Book Title: Samprat Sahchintan Part 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 10
________________ પુત્ર ભીતિ - હમણાં હમણાં પાશ્ચાત્ય દેશોમાં, વિશેષતઃ અમેરિકામાં કિશોર વયના દીકરાએ માતાપિતાની કે બેમાંથી કોઈ એકની હત્યા કરી હોય એવા કિસ્સાઓનું પ્રમાણ વધતું જાય છે. અજ્ઞાન, ઉશ્કેરાટ, શાળા-કૉલેજમાં અન્ય વિદ્યાર્થીઓ સાથે વેર, માદક દ્રવ્યોનું વ્યસન, જુગાર, નાણાંની જરૂર, ઈચ્છા ન સંતોષાવી, ખોટી ચડવણી કરનાર મિત્રોની સોબત અથવા એકલવાયાપણું વગેરે કારણો ઉપરાંત ગનરિવોલ્વરની સુલભતા એ પણ એક મહત્ત્વનું કારણ આવા કિસ્સામાં કાર્ય કરી જાય છે. કિશોરો ઉપરાંત યુવાન કે તેથી મોટી વયના પુત્રે પિતાનું ખૂન કર્યું હોય એવા બનાવો ત્યાં તથા અન્ય દેશોમાં પણ બનતા રહે છે. પુત્રે પોતાનાં માતા કે પિતાનો વધ કર્યો હોય એવા બનાવો ઈતિહાસમાં પણ જોવા મળે છે. નાનાંમોટાં રાજકુટુંબોમાં ગાદી માટે અથવા ગરાસ માટે આવી કેટલીયે ઘટનાઓ બની હશે જેની નોંધ ઇતિહાસના પાને ન લેવાઈ હોય એ સ્વાભાવિક છે. દીકરા તરફથી પોતાની હત્યા થવાનો ડર બિલકુલ ન હોય, પણ એ સામે બોલશે, અપમાન કરશે, ધમકી આપશે, વઢ વઢ કરશે, સગાં સંબંધીઓમાં વગોવણી કરશે, પોતાની સંપત્તિ પચાવી પાડશે કે ઉડાવી દેશે, મિલકતના ભાગ માટે કોર્ટે ચડશે, માનસિક ત્રાસ આપશે, ક્યાંક જતાં-આવતાં કે દાનાદિમાં નાણાં આપતાં અટકાવશે, ભૂખે મારશે ઇત્યાદિ વિવિધ પ્રકારની ચિંતા કેટલાંયે માતાપિતાને વૃદ્ધાવસ્થામાં રહે છે. એમાં પણ શારીરિક માંદગી કે પરાધીનતા પછી એવી ચિંતા વધી જાય છે. પુત્રની (તથા પુત્રવધૂની પણ) સતામણીથી ત્રાસીને કોઈ માતાપિતાએ ઝેર ખાઈને, બારીમાંથી પડતું મૂકીને, ગળે ફાંસો ખાઇને, બળી મરીને પોતાના જીવનનો અંત આણ્યો હોય એવા સમાચાર અવારનવાર છાપાંઓમાં વાંચવા મળે છે. કેટલાક પોતાની વેદના પોતાના મનમાં જ સમાવીને બેસી રહે છે, હવે પોતાનો ખરાબ વખત આવ્યો છે એવું સમાધાન મેળવે છે, મૌન જાળવીને ધર્મધ્યાન તરફ વળી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 186