Book Title: Samaysara
Author(s): Kundakundacharya, Sakarben Shah
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 11
________________ [૮] પ્રકાશકનું નિવેદન (પ્રથમાવૃત્તિ) “લો આ ગ્રંથ અને સ્વાધ્યાય કરો.” એટલું જ આ ગ્રંથ-પ્રકાશનનું પ્રયોજન નથી પરંતુ વિદ્વજન-વલ્લભ શ્રી સમયસારમાં જે મોક્ષમાર્ગનો પ્રકાશ શ્રી કુંદકુંદાચાર્યજીએ કર્યો છે તેનો મર્મ સમજી મનુષ્યભવની સફળતા કરવાનો સપુરુષાર્થ જગાડવાનું પ્રયોજન છે. - શ્રી મોક્ષમાળામાં “તત્ત્વ સમજવું” એ વિષે લખત શ્રીમદ્ રાજચંદ્ર સૂચવે છે : “શાસ્ત્રોનાં શાસ્ત્રો મુખપાઠ હોય એવા પુરુષો ઘણા મળી શકે; પરંતુ જેણે થોડાં વચનો પર પ્રૌઢ અને વિવેકપૂર્વક વિચાર કરી શાસ્ત્ર જેટલું જ્ઞાન હૃદયગત કર્યું હોય તેવા મળવા દુર્લભ છે. તત્ત્વને પહોંચી જવું એ કંઈ નાની વાત નથી, કૂદીને દરિયો ઓળંગી જવો છે.” - માહાભ્ય જેનું પરમ છે એવા નિસ્પૃહી પુરુષોના એકેક વાક્યમાં, એકેક શબ્દમાં અનંત આગમ સમાયાં હોય છે, તે સમજવાને માટે પ્રથમ તૈયારી વૈરાગ્ય-ઉપશમની જોઈએ; તે વિષે જણાવતાં શ્રીમદ્ રાજચંદ્ર (પત્ર ૨૫૨ માં) લખે છેઃ “જૈન સૂત્રો હાલ વાંચવાની ઈચ્છા થાય તો તે નિવૃત્ત કરવા યોગ્ય છે, કારણ કે તે (જૈનસૂત્રો) વાંચવા, સમજવામાં વધારે યોગ્યપણું હોવું જોઈએ, તે વિના યથાર્થ ફળની પ્રાપ્તિ હોતી નથી.” ‘પ્રથમાનુયોગ (કથાનુયોગ), ચરણાનુયોગ અને ગણિતાનુયોગ (કરણાનુયોગ)માં નિષ્ણાત થયેલા અને દ્રવ્યાનુયોગમાં પારંગત એવા શ્રી કુન્દકુન્દ્રાચાર્યજીએ શ્રી સમયસારની રચના કરી છે. જેમણે સર્વસંગપરિત્યાગ કરી યથાશક્તિ શ્રુતનો અભ્યાસ કર્યો છે, વનવાસ જેમણે ઈચ્છાપૂર્વક સ્વીકાર્યો છે અને જે મોક્ષની અભિલાષાવાળા છે તેવા મુનિવરોના મનમાં સૈદ્ધાત્તિક બાબતમાં જે આંટીઓ રહી ગઈ હોય તે દૂર કરવાનો મુખ્યપણે આ ગ્રંથમાં ઉપદેશ છે. એ લક્ષમાં રાખીને આ ગ્રન્થનો અભ્યાસ કરતા પહેલાં વાચક વર્ગ ઉપર જણાવેલા ત્રણ અનુયોગનો યથાશક્તિ પરિચય કરીને આ ગ્રંથનો અભ્યાસ કરશે તો નિઃશંકિત ગુણ પ્રગટી નિર્ભયતા અને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 384