર'નો છે. આવો પુત્ર નાનો હોય ત્યારે લાડકોડમાં પણ માતાપિતાને મારતો હોય છે અને પછી મોટો થતાં માતાપિતાને જાનથી મારી નાખે છે. જાણે પૂર્વ ભવનું વેર લેવા માટે જ પુત્રનો જન્મ ન થયો હોય ! એમ કહેવાય છે કે There are times when parenthood seems nothing but feeding the mouth that bites you. પોતાના પુત્રનો જ જેમને ભય લાગતો હોય એવા લોકોને જીવનમાં સુખશાન્તિ મળતાં નથી. કહ્યું છે : पुत्रादपि भयं यत्र तत्र सौरव्यं हि किदृशम् । (જ્યાં પુત્ર તરફથી ભય હોય ત્યાં સુખ કેવું?) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 186