Book Title: Prathamanuyog Shastra ane tena Praneta Sthavir Aryakalaka
Author(s): Punyavijay
Publisher: Z_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf

View full book text
Previous | Next

Page 2
________________ આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ અષ્ટાંગનિમિત્તવિદ્યા ભણી ગયા બાદ કોઈક પ્રસંગે સ્થવિર આર્યકાલક વડના ઝાડ નીચે બેઠ છે, ત્યાં શાલિવાહન રાજા આવી ચઢે છે અને આચાર્યને આ પ્રમાણે ત્રણ પ્રશ્નો પૂછે છે : पसुलिंडि पढमयाए बितिय समुद्दे व केत्तियं उदयं । ततियाए पुच्छाए महुरा य पडेज व ण व १ त्ति ॥ १५४२ ॥ ૫૦ પહેલો પ્રશ્ન : બકરી વગેરે પશુઓની લીંડીઓ કેમ થાય છે? બીજો પ્રશ્ન ઃ સમુદ્રમાં પાણી કેટલું ? ત્રીજો પ્રશ્ન ઃ મથુરાનું પતન થશે કે નહિ ? पढमा वामकडगं देइ तहिं सयसहस्समुलं तु । बितियाए कुंडलं तू ततियाए वि कुंडलं बितियं ॥। १५४३ ॥ પહેલા પ્રશ્નના ઉત્તરથી પ્રસન્ન થઈ રાજા શાલિવાહને આચાર્યને લાખમૂલ્યનું ડાચું કહું ભેટ કર્યું. બીજા અને ત્રીજા પ્રશ્નના ઉત્તરથી રાજી થઈ રાજાએ એ કુંડલો ભેટ કર્યાં. आजीविता उवति गुरुदक्खिण्णं तु एत अम्हं ति । तेहि तयं तू गहितं इयरोचितकालकज्जं तु ॥ १५४४ ॥ આ પ્રસંગે, આર્યકાલકને નિમિત્તવિદ્યા ભણાવનાર આવક સાધુઓ ત્યાં હાજર હતા, તેમણે · આ અમારી ગુરુદક્ષિણા છે' એમ કહી તે ત્રણેય ધરેણાં લઈ લીધાં. અને આર્યકાલક પોતાના સમયોચિત કાર્યમાં લાગી ગયા. म उत्तम्मी अम्मि अणट्ठे ताहे सो कुणइ । जोगं च तहा पढमणुजोगं च दोऽवेए । १५४५ ॥ જેનો સૂત્રપાઠ ભુલાઈ ગયો છે, છતાં જેનો અર્થ એટલે કે ભાવ ભુલાયો નથી એવા લોકાનુયોગ અને પ્રથમાનુયોગ નામના બે ગ્રંથોની તેમણે પુનઃ રચના કરી. Jain Education International बहु निमित्त तहियं पढमणुजोगे य होंति चरियाई । નિળ-વવિધ-સારા” પુ=મવારૂં નિદ્વાદ્ ॥ ૧૪૬ / ઉપરોક્ત એ ગ્રંથો પૈકી પહેલામાં ઘણા પ્રકારની નિમિત્તવિદ્યા અને પ્રથમાનુયોગમાં જિનેશ્વર, ચક્રવર્તિ અને દશારોના પૂર્વભવાબ્દિને લગતું ચરિત્ર ગૂંથવામાં આવ્યાં છે. ते काऊ तो सो पाडलिपुत्त उवहितो संघ । as तं मे किंची अणुग्गहहाय तं सुगह || १५४७ ।। આ બન્નેય ગ્રંથોની રચના કરીને તેઓ પાટલીપુત્રમાં પહોંચ્યા અને ત્યાંના શ્રીસંઘને કહ્યું કે : મેં કાંઈક કર્યું છે તેને અનુગ્રહ કરીને તમે સાંભળો. तो संघेण निसंतं सोऊणय से पडिच्छितं तं तु । तो तं पतिट्ठितं तू णयरम्मी कुसुमणामम्मि || १५४८ ।। તે પછી પાટલીપુત્રમાં વસતા શ્રીસંઘે તે ધ્યાનમાં લીધું. અને ધ્યાનમાં લઇને તેમના ગ્રંથોને આદરપૂર્વક સ્વીકાર્યાં. આ રીતે કુસુમપુર-પાટલીપુત્રમાં તે ગ્રંથો માન્ય થયા. मादीणं करणं गहणं णिज्जूहणा पकप्पो ऊ । संगहीण य करणं अप्पाहाराण तु पकप्पो || १५४९ ।। पंचकल्प महाभाष्य For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8