Book Title: Sadhu Sadhvi Shibir Sanyojna
Author(s): Nemichandra Muni
Publisher: Ambubhai M Shah

View full book text
Previous | Next

Page 6
________________ (૨) આજે સંગઠનને યુગ છે. સત્ય, અહિંસા, ન્યાય, નીતિ વગેરે ધર્મોને સામુદાયિક પ્રયોગ થયા વગર આજના વિશ્વની ગતિવિધિને ધર્મના રંગથી રંગવી બહુ મુશ્કેલ છે. એટલે નીતિ અને ધર્મને સામુદાયિક પ્રયોગ કરવા માટે ત્રણ ચાર સંગઠનને નૈતિક ધાર્મિક પ્રેરણા આપી તૈયાર કરવાના રહેશે, જેથી આખા વિશ્વમાં પ્રયાગ થઈ શકે. (૧) ગામડાંઓને ધર્મ બળથી એકત્રિત કરી વ્યવસ્થિત ગ્રામ સગઠન દ્વારા શુદ્ધ લોકશકિત તૈયાર કરવી. (૨) સર્વાગી દષ્ટિથી સમાજ રચનાના કાર્યો કરનારા શુદ્ધ લોકસેવક સેવિકાઓને સંધ બનાવ (૩) માતૃજાતિમાં રહેલી ધાર્મિક અને સાંસ્કૃતિક શકિતને વ્યવસ્થિત કરવી. (૪) કેગ્રેસ જેવી રાષ્ટ્રીય મહાસંસ્થાને શુદ્ધ, સંગીન અને શક્તિશાળી બનાવવાના પ્રયત્ન ગ્રામ સંગઠન અને રચનાત્મક કાર્યકર-સંગઠન બન્નેને તેના ક્રમશઃ પૂરકપ્રેરક બનાવીને કર. એ ચારેય બળને એક બીજાની સાથે વ્યવસ્થિત અને યથા યોગ્ય અનુબંધિત કરવાનું કાર્ય ક્રાંતિપ્રિય સાધુસાધ્વીઓની પ્રેરણાથી કરવું છે, જેથી સમાજમાં જનશક્તિ, નૈતિક શક્તિ, ધર્મશકિત અને સંયમલક્ષી દંડ શકિતને અનુક્રમે પ્રયાગ થવાથી સમાજની સુવ્યવસ્થા અને જગતનું સંચાલન ધર્મદષ્ટિએ થઈ શકે. (૩) મેટેભાગે જનતાનું ચારિત્ર્યબળ ઓછું થયું છે. બેઈમાની, ભ્રષ્ટાચાર, રૂશ્વતખેરી, અન્યાય, શોષણ વગેરે ઠેરઠેર ચાલી રહ્યાં છે. સરકાર એકલી આ બાબતમાં કશુંય કરી શકતી નથી, કેમકે સરકારી કર્મચારીઓ પણ જનતામાંથી જ આવે છે. આ અનિષ્ટને રોકવાની જવાબદારી ધર્મગુરૂઓની છે, જેને માટે તેમણે વ્યવસ્થિત પ્રયત્ન કરવાને છે. (૪) લેકશાહીનું માળખું ખૂબ વ્યાપી રહ્યું છે. ગામડે ગામડે પંચાયતો અને સહકારી સંસાયટીઓ તથા બીજાં કાર્યો સરકારી તંત્ર વડે ચલાવવામાં આવી રહ્યાં છે, પણ એનાથી ગામડાનું જીવન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22