Book Title: Sammea Shailam Tamaham Thunami
Author(s): Shefali Shah
Publisher: Shefali Shah
View full book text
________________
ભાવયાત્રાતો ક્ષણેક્ષણતો સાથી
ભાવ અને ભાવનાનો ધર્મ છે-જૈન ધર્મ. એમાં વ્યક્તિના આચાર-વિચાર કે વર્તન એ સઘળી બાબતોના કેન્દ્રમાં રહેલા ભાવનો વિશેષ મહિમા છે. જેવો ભાવ એવો પ્રતિભાવ અર્થાત્ ચિત્તમાં જેવો ભાવ કેળવીએ એવો પ્રતિભાવ અનુભવાય.
આવા ભાવધર્મમાં ભાવયાત્રાનો વિશિષ્ટ મહિમા છે. જીવનમાં યાત્રા અમુક સમયે શક્ય બનતી હોય છે, પણ મન વારંવાર એ યાત્રા કરવા આતુર હોય છે. ક્યારેક શારીરિક અસ્વસ્થતા પણ અવરોધરૂપ બનતી હોય છે. આવા સમયે યાત્રાનો આનંદ, ઉલ્લાસ અને અધ્યાત્મની ઊર્ધ્વતા આપણે ભાવયાત્રાથી જીવનમાં અવિરતપણે પામી શકીએ છીએ. આવી ભાવયાત્રામાં વ્યક્તિ દષ્ટિ સમક્ષ નહીં, પણ પોતાના ચિત્ત સમક્ષ યાત્રા કરે છે અને એના હૃદયમાં ધર્મભાવની ભરતી અનુભવે છે. આપણે તીર્થંકરોના વિહારથી પાદસ્પર્શ પામેલી ભૂમિને અતિ પાવન ભૂમિ માનીએ છીએ. એનાથી વિશેષ પાવન હોય છે તીર્થંકરોના કલ્યાણકની ભૂમિ, પરંતુ શ્રી સમેતશિખર મહાતીર્થની ભૂમિનું પાવનત્વ દર્શાવવા માટે તમામવિશેષણો અને માહાત્મ્યો અપૂર્ણ અને અપૂરતાં છે.
જ્યાં વીસ-વીસ તીર્થંકરો નિર્વાણપદને પામ્યા હોય એ ભૂમિની આધ્યાત્મિક ઊર્જા અદ્ભુત હોય છે. આવી ભૂમિ પરની સાધના સાધકના હૃદયને ખુલ્લું કરીને આધ્યાત્મિક આકાશમાં ઊંચે ઉડ્ડયન કરવાની મોકળાશ આપે છે. આથી જ એવી માન્યતા છે કે જે પારસનાથ નથી ગયો તે માતાને પેટે જ જન્મ્યો જ નથી.’ વળી, આ ભૂમિ પર અનેક મુનિભગવંતોએ પણ તપ,જપ, ધ્યાન આદિ દ્વારા ધર્મસાધના કરીને મોક્ષપદની પ્રાપ્તિ કરી છે એનો અર્થજ એ કે આ ભૂમિની પ્રત્યેક રજ એ માનવીના જીવનને ધર્મમાર્ગે વધુ ઉન્નત અને વિકાસશીલ બનાવનારી છે. આવી કલ્યાણક ભૂમિની ભાવયાત્રા ડૉ. શેફાલીબહેન શાહે જહેમતપૂર્વક તૈયાર કરેલા ‘સમ્મેઅ શૈલં તમહં થુણામિ' ગ્રંથમાં જોવા મળે છે. છેક વારાણસીથી શિખરજી સુધીની કલ્યાણક ભૂમિઓ વાચકના માનસચક્ષુ સમક્ષ પસાર થતી જાય છે અને એનું હૃદય એના અનુપમ આનંદની ભરતી અનુભવે છે. વળી, એ જુદી જુદી કલ્યાણક ભૂમિઓની સાથોસાથ સાધક ચાલતો જાય, સ્તવન-વંદના કરતો જાય અને એ રીતે ઊર્ધ્વગામી યાત્રા ચાલતી રહે છે. આથી જ આ ગ્રંથમાં પ્રત્યેક સાધકને એના માર્ગની માહિતીથી માંડીને જપ, તપ, ભક્તિ અને ઉપાસના સુધીની તમામ વિગતો પ્રાપ્ત થાય છે. તીર્થયાત્રા કરનાર માટે મહત્ત્વનાં સૂચનોની સાથોસાથ એના નકશા પણ આલેખ્યા છે અને જિનાલયોની સ્થાપત્યરચનાની વિગતો પણ મળે છે. એ જ રીતે પ્રત્યેક તીર્થના પ્રાચીન ઇતિહાસથી માંડીને એના અર્વાચીન ઇતિહાસનું આલેખન તો છે જ, પરંતુ વર્તમાન સમયમાં એ તીર્થોમાં થયેલા જીર્ણોદ્વારો અને નિર્માણ પામેલાં નવાં તીર્થસ્થાનોની માહિતી પણ સામેલ કરી છે. વળી, પ્રત્યેક તીર્થ પાસે સાધક જાય ત્યારે એ મૂળનાયક સમક્ષ કરવાની ભાવપૂર્ણ સ્તુતિ, ચૈત્યવંદન, સ્તવન અને થોય પણ મળી રહે છે.
જ
આ રીતે આ ગ્રંથમાં ભાવયાત્રાની ઝીણામાં ઝીણી વિગતથી માંડીને એની સૂક્ષ્મમાં સૂક્ષ્મ ધર્મઆરાધનાની વિગતો પ્રાપ્ત થાય છે અને વિશેષ તો એની સચિત્રતા ઊડીને આંખે વળગે એવી છે. ભાષાની પ્રવાહિતામાં તણાતો સાધક એક પછી એક તીર્થની યાત્રા સંપન્ન કરીને આગળ વધતો રહે છે. વિપુલ માત્રામાં તસવીરો હોવા ઉપરાંત અહીં જુદા જુદા પટ અને ચિત્રાવલીનાં ચિત્રો પણ મળે છે. આ રીતે જાતે ચાલીને સમેતશિખરની યાત્રા કરનારથી માંડીને એની ભાવયાત્રા કરનાર સહુ ધર્મઆરાધકો માટે આ પુસ્તક ક્ષણેક્ષણનું સાથી બની રહે તેવું છે અને એના વાચનદર્શનનો અનુભવ ધર્મજિજ્ઞાસુમાં પાવન તીર્થંકરોની ભૂમિનું પાવનત્વ પ્રગટાવતો રહેછે,
એ જ એની વિશેષતા છે.
Education International
For Private & Personal Use Only
माल्याप
(ડો. કુમારપાળ દેસાઈ)
www.jainelibrary.

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 504