________________
નેમ રાજુલ નહિ પરણવાના વિચારને હસી કાઢયે. હેતભાવે ઘણી મીઠી મશ્કરી કરી. લગ્ન કરવા ઘણું સમજાવ્યા. શ્રીકૃષ્ણ મહારાજે પણ લગ્ન કરવા ખૂબ કહ્યું.
લગ્નને આટલે બધે આગ્રહ જોઈ નેમનાથ વિચારવા લાગ્યા કે સગાંવહાલાને શું મોહ છે ને ? તેઓ જે જાતનું જીવન જીવે છે તેવું જીવન ગાળવાને મને આગ્રહ કરી રહ્યા છે. પણ મારે તો આ જીવનથી કાંઈક ઊંચું જીવન જ જીવવું છે. છતાં અત્યારે આ સ્નેહીઓનું વચન રવીકારી લેવું ને તક મળતાં જરૂર આત્માનું ભલું કરવું. આ વિચાર કરીને તેમણે બધાનું કહેવું માન્યું. સર્વેને ખૂબ આનંદ થયે.
શ્રીકૃષ્ણ કન્યાની તપાસ કરવા માંડી. તેમાં રાજા ઉગ્રસેનની પુત્રી રાજીમતી (રાજુલ) બરાબર લાયક જણાઈ. નેમનાથના રાજુલ સાથે વિવાહ થયા.
જોશીને બોલાવ્યા ને લગ્નને દિવસ જેવરા. પણ ચોમાસામાં લગ્ન આવે નહિ. બધાએ જેશીને કહ્યું કે ગમે તેમ થાય પણ નજીક દિવસ શેધી કાઢે. આ કામમાં ઢીલ કરી પાલવે તેમ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com