Book Title: Samaysara Author(s): Kundakundacharya, Sakarben Shah Publisher: Shrimad Rajchandra Ashram View full book textPage 6
________________ [૩] પ્રશસ્તિ વસંતતિલકા સિદ્ધાંતજ્ઞાન અતિ તીવ્ર વિષે નિમગ્ન, શ્રી કુંદકુંદ ભગવંત સ્વરૂપલગ; વાણી ઉદાર અતિ ગંભીર ભાવદર્શી મોક્ષાર્થીને પ્રગટ એ શિવમાર્ગદર્શી. તે વાણીનો ગહન મર્મ પ્રકાશ કીધો, વિસ્તૃત સંસ્કૃત ટીકા રચી સાર દીધો; અમૃતચંદ્ર સૂરિવર્ય સમર્થ જ્ઞાની, હો વંદના ! સહજ-આત્મસ્વરૂપ-ધ્યાની ! શુદ્ધાત્મમાં રમણતા કરતા કૃપાળુ, શ્રી રાજચન્દ્ર ગુરુવર્ય ઉરે હું ધારું; જેના પ્રતાપ થકી શુદ્ધ સ્વરૂપ પ્રત્યે, વૃત્તિ વહે સતત મોક્ષરુચિ પ્રવર્તે. હરિગીત નિષ્કામ કરુણાસિંધુ હે લઘુરાજ ! આપ સમીપમાં, સ્વાધ્યાય થાતો સમયસારાદિ તણો ઉલ્લાસમાં; શુદ્ધાત્મનું વર્ણન સુણી, શુદ્ધાત્મભાવ પ્રકાશતો, અદ્ભુત શાંત દશા પ્રભુની, નીરખી આત્મ ઠરી જતો. માલિની ગહન સમયસારે લીનતા જે લગાડી, સહજ નિજ સ્વરૂપે ભક્તિવૃતિ જગાડી; સકલ તવ કૃપા તે હે લઘુરાજ સ્વામી ! સ્મરી વળી વળી અર્પ, અંજલિ શીર્ષ નામી. -શ્રી રાવજીભાઈ દેસાઈ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 384