Book Title: Sadhu Sadhvi Shibir Sanyojna
Author(s): Nemichandra Muni
Publisher: Ambubhai M Shah

View full book text
Previous | Next

Page 8
________________ (૧) શિક્ષણક્ષેત્રમાજે નિર્જીવ અને નિરર્મલ થઈ ગયું છે.. શિક્ષકોને પગારથી મતલબ છે, વિદ્યાર્થીઓને ગમે તેમ કરીને પરીક્ષા પાસ કરવાથી મતલબ છે. સેવા, સદાચાર, વિનય વગેરેના સંસ્કાર નષ્ટ થઈ રહ્યાં છે એટલે શિક્ષણ ક્ષેત્રને સજીવ બનાવવાની જરૂર છે. (૧૧) પછાત જાતિઓ અને શોષિત, પીડિત, પદદલિત માનની. સર્વાગીણ ઉન્નતિ અર્થે પ્રયત્ન કરવો છે. તેમને અપનાવીને તેમનામાં નીતિધર્મનાં સુસંસ્કારે રેડવાં છે. (૧૨) નારી જાતિને કુરૂઢિ મુક્ત, ગૌરવશાળી, વિવેકી અને અન્યાયને દઢતાપૂર્વક અહિંસક પ્રતીકાર કરી શકે તેવી શક્તિશાળી બનાવવી છે. (૧૩) અજ્ઞાનતા, સ્વાર્થીપણું, અસંયમ, અસભ્યતા અને બીજી કુપ્રથાઓ, કુટેવો, અને કુસંસ્કારને લીધે ગૃહસ્થનું કૌટુંબિક જીવન કલહપૂર્ણ સુખશાંતિ રહિત અને અસંતુષ્ટ થઈ ગયું છે, ત્યાં આત્મથતાની સાથે માર્ગદર્શનની જરૂર છે. * (૧૪) શારીરિક-માનસિક દૃષ્ટિએ લેકે સ્વસ્થ બને અને સ્વછતાપૂર્વક રહી શકે તેવું માર્ગદર્શન આપવું છે. (૧૫) સમાજમાં દરેક ધંધા, વ્યવસાય કે કાર્યની પાછળ સેવા અને ભક્તિની ભાવના રહે, આ વાત લેકેને શીખવવાની છે. (૧૬) માનસિક ખેદ, રોગ, શાક, દુઃખ વગેરેમાં સહાનુભૂતિ અને હૂંફ સાથે પ્રજાને આશ્વાસન આપવું અને તેને કર્મવેગ તથા અનાસક્તિને સક્રિય પાઠ ભણાવો છે. એ રીતે સામાજિક, ધાર્મિક, રાજનૈતિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક વગેરે દરેક ક્ષેત્રમાં પ્રજાને ધર્મદષ્ટિએ માર્ગદર્શન અને પ્રેરણા આપવી, અનાસક્ત રહીને જનસેવા કરવી વગેરે સાધુસાધીઓના ખ્ય કાર્યો છે, જે તેમના આત્મવિકાસમાં સહાયક છે અને તેમની સાધુતાની મર્યાદામાં કોઈપણ જાતનું નુકસાન પહોંચાડનારા નથી.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22