Book Title: Prathamanuyog Shastra ane tena Praneta Sthavir Aryakalaka Author(s): Punyavijay Publisher: Z_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf View full book textPage 6
________________ પ૪ આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ દિગંબર આચાર્ય શ્રી બ્રહ્મહેમચંદ્ર વિરચિત શ્રતસ્કંધમાં આ પ્રમાણે નિર્દેશ છેઃ तित्थयर चक्कवट्टी बलदेवा वासुदेव पडिसत्तू । पंचसहस्सपयाणं एस कहा पढमअणिओगो ॥ ३१ ॥ પ્રથમાનુયોગના પ્રણેતા પ્રથમાનુયોગના રવરૂપ વિશે ટૂંકમાં જણાવ્યા પછી તેના પ્રણેતા સ્થવિર આર્યકાલક વિષે ટૂંકમાં જણાવવામાં આવે છે : ૧. પંચકલ્પમહાભાષ્ય અને તેની ચૂર્ણ (ઉલ્લેખ ૩-૪)માં જણાવ્યા પ્રમાણે સ્થવિર આર્યકાલકે પ્રથમાનુયોગ ગ્રંથનો પુનરુદ્ધાર કર્યો હતો. તે જ રીતે તેમણે ગંડિકાનુયોગ નામના ગ્રંથનો પણ ઉદ્ધાર કર્યો હતો. લોકાનુયોગ અને જૈન આગમો ઉપરની સંગ્રહણીઓની રચના પણ તેમણે કરી હતી. ગંડિકાનુયોગમાં શું છે તે માટે આઠમો ઉલ્લેખ જોવા ભલામણ છે. ગણિતાનુયોગમાં અષ્ટાંગનિમિત્તવિદ્યા ગૂંથવામાં આવી છે. અને સંગ્રહણીઓ, એ જૈન આગમોની ગાથાબદ્ધ સંક્ષિપ્ત વિષયાનુક્રમણિકા છે. આજે આપણે સ્પષ્ટ રીતે જાણી શકતા નથી કે “અહીં જણાવેલી સંગ્રહણીઓ કઈ?” તે છતાં સંભવતઃ ભગવતીસૂત્ર, પન્નવણાસ્ત્ર, જીવાભિગમસૂત્ર, આવશ્યકસૂત્ર આદિમાં આવતી સંગ્રહણીગાથાઓ જ આ સંગ્રહણીઓ હોવી જોઈએ. ૨. સ્થવિર આર્યકાલકે અછાંગનિમિત્તવિદ્યાનું અધ્યયન આજીવાશ્રમ પાસે કર્યું હતું. એટલે કે નિમિત્તવિદ્યાના વિષયમાં સ્થવિર આર્યકાલક માટે આજીવકોનું ગુરુત્વ અને વારસો હતાં. શ્રમણ વીર વર્ધમાન ભગવાને અષ્ટાંગનિમિત્તવિદ્યાને સામાન્ય રીતે ભણવાનો નિષેધ કરેલ હોઈ જૈન શ્રમણોમાંથી એ વિદ્યા ભૂંસાઈ ગઈ હતી, પરંતુ સમયબળને કારણે એ જ વિદ્યા પુનઃ શીખવાની આવશ્યકતા જણાતાં આર્યકાલકને આજીવક નિગ્રંથોનું સાન્નિધ્ય સાધવું પડયું છે. પંચકલ્પ ભાષ્યમાં “રાજા શાલિવાહને આર્યકાલકને ઉપહત કરેલ કટક અને કુંડલોને આજીવકશ્રમણો પોતાની ગુરુદક્ષિણ તરીકે લઈ ગયા.” આ ઉલ્લેખથી “તે જમાનામાં આજીવનિગ્રંથોમાં પરિગ્રહધારી નિગ્રંથો પણ હતા” એ જાણવા મળે છે. ૩. પ્રથમાનુયોગાદિના પ્રણેતા સ્થવિર આર્યકાલક રાજા શાલિવાહનના સમકાલીન હતા. રાજા શાલિવાહને આર્યકાલકને પૂછયું હતું કે “મથુરાનું પતન થશે કે નહિ” તેનો ઉત્તર આર્યકાલકે શો આપ્યો હતો એ પંચક૯પમહાભાષ્યમાં જણાવ્યું નથી, તે છતાં રાજાએ પ્રસન્ન થઈ કુંડલ આપ્યાનો ઉલ્લેખ છે તે ઉપરથી રાજાને વિજય જણાવ્યો હશે. જે વિજયનો ઉલ્લેખ વ્યવહારભાષ્ય-ચૂર્ણ–ટીકામાં અને બહ૯૯૫ભાષ્ય – ચૂર્ણ—ટીકામાં આવે છે. એટલે પંચક૯૫ભાગ્યમાં જે પ્રશ્નોનો નિર્દેશ છે એ १. महुराणत्ती दंडे णिग्गय सहसा अपुच्छियं कयरं । तस्प्त य तिक्खा आणा दुहा गया दो वि पाडेउं ॥१५२॥ गोयावरीए नईए तडे पइट्टाणं नयरं । तत्थ सालवाहणो राया। तस्स खरगो अमच्चो । अन्नया सो सालवाहणो राया दंडनायगं आणवेइ-महरं घेत्तूण सिग्घमागच्छ । सो य सहसा अपुच्छिऊण दंडेहिं सह णिग्गतो। ततो चिंता जाया-का महरा घेत्तव्वा ? दक्षिणमहरा उत्तरमहरा वा?। तस्स आणा तिक्खा, पुणो पुच्छिभं न तीरति। ततो दंडा दुहा काऊण दोसु वि पेसिया, गहियातो दो वि महुरातो। ततो वद्धावगो पेसिओ। तेणागंतूण राया વારિતો–દેવ! તો વિ મદુરાતો જરિયાતો છે. व्यवहारभाष्य-टीका-भाग ४ पत्र ३६ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8