Book Title: Samprat Sahchintan Part 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 11
________________ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨ જાય છે અથવા માનસિક વેદનાની અભિવ્યક્તિના અભાવે ડિપ્રેશનને કારણે સૂનમૂન બની જાય છે અથવા ગાંડા થઈ જાય છે. જે પુત્રના જન્મ માટે આતુરતાપૂર્વક રાહ જોવાતી હોય, જન્મ વખતે ઉત્સવ થતો હોય, લાડકોડથી એને ઉછેરવામાં આવતો હોય, ભણાવી ગણાવી વેપારધંધે લાગડવાનાં અથવા અન્ય કોઈ પ્રકારની તેજસ્વી કારકિર્દીવાળો બનાવવાનાં સ્વપ્નાં સેવ્યાં હોય, જેની પાછળ પોતાની જાત નિચોવી નાખવામાં આવી હોય એવા પુત્ર કે પુત્રો જ્યારે કૃતજ્ઞ બને છે, માતાપિતાને માનસિક સંતાપ કરાવે છે કે હત્યા કરવાની હદ સુધી પહોંચી જાય છે ત્યારે સંસારની વિષમતા કેવી ભયંકર છે તે સમજાય છે. વસ્તુતઃ વૃદ્ધાવસ્થામાં તો પુત્ર માતાપિતાનો સહારો બનવો જોઇએ. નીતિશાસ્ત્રકારો કહે છે : पूर्वे वयसि पुत्राः पितरमुपजीवन्ति । अन्तिमे वयसि पुत्रान् पितोपजीवती ।। [પૂર્વ વયમાં એટલે બાલ્યકાળમાં પુત્ર પિતાના સહારે જીવે છે અને અંતિમ વયમાં પિતા પુત્રોને સહારે જીવે છે. ] સંસારમાં માતાપિતા અને સંતાનો વચ્ચેનું ઉગ્ર કોટિનું વૈમનસ્ય પ્રમાણમાં તો નહિ જેવું જ જોવા મળે છે. આમ છતાં એ સંબંધોમાં વિવિધ પ્રકારની તરતમતા રહે છે. નેહભર્યા વાત્સલ્યભર્યા ગાઢ સંબંધો જીવન પર્યત ટકી રહેતા હોય એવાં સદ્દભાગી માતાપિતા અનેક જોવા મળશે. શ્રવણની પિતૃભક્તિ તો અજોડ છે. આમ છતાં બે પેઢી વચ્ચેનો વેરભાવ પણ અનાદિ કાળથી ચાલ્યો આવે છે. સોહરાબ અને રૂસ્તમ જેવી દશા ઘણે ઠેકાણે પ્રવર્તે છે. એ માટેનાં શારીરિક, માનસિક, નૈતિક અને આધ્યાત્મિક એવાં ઘણાં કારણો છે. પુત્ર ગમે તેટલો મોટો થયો હોય છતાં માતાપિતાને તે નાનો જ લાગે છે અને એવા વ્યવહારનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 186