Book Title: Prathamanuyog Shastra ane tena Praneta Sthavir Aryakalaka
Author(s): Punyavijay
Publisher: Z_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf

View full book text
Previous | Next

Page 5
________________ પ્રથમાનુયોગ અને તેના પ્રણેતા સ્થવિર આર્યકાલક ૫૩ ૨. આઠ અને નવ ઉલ્લેખને આધારે આપણને જાણવા મળે છે કે પ્રથમાનુયોગમાં માત્ર તીર્થકરોનાં જ જીવનચરિત્ર હતાં, પરંતુ ત્રીજા ઉલ્લેખને આધારે પ્રથમાનુયોગમાં તીર્થકરોનાં ચરિત્ર ઉપરાંત ચક્રવર્તી અને દશારોનાં પણ ચરિત્રો હતાં. મને લાગે છે કે સૂત્રકાળમાં પ્રથમાનુયોગનું ગમે તે સ્વરૂપ હો, પરંતુ સ્થવિર આર્યકાલકે પુનરુદ્ધાર કર્યો ત્યારે તેનું સ્વરૂપ આચાર્ય શ્રી ભદ્રેશ્વરકૃત કહાવલી, શ્રી શીલાંકાચાર્યકૃત ચઉપણણમહાપુરિ ચરિય અને આચાર્ય શ્રી હેમચંદ્રકૃત ત્રિષષ્ટિ શલાકાપુરુષચરિતને મળતું હોવું જોઈએ. ૩. પાંચમો ઉલેખ જોતાં સમજી શકાય છે કે – પ્રથમાનુયોગ ગ્રંથની રચના ગદ્યપદ્યરૂપે હતી પરંતુ પ્રસ્તુત ગ્રંથ આજે આપણા સામે નથી, એટલે તેની ભાષાશૈલી, વર્ણન પદ્ધતિ, છંદો વગેરે વિષે. આ ગ્રંથમાં શી શી વિશેષતા અને વિવિધતાઓ હશે, એ આપણે ખરા સ્વરૂપમાં સમજી શકીએ તેમ નથી. તે છતાં અનુયોગઠારસૂત્ર ઉપરની હરિભકી વૃત્તિ( ઉલ્લેખ ૭)માં પાંચ મહામેધોનું વર્ણન જેવાં માટે પ્રથમાનુયોગ જેવાની ભલામણ કરી છે. એ ઉપરથી પ્રથમાનુયોગમાં પ્રસંગે પ્રસંગે ઘણી ઘણી હકીકતોનો સમાવેશ હોવાનો સંભવ છે. ૪. સમવાયાંગ સૂત્ર અને નંદિસૂત્ર( ઉલ્લેખ ૮-૮)માં પ્રથમાનુયોગને બદલે મૂલપ્રથમાનુયોગ નામ મળે છે, તેનું કારણ મને એ લાગે છે કે- જ્યાં સુધી સ્થવિર આર્યકાલકે પ્રથમાનુયોગનો પુનરુદ્ધાર નહોતો કર્યો ત્યાં સુધી સૂત્રકાલીન પ્રથમાનુયોગને પ્રથમાનુયોગ નામથી જ ઓળખવામાં આવતો હશે, પરંતુ સ્થવિર આર્યકાલકે એ ગ્રંથનો ઉદ્ધાર કર્યા બાદ સૂત્રકાલીન પ્રથમાનુયોગને મૂલપ્રથમાનુયોગ નામ આપ્યું હોવું જોઈએ. જો કે સમવાયાંગસૂત્રનદિસૂત્રના ચૂણ–વૃત્તિકારોએ વ્યુત્પન્યર્થસિદ્ધ કેટલાક વૈકલ્પિક લાક્ષણિક અર્થો આપ્યા છે, પણ મારી સમજ પ્રમાણે એ વાસ્તવિક અર્થને સ્પર્શ નથી કરતા. જે પ્રથમાનુયોગમાં માત્ર તીર્થકરોનાં જ ચરિત્રો હોત તો ચૂર્ણ વૃત્તિકારોના અર્થે લાક્ષણિક ન રહેતાં વાસ્તવિક બની જાત. પરંતુ આપણે સંભાવના કરી શકીએ છીએ ત્યાં સુધી પ્રથમાનુયોગમાં માત્ર તીર્થકરોનાં જ ચરિત્રો હોય અને તેમની સાથે અનિવાર્ય રીતે સંબંધ ધરાવતા ચક્રવર્તિ-વાસુદેવાદિનાં ચરિત્રો હોય જ નહિ, એ કદીયે બનાવાયોગ્ય નથી. એટલે પ્રથમાનુયોગમાં માત્ર તીર્થકરોનાં ચરિત્રો હોવાની વાત નંદિસૂત્ર-સમવાયાંગસૂત્રમાં મળતી હોય કે માત્ર તીર્થંકર-ચક્રવતિ–દશારોનાં ચરિત્રો હોવાની વાત પંચક૫ભાષ્યાદિમાં મળતી હોય તો પણ આપણે એ સમજી જ લેવું જોઈએ કે પ્રથમાનુયોગમાં ઉપર કહેવામાં આવ્યું તેમ ત્રેસઠ શલાકા પુરુષ અને તે સાથે સંબંધ ધરાવતી અનેક વ્યક્તિઓનાં ચરિત્રોનો સમાવેશ થવો જોઈએ. એટલે ચૂણ–વૃત્તિકારોની વ્યાખ્યાને આપણે અહીં લાક્ષણિક જ સમજવી જોઈએ. દિગંબર આચાર્ય શ્રી શુભચંદ્ર પ્રણીત અંગપણરીમાં પ્રથમાનુયોગમાં શું છે તે વિષે આ હકીકત જણાવી છે पढम मिच्छादिहिं अव्वदिकं आसिदूण पडिवज्ज । अणुयोगो अहियारो वुत्तो पढमाणुयोगो सो ॥ ३५ ॥ चउवीसं तित्थयरा पइणो बारह छखंडभरहस्स । णव बलदेवा किण्हा णव पडिसत्तू पुराणाई ।। ३६ ॥ तेसिं वणंति पिया माई जयराणि तिण्ह पुव्वभवे । पंचसहस्सपयाणि य जत्थ हु सो होदि अहियारो ॥ ३७॥ દ્વિતીય અધિકાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8