Book Title: Samaysara
Author(s): Kundakundacharya, Sakarben Shah
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 9
________________ [૬] વખતે દક્ષિણના મૂળ સંઘમાં કુંદકુંદ નામે લબ્ધિધારી મહાન આચાર્ય ઈ.સ. ના પહેલા સૈકાને અંતે થયા. તેમનું નામ પદ્મનંદી હતું. પરંતુ ગામના નામ ઉપરથી કુંદકુંદાચાર્ય એ નામે પ્રસિદ્ધિ પામ્યા. તેમણે શ્રી ભદ્રબાહુસ્વામીથી ઊતરી આવેલું શ્રુતજ્ઞાન પરંપરા ગુરુથી મેળવી તદનુસાર વિષયવાર ગાથાબદ્ધ રચના કરી, તેને પાહુડ-પ્રાભૃત નામ આપ્યું. એમ ૮૪ પાહુડ રચેલાં કહેવાય છે. ગાથાની રચના માગધીને મળતી પ્રાકૃત ભાષા જે તે વખતે જૈનમુનિઓમાં પ્રચલિત હતી, તેમાં કરેલ છે તેથી સહેલાઈથી સમજી શકાય છે. બોધપાહુડની ગાથા ૬૧માં ભદ્રબાહુસ્વામીના શિષ્ય વિશાખાચાર્યની પરંપરાથી મળેલું જ્ઞાન પ્રાભૃતોમાં અવતાર્યું છે, એમ કહી ૬૨મી ગાથામાં ૧૨ અંગ અને ૧૪ પૂર્વના ધારક શ્રુતજ્ઞાની ભદ્રબાહુ ભગવાનની પરંપરા ગુરુ તરીકે જયવાદ ગાયો છે. સમયસારની અને નિયમસારની પ્રથમ ગાથામાં પણ શ્રુતકેવલીનું કહેલું કહું છું એમ કહ્યું છે અને સમયસાર સિવાયના લગભગ દરેક ગ્રંથની આદિમાં મંગલ કરતાં મહાવીરને નમસ્કાર કર્યા છે. તેમ જ “જિન કહે છે, “કેવલી કહે છે' એમ અનેક ગાથામાં આવે છે. - તેમના વખતમાં મુનિઓમાં મુખ્યત્વે જિનલિંગ છતાં વિવિધ વેષ પણ હતા અને વેષ વગેરેને જ ધર્મ માનવારૂપ અજ્ઞાન પ્રવર્તતું હતું એમ સમયસારની છેવટની ગાથાઓ જોતાં જણાય છે. કુંદકુંદાચાર્યે જૈનતત્ત્વજ્ઞાનનો પ્રકાશ કરી કડક આચાર પ્રવર્તાવવા જિનલિંગનું મુખ્યપણું સ્વીકાર્યું તે તે વખતની દક્ષિણ ભારતની સ્થિતિને અનુકૂળ હતું. તેમના શિષ્ય કુંદકીર્તિ વગેરેએ તદનુસાર જુદા જુદા સંઘોની સ્થાપના કરી જૈનધર્મનો ઘણો પ્રચાર કર્યો. અત્યારે દક્ષિણના છમાંથી પાંચ સંઘ શ્રી કુંદકુંદાચાર્યથી પોતાની આચાર્યપરંપરા જણાવે છે. શ્રી કુંદકુંદાચાર્યના મુખ્ય ગ્રંથો સમયસાર, પંચાસ્તિકાય અને પ્રવચનસાર એ ત્રણ અનુક્રમે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્ર એ રત્નત્રયીનું નિરૂપણ કરતાં ત્રણ રત્ન સમાન છે. આ ત્રણ ગ્રંથો પર દશમા સૈકામાં થયેલા જૈનાચાર્ય કવિ શ્રી અમૃતચંદ્રાચાર્યે વિદ્વત્તાભરી સંસ્કૃત ટીકા રચી નાટકત્રય Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 384