Book Title: Prathamanuyog Shastra ane tena Praneta Sthavir Aryakalaka Author(s): Punyavijay Publisher: Z_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf View full book textPage 1
________________ // જયતુ વીતરામ | પ્રથમાનુયોગશાસ્ત્ર અને તેના પ્રણેતા સ્થવિર આર્યકાલિક મુનિશ્રી પુણ્યવિજ્યજી परिआओ पव्वज्जाभावाओ नत्थि वासुदेवाणं । होइ बलाणं सो पुण पढमणुओगाओ णायन्वो ॥ સાવર#િનિર્યુક્તિ માથા ૪૨૨. દીક્ષા લઈ ન શકવાને કારણે વાસુદેવોનો દીક્ષા પર્યાય નથી પણ બલદેવ દીક્ષા સ્વીકાર કરે છે માટે તેમનો દીક્ષા પર્યાય છે. તે અમે અહીં જણાવતા નથી એટલે જેઓ જાણવા ઈચ્છે તેમણે પ્રથમાનુયોગથી તે જાણી લેવો. तत्थ ताव सुहम्मसामिणा जंबूनामस्स पढमाणुओगे तित्थयर-चक्कवट्टि-दसारवंसपरूवणागयं वसुदेवचरियं कहियं ति । वसुदेवहिंडी प्रथमखंड पत्र २ સુધર્માસ્વામિએ જંબૂ નામના પોતાના શિષ્ય સમક્ષ પ્રથમાનુયોગના વ્યાખ્યાન પ્રસંગે તીર્થંકર ચક્રવર્તી અને દશારોનું ચરિત્ર વર્ણવતાં વસુદેવનું ચરિત્ર કહ્યું હતું. मेहावीसीसम्मि ओहामिए कालगज्जथेराणं । सज्झतिएण अह सो खिंसंतेणं इमं भणिओ॥ १५३८ ।। સ્થવિર આર્યકાલકનો બુદ્ધિમાન શિષ્ય દીક્ષા મૂકીને ઘરવાસમાં ચાલ્યો ગયો ત્યારે તેમના સહાધ્યાયીએ તેમને (કાલકાર્યને) ઉપહાસ કરતાં આ પ્રમાણે કહ્યું: अतिबहुतं मेऽधीतं ण य णातो तारिसो महत्तो उ। जत्थ थिरो होइ सेहो निक्खंतो अहो! हु बोद्धव्वं ॥ १५३९ ॥ આપ ઘણું ભણ્યા, પણ તેવું મુહૂર્ત નથી જાણી શક્યા કે જે મુહૂર્તમાં નિદ્ધાંત એટલે દીક્ષા લીધેલો શિષ્ય સ્થિર રહે. અહો ! હજુ આપને પણ કેટલું જાણવાનું છે ? तो एव स ओमत्थं भणिओ अह गंतु सो पतिढाणं । आजीविसगासम्मी सिक्खति ताहे निमित्तं तु ॥ १५४० ॥ આ પ્રમાણે જ્યારે સહાધ્યાયીએ કાલકાર્યને તેમની ઊણપ જણાવી ત્યારે તેમણે પ્રતિષ્ઠાનપુરમાં જઈને આજીવકોની પાસે નિમિત્તવિઘાને અભ્યાસ કર્યો. अह तम्मि अहीयम्मी वडहेढ निविद्व अन्नयकयाति । सालाहणो णरिंदो पुच्छतिमा तिण्णि पुच्छाओ ।। १५४१ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8