________________
૧૮
શ્રી રીખવદેવ આગળ. શ્રેયાંસકુમાર રીખવદેવના પુત્ર બાહુબળીના પાત્ર થાય. લોકો ચારે બાજુએ ટાળે મળ્યાં છે ને કોલાહલ થાય છે. શ્રેયાંસકુમારે આ કેલાહલ સાંભળી છડીદારને કહ્યું, “બહાર જઈને તપાસ કર ! આટલો બધે અવાજ શેને થાય છે?’
છડીદારે બહાર જઈને તપાસ કરી, અને પાછા આવીને જણાવ્યું : “ જી મહારાજ શ્રી રીખવદેવ ભગવાન જે આપના વડા દાદા છે. તેઓ પધાર્યા છે. તેમની આસપાસ લોકેનાં ટોળે ટોળાં મળ્યાં છે. અને એથી આટલો બધો અવાજ થાય છે.”
શ્રેયાંસકુમાર આ સાંભળી એકદમ દેડ્યા ને પ્રભુના પગમાં માથું મૂકી દીધું. તેમનું હૈયું ભક્તિ અને આનંદથી ઉભરાઈ ગયું. આનંદના ઉભરામાં વિચાર કરતાં કરતાં તેમને ખબર પડી કે સાધુને કેવી ભિક્ષા અપાય.
આ વખતે શ્રેયાંસકુમારને ત્યાં શેરડીનો રસ આવેલો હૌં. તેમણે શ્રી રખવદેવને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com