Book Title: Samaysara
Author(s): Kundakundacharya, Sakarben Shah
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 10
________________ [૭] નામ આપ્યું. તેમાં સમયસારની ટીકાને તો તેમણે સુંદર કલશ કાવ્યોથી અલંકૃત કરેલ છે. તેમને અનુસરીને બારમા સૈકામાં થયેલા શ્રી જયસેનાચાર્ય સરળ સંસ્કૃત ટીકાઓ રચી છે. આ ત્રણે ગ્રંથો બે સંસ્કૃત ટીકા અને હિન્દી ટીકા સહિત વર્તમાનમાં શ્રીમદ્ રાજચંદ્ર સ્થાપિત પરમકૃતપ્રભાવક મંડળ તરફથી પ્રસિદ્ધ થયા છે. શ્રી કુંદકુંદાચાર્ય દ્વાદશાનુપ્રેક્ષા સિવાય કોઈ ગ્રંથમાં પોતાનું નામ આલેખ્યું નથી. તેથી તેમના નામ તથા સમય બાબત વિદ્વાનોમાં મતભેદ છે. અહીં પ્રવચનસારની દ્વિતીયાવૃત્તિમાં શ્રી એ. એન. ઉપાધ્યએ અંગ્રેજીમાં લખેલી પ્રસ્તાવનાને આધારે થોડી માહિતી આપી છે તથા ડૉ. ત્રિભુવનદાસ લહેરચંદ શાહ કૃત “પ્રાચીન ભારતવર્ષ” અને “સમ્રાટ પ્રિયદર્શી યાને જૈન સમ્રાટ સંમતિ' એ ગ્રંથોને આધારે ટૂંક ઇતિહાસ વર્ણવી જરૂરની સ્પષ્ટતા કરી છે. આ અનુવાદમાં મુખ્યપણે શ્રી અમૃતચંદ્રાચાર્યકૃત આત્મખ્યાતિ નામની ટીકાનું અને ગૌણપણે શ્રી જયસેનાચાર્યકૃત તાત્પર્યવૃત્તિ નામની ટીકાનું અનુસરણ કર્યું છે. ક્વચિત હિન્દી ટીકામાંથી તથા શ્રી બનારસીદાસ રચિત “નાટક સમયસારમાંથી પણ નિર્દેશ કરેલ છે. શ્રીમદ્ રાજચન્દ્ર આશ્રમ, અગાસ માર્ગશીર્ષ વદ ૧૦, ગુરુવાર - સા. પ્ર. શાહ સંવત ૨૦૦૯ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 384