Book Title: Sadhu Sadhvi Shibir Sanyojna Author(s): Nemichandra Muni Publisher: Ambubhai M Shah View full book textPage 5
________________ ભ્રષ્ટાચાર, કૂરતા, સ્વાર્થ અને મેહનું રાજ્ય જામી રહ્યું છે. એવે સમયે જે સાધુ સંસ્થા ઉદાસીન અને અકર્મણ્ય થઈને માત્ર પિતાના સંપ્રદાયની ચાર દીવાલમાં બંધ થઈને રહેશે તો આજે સાધુસાધ્વીઓ પ્રત્યે જે થેડી ઘણું શ્રદ્ધા રહી છે, તેને લુપ્ત થતાં વાર નહિ લાગે અને એક દિવસ સાધુનું સમાજમાં કોઈ સ્થાન રહેશે નહિ. સાધુસાધ્વીઓની જરૂર સાધુસાધ્વીઓની જરૂરત દરેક યુગમાં રહી છે ને રહેવાની છે. જગતને આજે જેટલો વિકાસ થયે છે, તેમાં સાધુસાધ્વીઓનો ફાળે એ નથી; કેમકે, જગત વિનીમયને આધારે ટકે છે, જ્યારે સાધુતાને આધારે પ્રગતિ કરે છે. યુગે યુગે આવાં સાર્વજનિક કાર્યો હોય છે, જેને માટે વ્યવસ્થિત અને વ્યાપક દૃષ્ટિવાળાં સાધુસાધ્વીઓની જરૂર રહે. છે. આજે પણ સાધુસાધ્વીઓની સામે પોતાની જવાબદારીના ઘણાં કાર્યો પડ્યાં છે; જે સંપન્ન કરવા માટે વ્યાપક દષ્ટિવાળાં ક્રાંતિપ્રિય સાધુસાધ્વીઓની જરૂર છે. સાધુસાધ્વીઓનાં કાર્યો આમ તે સાધુસાધ્વીઓની સામે વિશ્વનું વિશાળ કાર્યક્ષેત્ર પડ્યું છે, અને તેમની જવાબદારી છે કે તેઓ પ્રાણમાત્રના વત્સલ હોવાને લીધે વિશ્વના પ્રાણુઓનું આત્મરક્ષણ અને કલ્યાણના કાર્યો કરે. કેટલાંક મુખ્ય કાર્યો આ છે – (૧આજે વિજ્ઞાને જગતને સ્થૂળ રીતે અત્યંત નજીક લાવવાને પ્રયાસ કર્યો છે, પણ વિશ્વને હૃદયની નજીક લાવવા પ્રયાસ હજી કરવાને છે. તે માટે રાષ્ટ્રની અતિરિક બાબતોમાં તથા અાંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં ઊભી થયેલી તંગદિલીને દૂર કરવા માટે મધ્યસ્થ પ્રચાર મગ અને શાંતિસેના વિગેરે દ્વારા અહિંસાના અનેકવિધ પ્રાગ કરવાનાં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22