Book Title: Prathamanuyog Shastra ane tena Praneta Sthavir Aryakalaka Author(s): Punyavijay Publisher: Z_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf View full book textPage 4
________________ પર આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ अन्ने य एवमाइया भावा मूलपढमाणुओगे कहिया आघविज्जंति पण्णविज्जंति परूविज्जंति, से त्तं मूलपढ़माणुओगे । से किं तं गंडियाणुओगे ? २ अणेगविहे पण्णत्ते, तं जहा -कुलगरगंडियाओ तित्थगरगंडियाओ चकरगंडिआओ दसारगंडियाओ वासुदेवगंडियाओ हरिवंसगंडियाओ भद्दवाहुगंडियाओ तवोकम्मगंडियाओ चित्तंतरगंडियाओ उस्सप्पिणीगंडियाओ ओसप्पिणीगंडियाओ अमर-नर- तिरिय निरयगइगमणविविहपरियडणाणुओगे, एवमाइयाओ गंडियाओ आघविज्जति पण्णविनंति परूविजंति, से त्तं गंडियाणुओगे । સમાવાયાંગસૂત્ર સૂત્ર ૧૪૭, અનુયોગ શું છે ? અનુયોગ એ પ્રકારે છે : મૂલપ્રથમાનુયોગ અને ગંડિકાનુયોગ. મૂલપ્રથમાનુયોગ શું છે? મૂલપ્રથમાનુયોગમાં અરહંત ભગવંતોના પૂર્વભવો, દેવલોકમાં અવતાર, દેવલોકથી ગુજરવું, જન્મ, મેરુ ઉપર જન્માભિષેક, રાજ્યપ્રાપ્તિ, દીક્ષાની પાલખી, દીક્ષા, તપસ્યા, કૈવલજ્ઞાનપ્રાપ્તિ, ધર્મપ્રવર્તન, સંધયણુ, સંઠાણુ, ઊંચાઈ, આયુષ્ય, શરીરનો વર્ણવિભાગ, શિષ્યો, સમુદાયો, ગણધરો, સાધ્વીસંખ્યા, પ્રવર્તનીઓ——સમુદાયની આગેવાન સાધ્વીઓ, ચતુર્વિધ સંઘની જનસંખ્યા, કેવળજ્ઞાની મન:પર્યાયજ્ઞાની અવધિજ્ઞાની ચતુર્દશપૂર્વધરો વાદીઓ અનુત્તરવિમાનગામીઓની અને સિદ્ધોની સંખ્યા, જેટલા ઉપવાસ કરી સિદ્ધિમાં ગયા ઇત્યાદિ ભાવોનું વર્ણન પ્રથમાનુયોગમાં કરાયું છે. ગંડિકાનુયોગ એટલે શું? ગંડિકાનુયોગ અનેક પ્રકારે છે—કુલકરગંડિકાઓ, તીર્થંકરગંડિકાઓ, ચક્રવર્તિગંડિકાઓ, દારચંડિકાઓ, વાસુદેવગંડિકાઓ, હરિવંશગંડ્રિકાઓ, ભદ્રબાહુગંડિકાઓ, તપઃકર્મગંડિકાઓ, ચિત્રાંતરગંડિકાઓ, ઉત્સર્પિણીગંડિકાઓ, અવસર્પિણીગંડિકાઓ, દેવ-મનુષ્યતિર્યંચ-નરકગતિ પરિભ્રમણ આદિને લગતી ગંડિકાઓ ઇત્યાદિ હકીકતો ગંડિકાનુયોગમાં કહેવાઈ છે. ૯ નિસૂત્રમાં સૂત્ર ૫૬માં સમવાયાંગ સૂત્રને મળતો જ પાડે છે; * * * ઉપર એકી સાથે જે અનેક ઊતારાઓ આપવામાં આવ્યા છે તે ‘પ્રથમાનુયોગ શું છે?’તે વિષે વિશિષ્ટ પ્રકાશ પાથરનારા ઉલ્લેખો છે. આજે કોઈક કોઈક વિરલ વ્યક્તિઓને બાદ કરતાં ભાગ્યે જ કોઈને ખબર હશે કે “ પ્રથમાનુયોગ એ ધર્મકથાનુયોગને લગતો વિસ્તૃત અને વિશિષ્ટ ગ્રંથ હતો.” એ ગ્રંથ આ યુગમાં જ અપ્રાપ્ય થઈ ગયો છે એમ નથી, પરંતુ સકાઓ પૂર્વે તે નષ્ટ થઈ ગયો છે-ખોવાઈ ગયો છે. આજે માત્ર એ ગ્રંથ વિશેની સ્થૂલ માહિતી પૂરી પાડતા કેટલાક વીખરાયલા ઉલ્લેખો જ આપણા સામે વર્તમાન છે, આમ છતાં આ વિરલ ઉલ્લેખો દ્વારા આપણને કેટલીક એ ગ્રંથ અંગેની અને તે સાથે કેટલીક બીજી પણ મહત્ત્વની હકીકતો જાણવા મળી શકે છે. આપણે અનુક્રમે તે જોઈ એ : Jain Education International * ૧. ઉપર આપેલાં પ્રાચીન અવતરણો પૈકી ત્રીજા અને ચોથા ઉલ્લેખથી એ વાત સ્પષ્ટ થાય છે કે પ્રાચીન કાળમાં એટલે સૂત્રકાળમાં પ્રથમાનુયોગ નામનો ગ્રંથ હતો જ, જેને નંદિસૂત્રકાર અને સમવાયાંગત્રકારે મૂલપ્રથમાનુયોગ નામથી ઓળખાવેલ છે. પરંતુ કાળબળે તે લુપ્ત થઈ જવાને લીધે તેમાંની જે અને જેટલી હકીકતો મળી આવે તે આધારે તેનો પુનરુદ્ધાર સ્થવિર આર્યકાલકે કર્યો હતો. વસુદેવહિંડી, આવશ્યકચૂÇ, આવશ્યક સૂત્ર અને અનુયોગદ્દારસૂત્રની હારિભદ્દી વૃત્તિ આદિમાં પ્રથમાનુયોગના નામનો જે ઉલ્લેખ છે તે આ પુનરુદ્ઘતિ પ્રથમાનુયોગને લક્ષીને છે. જ્યારે આવશ્યક સૂત્રની નિયુક્તિમાં ( અવતરણ ૧ ) આવતો પ્રથમાનુયોગ નામનો ઉલ્લેખ સંભવ છે કે મૂલપ્રથમાનુયોગને લક્ષીને પણ હોય ! For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8