Book Title: Rikhavdev Author(s): Dhirajlal Tokarshi Shah Publisher: Jyoti Karyalay View full book textPage 4
________________ તેમને ગૌણ સ્થાન આપવામાં આવ્યું છે. આ કથાઓનું સાધ્યુ મનુષ્ય જીવનમાં રહેલા કષાયના અગ્નિને શાંત કરી આત્મરસને અનુભવ કરાવવાનું છે, એમાં તેણે ઘણી સફળતા મેળવી છે એ નિર્વિવાદ છે. ભિન્ન ભિન્ન ભૂમિકાપર રહેલા મનુષ્યાને કથાઓના ભિન્ન ભિન્ન સ્વરૂપે જ એધી શકાય : એ મહાન સત્ય લક્ષમાં રાખીને આ કથાઓની ચેાજના થયેલી છે. એમાં કેટલાક વાસ્તવિકતાને જ શોધવા મથતા સાહિત્યકારને અસંભવિત કથાઓ–અડીન કથાઓ લાગે છે. પણ તેઓ ભૂલી જાય છે કે વાસ્તવિકતાના મહાન પૂજારી પશ્ચિમના દેશોમાં પણ પ્રથમ ભૂમિકાને માટે પરીવાર્તાઓના છુટથી ઉપયાગ થાય છે. બધી કથા વાસ્તવિક હાવી જોઇએ એવું કાંઇ જ નથી. કલ્પનાને પૂર્ણુ છુટ આપવા માત્રથી એ વાતનું મહત્વ જરાયે ઓછું થતું નથી. બલ્કે જેને ઉદ્દેશીને લખાઇ છે એ ઉદ્દેશ જોતાં વધે છે, આજથી ઘેાડાં વર્ષો પહેલાં મુદ્રણકળાને પ્રચાર ન હતા ત્યારે આ વાતા કદાચ આજના કરતાં પણ વધારે પ્રમાણમાં જનસમાજને પહોંચતી. તેનાં કારણેા અનેક છે. જીવનવિગ્રહ ગ્ર નહિ હોવાથી શાંત ભાવે વ્યાખ્યાનાદિનું શ્રવણું થતું. પુરસદના સમયમાં એ કથા ષડળીઓમાં કહેવાતી. સંસ્કારી માતાના : બાળકો. ભાગ્યે જ એવાં હશે કે જેણે માતાની ભક્તિભરી ને મીઠી વાણીથી આ મહાન વ્યક્તિઓના ઉત્તમ ચરિત્ર નહિ સાંભળ્યા હોય. લેખકને તો એતા અપૂર્વ લાભ મળેલ છે ને એણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 384