Book Title: Sadhu Sadhvi Shibir Sanyojna
Author(s): Nemichandra Muni
Publisher: Ambubhai M Shah

View full book text
Previous | Next

Page 13
________________ વર્ગે પણ સાંપ્રદાયિકતાથી ઊંચા ઊઠીને વિશ્વાત્સલ્ય અથવા વિશ્વબંધુત્વની ભાવનાને સક્રિય રીતે અમલ કરવા માટે વેષભૂષા, ખાનપાન અથવા સંગઠનની દષ્ટિએ ભલે એક સંપ્રદાયને અંગ બનીને રહે, પણ કાર્યક્ષેત્ર અને દૃષ્ટિ તે વિશાળ જ રાખવી. નહિતર તે પિતાનું ધ્યેય સિદ્ધ કરવા માટે અસફળ થશે. (૭) એક સંપ્રદાયને સાધુ બીજા સંપ્રદાયવાળાને નાસ્તિક, મિથ્યાત્વી, કાફિર, પાખંડી વિગેરે કહે છે, અને કહે છે માત્ર સંપ્રદાય ભેદને કારણે, નહિ કે વ્યક્તિને દોષને કારણે આ નિંદકપણું અથવા સંકુચિતપણું ચિત્તશુદ્ધિ અને સગુણ વૃદ્ધિરૂપ સાધુતામાં બાધક છે. પિતાને સંપ્રદાય તેને પિતાને માટે રૂચિકર થઈ શકે, પણ બીજાની નિંદા કરવાથી આત્મત્કર્ષ અને સામૂહિક ધમ પ્રયોગના માર્ગમાં મેટાં આવરણે ઊભાં થાય છે. આજે તે બધાંય સાધુસાધ્વીઓ સાથે અરસપરસ મેળ અને સહયોગની જરૂર છે. એવું ન થવાથી સ્વ-પર-કલ્યાણની સાધનામાં નડતર આવે છે. (૮) જે કે દીક્ષા લેતી વખતે સાધુસાધ્વીઓ પોતાનું ઘરબાર છોડી દે છે, પણ ત્યાર પછી મોટે ભાગે સંપ્રદાયને, પરંપરાને, ઉપાશ્રય કે ધર્મસ્થાનને, ક્ષેત્રને, પદને અને જાડી પ્રતિષ્ઠાને મેહ તેને એટલે બધે વળગી જાય છે કે સિદ્ધાંત ભંગ થતો હોય, છતાં પણ તેઓ આ મેહને છોડતાં અચકાય છે. કયાંય અન્યાય-અત્યાચાર થતું હોય, મારામારી કે હુલ્લડ થતું હોય ત્યાં નિર્ભય રહીને હસતાં હતાં પ્રાણની કુર્બાની સુદ્ધાં કરીને સત્ય, અહિંસા અને ન્યાયની પ્રતિષ્ઠા વધારવી, સાતિને પ્રચાર કરશે. મોટે ભાગે આજના ધર્મગુરએ માટે એ માર્ગ કઠણ થઈ પડે છે. સાથે જ ધર્મ કે સંપ્રદાયના અમુક દંભવધક, વિકાસઘાતક, યુગબાણ, સિદ્ધાંતબાધક ઢનિયમપનિયમ અગર તે પરંપરામાં સુધારાવધારા કરવામાં તેમને બીક લાગે છે કે અમુક નિયમોપનિયમોમાં કાતિ કરવાથી સંપ્રદાય કે પથ મને છોડી દેશે તો મારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22