Book Title: Sagar Samalochna Yane Agamoddharakni Shasan Seva Author(s): Narendrasagar Publisher: Agamoddharak Granthmala View full book textPage 6
________________ સાગર “સમાલોચના સંગ્રહની પુરતો, શાસ્ત્રો, ગ્રંથ આદિમાં આમુખ, પ્રાફિકથન કે પ્રસ્તાવના આદિ. આપવાની બહુધા પરંપરા એટલા માટે હોય છે કે–વાચકવર્ગ, તે–તે પુસ્તકના વાંચનનો પ્રારંભ કરતાં પહેલાં પ્રતાવના તરફ નજર નાખે. આનું પણ મુખ્ય કરણ એ હોય છે કે- ગ્રંથમાં રજુ થયેલ રસસભર એવા હોય પદાર્થોની માહિતી તેને પ્રસ્તાવનામાંથી મળી આવે. તેવી જ રીતે ગ્રંથકારની મહત્તા, ગ્રંથપ્રકાશનને ઉદ્દેશ, સાહાયકાદિને આભાર આદિની સમજણ પણ તે પ્રસ્તાવનામાં આવરી લેવાની હોય છે. સાગરજી મહારાજ' ના લાડીલા નામથી પ્રસિદ્ધ એવા શૈલાના નરેશ ૨ પ્રતિબોધક, વાદી ગજકેસરી, જ્ઞાનવૃધ, વૃદ્ધ, સકલાગમનિષ્ણાત, આગમવાચનાદાતા, આગમમંદિર સંસ્થાપક, આગામોધારક, ધ્યાનસ્થસ્વર્ગત પૂજ્ય આચાર્ય દેવેશ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. શ્રીના નામથી અને તેમના શાસન સંરક્ષક કામોથી જૈન-જૈનેતર સમાજને કોઈક જ આત્મા અપરિચિત હશે. કે-જે મહાપુરૂષે પિતાની સમગ્ર જીંદગી, આગમ-શાસ્ત્રોના પઠન-પાઠન મનનવાંચન અને નિદિધ્યાસનમાં તેમજ સાહિત્યરચનામાં જ પૂર્ણ કરેલ છે. તેવી જ રીતે તારિક વાચનાઓ-તાવિક દેશનાઓ-તાત્વિક સમાધાન-તાત્વિક સમાલોચનાઓ દ્વારા જન-જૈનેતસમાજના વ્યાપક ઘોર અજ્ઞાન અંધકારને ઉલેચવામાં જ પૂર્ણ કરેલ છે ! એટલું જ નહિ, પરંતુ તિથિચર્ચા–મતમતાંતરો-તીર્થરક્ષા–સિધ્ધાંતરક્ષા આદિ શાસનરક્ષાને લગતા પ્રશ્નોમાં તન-મનનો ભોગ આપવામાં સદાય કટીબદ્ધ રહેનાર આ એકજ મહાપુરુષ હતા. આવા વિશ્વવંદ્ય પૂ. આગમોદ્ધારક આચાર્યદેવશ્રીએ ખરતર, પાચંદ, તેરાપંથી, સ્થાનકવાસી, દિગંબર, કાનજી સ્વામી, તુલસીજી, બેતિથિવાળા આદિPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 312