Book Title: Sammea Shailam Tamaham Thunami
Author(s): Shefali Shah
Publisher: Shefali Shah

View full book text
Previous | Next

Page 14
________________ |૧૦ આશીર્વચન ૐૐ હ્રીં શ્રી અર્હ તમઃ તીર્થોની યાત્રા જો સાચા ભાવથી કરવામાં આવે તો ધર્મની સુખદ અનુભૂતિનું ફળદ્રુપ વાવેતર થયા વિના નથી રહેતું. કષ્ટસાધ્ય યાત્રાનાં સંવેદનો જીવતરનાં શુભ સંસ્મરણોનું ભાથું બની રહે છે. શિખરજીની યાત્રા અમારી સ્મૃતિનગરીનું સૌથી મોટું અને અખંડ સ્થાપત્ય છે. એ સ્થાપત્યને અપલક નેત્રે જોવાનું અમને અહર્નિશ ગમતું રહ્યું છે. શિખરજીના સોહામણા માર્ગો, માર્ગના વળાંકો, પગથિયાંના પથ્થરો, તડકાને ચાળતા ઊંચા તોતિંગ ભૂરુહો, વૃક્ષોની ભીડ અને ગીચ ઝાડી, ઊંચાં ઊંચાં શૃંગો, ઊંડી ગહન ખાઈઓ, બદલાતા વાતાવરણના રંગો અને એ બધાની વચ્ચે શ્રદ્ધેય નિર્વાણભૂમિને જુહારવાના પવિત્રતમ અને રોમાંચક પ્રસંગો અંતરમન ઉપર અમીટ છાપ મૂકતા ગયા. ઘણી તમન્ના હતી કે અમારી સ્મૃતિનગરીના એ મહાન સ્થાપત્યની રઢિયાળી વિશેષતાઓ આત્મીયોની આગળ છતી કરીએ. વિચારોમાં ઘણો સમય વહી ગયો હતો ને એ અરસામાં જ શ્રીમતી શેફાલીબહેને ગુરુભક્ત નીરવભાઈના સહયોગથી આ પુસ્તક સંશોધનાર્થે મોકલ્યું - અમારી તમન્નાને ટેકો મળ્યો. શ્રીમતી શેફાલીબહેનની પુસ્તકને માહિતીથી સાંગોપાંગ બનાવવા કાજેની ધગશભરી મહેનત દાદ માગી લે તેવી છે. શિખરજીનો મહિમા દિન-પ્રતિદિન લોકમાનસ પર છવાઈ રહ્યો છે. યાત્રાળુ વર્ગનો ધસારો પ્રતિવર્ષ વધી રહ્યો છે ત્યારે આવું માહિતીસમૃદ્ધ અને વિધિ સહિતનું આ પુસ્તક ભાવુકો માટે ખૂબ ઉપકારી બની રહેશે. ભવ્ય જીવો આ પુસ્તકના વાંચન અને દર્શનથી શુભભાવસંપન્ન બની પુણ્યવૃદ્ધિ અને પરંપરાએ કર્મમુક્તિ કરી શાશ્વતપદને પામે એવી શુભેચ્છા. ચલ જા બલ્બ શ્રૃિ (દાત્ પશ્ચાત્ નામ! શમ ા૭પ) શ્રી લાખી! ↑ લબ્ધ ળ પ્રવૃ ોતથા અ શ્રી સમેતશિખરજીની સચિત્ર શબ્દયાત્રાનો આ ગ્રંથ તૈયાર કરી શેફાલીબહેને જિનશાસનને સુંદર ભેટ આપી છે. વાણારસી (વારાણસી)થી શિખરજીની યાત્રાનો આ ગ્રંથ એ માત્ર માહિતી નથી, પરંતુ યાત્રાનો સત્ય પુરાવો છે. તેમણે દિવસોના દિવસો સુધી તીર્થધામના શુદ્ધ પરમાણુઓ અને પ્રાકૃતિક ગોદમાં રહી ગ્રંથ તૈયાર કરવા ભગીરથ પુરુષાર્થ કર્યો છે. કલ્યાણક ભૂમિની યાત્રા કરનાર પુણ્યાત્માઓને આ પુસ્તક એક સુંદર ભોમિયારૂપ બનશે. તીર્થાનુરાગી શેફાલીબહેન અન્ય તીર્થોના પણ પ્રાચીન પુરાવા સહ અપ્રાચીન યાત્રા કરી શકાય તેવી ગ્રંથશ્રેણી પ્રકાશિત કરે તેવા શુભ આશીર્વાદ સહ. gagana 802598 નમ્યા 240agag

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 504