Book Title: Pravachansara Piyush Part 3 Author(s): Kundkundacharya, Amrutchandracharya, Himmatlal Jethalal Shah Publisher: Grand Rapid America Mumukshu Mandal America View full book textPage 5
________________ પરમાગમોમાં પ્રવચનસાર શાસ્ત્રનો અભ્યાસ બધાને કઠીન લાગે છે. પરંતુ પં.કા. શ્રી હિંમતભાઈ તેનો જ અભ્યાસ પ્રથમ કરવા ઉપર ભાર મૂકતા હતા. અને તે યોગ્ય જ છે એમ અમોને પણ લાગ્યું છે. રાજકોટમાં નિયમિત બે વખત શાસ્ત્ર સ્વાધ્યાય થાય છે. અમોએ પણ તેનો પ્રત્યક્ષ લાભ લીધો છે. વળી પરોક્ષપણે તે લાભ હજા પણ ચાલુ જ છે. રાજકોટમાં પ્રવચનસાર શાસ્ત્ર ઉપર સ્વાધ્યાય ચાલતો હતો ત્યારે ડૉ. પ્રવીણભાઈએ પોતાના માટેની એક હાથ નોંધ પણ તૈયાર કરી છે. જે બધાને લાભનું કારણ થાય તેમ છે. તેના આધારે આ લખાણ તૈયાર કરવામાં આવ્યું છે જે પ્રવચનસાર પીયૂષ ભાગ ૧, ૨ અને ૩ રૂપે જિજ્ઞાસુ જીવોના નિજકલ્યાણ અર્થે પ્રસ્તુત કરતાં અમો અત્યંત ધન્યતા અનુભવીએ છીએ. સોનગઢથી પ્રકાશિત પ્રવચનસાર શાસ્ત્રની પ્રસ્તાવનામાં છે. શ્રી હિંમતભાઈએ જ્ઞાનતત્ત્વ પ્રજ્ઞાપન અધિકાર વિષે જે લખ્યું છે તે અહીં તેમના શબ્દોમાં વાંચીએ. એવા આ પરમ પવિત્ર શાસ્ત્રને વિષે ત્રણ શ્રુતસ્કંધ છે. ત્રીજા શ્રુતસ્કંધનું નામ ચરણાનુયોગસૂચક ચૂલિકા છે. ભોપયોગી મુનિને અંતરંગ દશાને અનુરૂપ કેવા પ્રકારનો શુભોપયોગ વર્તે છે અને સાથે સાથે સહજપણે બહારની કેવી ક્રિયાઓ સ્વયં વર્તતી હોય છે તે આમાં જિનેંદ્રકથન અનુસાર સમજાવવામાં આવ્યું છે. દીક્ષા ગ્રહણ કરવાની જિનોક્ત વિધિ, અંતરંગ સહજદશાને અનુરૂપ બહિરંગ યથાજાતરૂપપણું, ૨૮ મૂળગુણ, અંતરંગ-બહિરંગ છેદ, ઉપધિનિષેધ,- ઉત્સર્ગ-અપવાદ, યુક્તાહારવિહાર, એકાગ્રતારૂપ મોક્ષમાર્ગ, મુનિનું અન્ય મુનિઓ પ્રત્યેનું વર્તન વગેરે અનેક વિષયો આમાં યુક્તિ સહિત સમજાવવામાં આવ્યા છે. ગ્રંથકાર અને ટીકાકાર આચાર્ય યુગલે ચરણાનુયોગ જેવા વિષયનું પણ, આત્મદ્રવ્યને મુખ્ય રાખીને, શુદ્ધદ્રવ્યાવલંબી અંતરંગ દશા સાથે તે તે ક્રિયાઓનો અથવા શુભ ભાવોનો સંબંધ દર્શાવતાં-દર્શાવતાં, નિશ્ચય-વ્યવહારની સંધિપૂર્વક એવી ચમત્કૃતિથી વર્ણન કર્યું છે કે આચરણપ્રજ્ઞાપન જેવા અધિકારમાં પણ જાણે કે કોઈ શાંતરસઝરતું અધ્યાત્મગીત ગવાઈ રહ્યું હોય એમ જ લાગ્યા કરે છે. આત્મદ્રવ્યને મુખ્ય રાખીને આવું મધુર, આવું સયુક્તિક, આવું પ્રમાણભૂત, સાદ્યત શાંતરસનિર્ઝરતું ચરણાનુયોગનું પ્રતિપાદન અન્ય કોઈ શાસ્ત્રને વિષે નથી. હૃદયમાં ભરેલા અનુભવામૃતમાં રગદોળાઈને નીકળતી બન્ને આચાર્યદેવોની વાણીમાં કોઈ એવો ચમત્કાર છે કે જે જે વિષયને તે સ્પર્શે તે તે વિષયને પરમ રસમય, શીતળ, શીતળ, સુધાઢંદી બનાવી દે છે. અમારી આ ભાવના જિનવાણીમાતા પ્રત્યેની ભક્તિથી અને ભવભયથી ડરતાં ડરતાં સાકાર પામે છે. જે કોઈ ક્ષતિ રહી ગઈ હોય તે તો અમારી અપૂર્ણતા જ દર્શાવે છે. સહુ ભવ્ય જીવો આનો પૂરો લાભ લે એવી ભાવના સહિત, મહિમા અહો એ કેવળ જ્ઞાનનો મહિમા અહો એ ભાવિ તીર્થંકરદેવા સૂર્યકીર્તિનાથનો.” શ્રી ગ્રાંડ રેપિડ અમેરિકા મુમુક્ષુ મંડળ વતી, શ્રી નીતિનભાઈ ભીમાણી પ્રવચનસાર - પીયૂષાPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 216