Book Title: Samaysara
Author(s): Kundakundacharya, Sakarben Shah
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 7
________________ [૪] પ્રસ્તાવના (પ્રથમાવૃત્તિ) મહાવીર નિર્વાણને અઢી હજાર વર્ષ પૂરાં થવા આવ્યા. આજથી ૨૫૦૦ વર્ષ પૂર્વે, આ અવસર્પિણી કાળના અંતિમ તીર્થકર શ્રી મહાવીરસ્વામી આ પવિત્ર ભારતભૂમિ પર પોતાના દિવ્ય જ્ઞાનથી અદ્ભુત ઉપદેશ કરતા વિચરતા હતા. તે વખતે ગણધરોએ દ્વાદશાંગી રચી અને ચૌદ પૂર્વ રચવામાં આવ્યાં, તેનો બારમા વૃષ્ટિવાદ અંગમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. મહાવીર નિર્વાણ પછી ૬ર વર્ષ સુધી ૩ કેવલી થયા. એ ૬ર વર્ષ દરમિયાન મગધદેશ ઘણો સમૃદ્ધ હતો અને મગધ સામ્રાજ્ય સમસ્ત ભારતમાં છેક દક્ષિણ સુધી વિસ્તાર પામ્યું હતું. ત્યાર બાદ ૧૦૦ વર્ષમાં ૧૪ પૂર્વ અને ૧૨ અંગના જ્ઞાતા એવા પાંચ શ્રુતકેવલી અનુક્રમે થયા. એ ૧૦૦ વર્ષ દરમિયાન નંદવંશના પરાક્રમી રાજાઓએ મગધ સામ્રાજ્યને વ્યવસ્થિત અને સ્થિર બનાવ્યું. ત્યાર બાદ ચાણક્ય નામના બુદ્ધિમાન બ્રાહ્મણે નંદવંશનો નાશ કરી મુરાના પુત્ર ચંદ્રગુપ્તને ગાદી અપાવી. એમ મૌર્યવંશ સ્થપાયો તે લગભગ ૧૫૦ વર્ષ ચાલુ રહ્યો હતો. તે વખતે શ્રી સ્થૂલિભદ્રના શિક્ષાગુરુ પાંચમા શ્રુતકેવલી શ્રી ભદ્રબાહુસ્વામી થયા. ઉપર જણાવેલ મહાન સમ્રાટ ચંદ્રગુપ્ત તેમના ભક્ત હતા. તેમને ૧૪ અથવા ૧૬ સ્વમાં આવ્યાં તે પરથી વૈરાગ્ય પામી પોતાના પુત્ર બિંદુસારને રાજ્ય સોંપી તેમણે દીક્ષા ગ્રહણ કરી પ્રભાચંદ્ર નામ ધારણ કર્યું. શ્રી ભદ્રબાહુસ્વામીના દિવ્યજ્ઞાનમાં દશવર્ષ દુષ્કાળની આગાહી થતાં તેમણે સમાધિ સાધવા માટે પ્રભાચંદ્ર અને બીજા થોડા મુનિઓ સહિત દક્ષિણ તરફ પ્રયાણ કર્યું. અને મૈસૂર નજીક કટવપ્રની ટેકરી (ચંદ્રગિરિ) પર ગુફામાં નિવાસ કર્યો. ત્યાં એકાદ વર્ષમાં શ્રી ભદ્રબાહુસ્વામી કાળધર્મ પામ્યા. પછી ૧૨ વર્ષે શ્રી પ્રભાચંદ્રમુનિએ ત્યાં જ રહી સમાધિ સાધી. બિંદ્યાર પછી તેનો પુત્ર અશોક સમ્રાટ થયો. તેણે બૌદ્ધધર્મ સ્વીકાર્યો. તે વખતે ભારતવર્ષને આજાબાજાના દેશો સાથે મૈત્રીભર્યો સારો સંબંધ હતો. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 384