Book Title: Samaysara
Author(s): Kundakundacharya, Sakarben Shah
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 12
________________ [૯] સમ્યગ્દર્શનનો લાભ થવા યોગ્ય છે. મહાપુરુષોનાં ચરિત્રો, વૈરાગ્યવર્ધક ઉપદેશગ્રંથો અને સદાચારનો યથાશક્તિ અભ્યાસ એ આ ગ્રંથનો મર્મ પામવામાં પ્રથમ ભૂમિકા સમજવા યોગ્ય છે. તેમાં કચાશ હશે તો ઉપર જણાવેલ ફળ આવતાં કાં તો વિલંબ થશે કે મિથ્યા માન્યતા કે કલ્પનામાં જીવ ગોથાં ખાશે અને સંસારપરિભ્રમણ વધારશે. ‘‘બાકી તો’’ શ્રીમદ્ રાજચંદ્ર લખે છે, ‘ગોળ ગળ્યો જ લાગે, તેમ નિર્ઝન્શવચનામૃતો પણ સત્ફળ જ આપે. અહો ! પણ મર્મ પામવાની વાતની તો બલિહારી જ છે !'' મોક્ષમાળા શિક્ષાપાઠ ૨૬ એક કાળ એવો હતો કે જ્યારે ભરતભૂમિ ભગવાન મહાવીરસ્વામીના ચરણકમળના સ્પર્શોલ્લાસથી રોમાંચિત થતી હતી; ભગવાનની દિવ્યધ્વનિરૂપ અમૃત વર્ષાથી પ્રફુલ્લિત રહેતી હતી. તેમના સ્થાપેલા ઉત્તમ ધર્મની પરંપરામાં કેવળી ભગવંતો, મન:પર્યવજ્ઞાનીઓ, અવધિજ્ઞાની મહંતો, શ્રુતકેવળી સંતો અને મોક્ષાભિલાષી મુનિવરો પાદવિહાર કરી જનતાને જાગૃત રાખતા. જ્યાં સુધી તેવા મહાત્માઓનાં દર્શન, સમાગમ, તેમના બોધનું શ્રવણ, તેમની સેવા અને આજ્ઞાનું શ્રદ્ધાસહ આરાધન કરવાનું મહાભાગ્ય જનસમૂહને મળ્યા કરતું, ત્યાં સુધી ઉપદેશબોધના ગ્રંથોની બહુ આવશ્યકતા નહોતી; કારણકે ઉપદેશ તેવાં જ્વલંત જીવનથી મળી રહેતો. પણ પંચમ કાળના પ્રભાવે તેવી વિભૂતિઓ લુપ્તપ્રાય થઈ ગઈ, તેવાં જીવનચરિત્રો લખાતાં નહીં, શાસ્ત્રઅભ્યાસ પણ જનસમૂહને બહુ જરૂરનો જણાયો નહીં, તેથી રૂઢિવશ ક્રિયાજડપણું વધતું ગયું અને કોઈ કોઈ શાસ્ત્રાભ્યાસ કરવા લાગ્યા તે શ્રી બનારસીદાસની પ્રથમ અવસ્થાની પેઠે શુષ્કજ્ઞાન તરફ તણાઈ એકાન્તે જ્ઞાનથી જ મોક્ષ માનવા લાગ્યા કે ક્રિયાને ઉત્થાપવામાં મહત્ત્વ માનવા લાગ્યા. આવી અવસ્થા મુનિમંડળમાં પણ દેખાવ દેતી. અન્ય દર્શનોનો અભ્યાસ કરનાર મુનિવર્ગ જૈનધર્મને અન્ય દર્શનને મળતો પ્રરૂપવા લાગ્યા. ટૂંકામાં ગુરુપરંપરાગત જ્ઞાનના અભાવે જૈન ધર્મ જૈનાભાસનું સ્વરૂપ ગ્રહવા લાગેલો. તેવા કાળમાં,શ્રી કુન્દકુન્તાચાર્યને મૂળ માર્ગ પ્રરૂપવાની જરૂર પડેલી. વર્તમાન કાળનું સ્વરૂપ શ્રીમદ્ રાજચંદ્રે (પત્રાંક ૪૨૨માં) ટૂંકામાં Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 384