Book Title: Prasad Mandana Author(s): Bhagwandas Jain Publisher: Bhagwandas Jain View full book textPage 6
________________ પ્રાસાદ બાંધવાનું કારણ: પ્રાસાદને અર્થ દેવમંદિર અને રાજમહેલ થાય છે. તેમાં આ પ્રાસાદમંડન ગ્રંથ દેવમંદિર સંબંધનો : છે. તે બંધાવવા સંબંધમાં શાસ્ત્રકા सुरालयो विभूत्यर्थ भूषणार्थ पुरस्य तु । नराणां भुक्तिमुक्त्यर्थ सत्यार्थ चैव सर्वदा ।। लोकानां धर्महेतुश्च ब्रीडाहेतुश्च स्वर्भुवाम् । જીપુરાર્થે ૪ નાં #હશાળા ! ' (અપ૦ સૂત્ર ૧૧૫) મનુષ્યોના ઐશ્વર્યને માટે, નગરના ભૂણિરૂપ કોભાને માટે, મનુષ્યોને અનેક પ્રકારની બેગસામગ્રી અને મુક્તિ આપનાર હોવાથી, સત્યની સદા પૂર્ણતા માટે લેકેને ધના કારણભૂત હોવાથી, દેને ક્રિીડા કરવાના હેતુભૂત હોવાથી, કીર્તિ, આયુષ્ય અને યશને ખાતર તેમજ રાજાના કલ્યાણ અર્થે દેવાલય બંધાવવામાં આવે છે. ચૌદ રાજલોકના દેએ એકઠા મળીને શિવલિંગના આકારવાળી મહાદેવની અનેક પ્રકારે પૂજ કરી તેથી પ્રાસાદની ચૌદ જાતિ ઉત્પન્ન થઈ. તેમાં મુખ્ય ચેરસ, લંબચોરસ, ગે ળ, લંબગોળ અને અષ્ટાસ્ત્ર (આઠ કેણ), એ પાંચ આકૃતિવાળા પ્રાસાદે બ્રહ્માએ શિવજીના કહેવાથી બનાવ્યા. તેમાં ચોરસ આકૃતિવાળા પ્રાસાદની ૫૮૮, લંબચોરસ પ્રાસાદની ૩૦૦, ગોળ પ્રાસાદની ૫૦૦, લંબગોળ પ્રસાદની ૧૫૦ અને અષ્ટાઢની ૩૫૦ જાતિ છે. તેમાં મિશ્રજાતિના ૧૧૨ બેક મેળવવાથી બે હજાર જાતિના પ્રાસાદ થાય છે. તે દરેકના પચીસ પચીસ ભેદ કરીએ તે પચાસ હજાર ભેદ થાય. આ દરેકની આઠ આઠ વિભક્તિઓ કરવાથી કુલ ચાર લાખ પ્રાસાદના પ્રકાર થાય, તેનું સવિસ્તર વર્ણન જાણ નારાને “ સ્થપતિ ” ( સૂત્રધાર) કહેવામાં આવે છે. પ્રાસાદની શ્રેષ્ઠતા : ભાસ્તીય સંસ્કૃતિમાં પ્રાસાદનો ઘણો આદર છે, એટલું નહિ પણ તેને પૂજનીય પણ માનવામાં આવે છે. તેનું કારણ એમ જણાય છે કે –“સારો સ્ટિમિન્યુ જી વીરા જ’ પ્રાસાદ એ શિવલિંગનું સ્વરૂપ છે. શિવલિંગને જેમ પીઠિકા છે, તેમ પ્રાસાદને પણ જગતરૂપ પીઠિકા છે. તેને જે ચરસ વિભાગ છે, તે બ્રહ્મભાગ અને તેની ઉપરનો અષ્ટાસ્ત્ર વિભાગ છે તે વિષ્ણુભાગ અને તેની ઉપરને જે ગોળ શિખરનો ભાગ છે તેને શિવલિંગ સ્વરૂપ માનવામાં આવે છે. - બીજું કારણ એ જણાય છે કે, પ્રાસાદના દરેક અંગોમાં અને ઉપાંગોમાં દેવ-દેવીઓનો વિન્યાસ રીને પ્રતિષ્ઠા સમયમાં તેનો અભિષેક કરવામાં આવે છે. એટલે પ્રાસાદ સર્વદેવમય બની જાય છે. ત્રીજું કારણ એમ પણ માની શકાય કે, પ્રાસાદના મધ્યમાં મૂળ પાશ્મથી એક નાળી (જેને ગનાળ અથવા બ્રહ્મની કહે છે કે દેવના સિંહાસન સુધી રાખવામાં આવે છે. તેનું કારણ એમ મનાય છે કે, પ્રાસાદના ગર્ભગૃહના પાયાની મધ્યમાં જલચર જીવોની આકૃતિવાળી એક “ ધારણી નામની શિલા સ્થાપન કરવામાં આવે છે, તેની ઉપર સેના અથવા રૂપાને કૂર્મ ( કાચબા ) રાખીને, ગનાળ મૂકવામાં આવે છે. આ ધારણી શિલા ઉપર જલચર જીવોની આકૃતિએ હેવાથી તે શિલાને ક્ષીરસમુદ્રમાં શેષશાયી ભગવાન સ્વરૂપ ધારણું શિલા માનવામાં આવે છે. તેના નાભિકમલમાંથી યોગનાળાં, સ્વરૂપ કમલદંડ ઉત્પન્ન થયેલ છે અને તેની ઉપર બ્રહ્માની ઉત્પત્તિ જે માનવામાં આવે છે તે બ્રહ્મસ્વરૂપ પ્રતિષ્ઠિત દેવ મનાય છે.Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 290