Book Title: Samaysara Author(s): Kundakundacharya, Sakarben Shah Publisher: Shrimad Rajchandra Ashram View full book textPage 8
________________ [૫] અશોકે ઉત્તરાવસ્થામાં પોતાના પૌત્ર સંપ્રતિ-પ્રિયદર્શીનો રાજ્યાભિષેક કરી પોતાનું જીવન બૌદ્ધધર્મના પ્રચારમાં વ્યતીત કર્યું. બૌદ્ધ સાધુઓને હિન્દ બહાર આજાબાજાના દેશોમાં મોકલવામાં આવ્યા તેમાં અશોકે ઘણું ધન દાનરૂપ આપ્યું. એ રીતે બૌદ્ધધર્મ બ્રહ્મદેશ, ચીન, વગેરે દેશોમાં પણ પ્રચાર પામ્યો. સંપ્રતિ અથવા પ્રિયદર્શી હિંદુસ્તાનનો સૌથી મહાન સમ્રાટ થયો. તેણે આદર્શ રીતે દીર્ઘકાળ (ઈ.સ. પૂર્વે ૨૮૯ થી ૨૩૪ સુધી-પ૪ વર્ષ) રાજ્ય કર્યું. તે જૈન છતાં સર્વ ધર્મનું સન્માન કરનારો હતો. તેણે મહાપુરુષોનાં : કલ્યાણક સ્થાને સ્મારકો કરાવ્યાં અને જિનમંદિરો બંધાવી લાખો પ્રતિમાઓ પધરાવી. દક્ષિણમાં પોતાના દાદાના દાદા ચંદ્રગુપ્ત અને તેમના ગુરુના સમાધિસ્થાને મહાન સ્મારકો કરાવ્યા, પછી પોતાની અંતિમ અવસ્થામાં આર્યસુહસ્તી આચાર્ય સહિત મોટા રસાલા સાથે તે સમાધિની યાત્રા કરી. સંપતિએ જૈનધર્મમાં એકતા આણવા નિગ્રંથ-નિગ્રંથિનીઓને શ્વેતવસ્ત્ર ધારણ કરવાની અને ઉપાશ્રયમાં વસવાની ભલામણ કરી હતી. તે અગાઉ વિવિધ વેષ હતા અને જિનકલ્પી મુનિઓ પણ વિચરતા. સંપ્રતિ મરણ પામ્યો તે વખતે શુંગવંશનો કલિંગ-સેનાપતિ અગ્નિમિત્ર બહુ બળવાન હતો. તેણે સંપ્રતિને હાથે સખત હાર ખાધેલી તેનું વેર વાળવા દક્ષિણનાં રાજ્યો જીતી લીધા અને વિધ્ય માર્ગે આગળ વધ્યો. પછી અવંતી જીતી સમ્રાટપદ ધારણ કર્યું. તેણે સંપ્રતિએ નિર્માણ કરેલાં મંદિરો અને સ્મારકોનો નાશ કરાવ્યો. તેથી ઘણાં સ્મારકો નાશ પામ્યાં અને કેટલાંક ખંડિત થવાના ભયથી આચ્છાદિત થવા પામ્યા. તેના રાજ્યમાં જૈન મુનિઓનો પણ સંહાર કરવામાં આવ્યો. માત્ર જે ગિરિગુફામાં હતા તે જ બચવા પામ્યા હતા. ત્યારથી શ્વેતવસ્ત્રધારી મુનિઓ દક્ષિણમાં જતા અટકી ગયા. ભદ્રબાહુમુનિ પછી ૧૮૩ વર્ષ સુધી ૧૧ દશપૂર્વી થયા, પછી ૨૨૦ વર્ષ સુધી ૫ અગિયાર અંગી અને ૧૧૮ વર્ષ સુધી ૪ એક અંગી મુનિઓ અનુક્રમે થયા કહેવાય છે. એમ અંગજ્ઞાન ૬૮૩ વર્ષ સુધી ચાલુ રહ્યું. સંપ્રતિને ૩૦૦ વર્ષ વીત્યા પછી અંગજ્ઞાન લુપ્ત થવાની તૈયારીમાં હતું તેને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 384