Book Title: Pragnapana Sutra Part 02
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 7
________________ श्री प्रज्ञापना सूत्र પ્રજ્ઞાપના સૂત્રના પ્રકાશનો-વ્યાખ્યાઓ : - સંસ્કૃત છાયા અને મલયગિરિ ટીકા સાથે ૧૮૮૪માં ધનપતસિંહ બાબુ દ્વારા. • – મલયગિરિ સૂરિ ટીકા સાથે પ્રતાકારે બે ભાગમાં, પ્ર. આગમોદય સમિતિ ૧૯૧૮-૧૯. -આનું પુસ્તકાકારે પુનર્મુદ્રણ કેટલાક પાઠભેદ ટિપ્પણ ઉમેરવાપૂર્વક મુનિશ્રી દિવ્યરત્નવિજયજી અને મુનિશ્રી અજિતશેખર વિજયજી મહારાજના પ્રયાસથી બેંગ્લોર-આદિનાથ શ્વેતામ્બર સંઘ દ્વારા થયું છે. – પં. ભગવાનદાસ હર્ષચન્દ્ર દ્વારા કરાયેલ આ મલયગિરિસૂરિ ટીકા સહિત ગ્રંથનો ગુજરાતી અનુવાદ વિ.સં. ૧૯૯૧માં દેવનાગરી લિપિમાં પ્રતાકારે ત્રણ ભાગમાં બહાર પડેલ છે. ઉપા.યશોવિજયજીએ ૧૧મા ભાષાપદનું વિવેચન કર્યું છે. આનો પ. ભગવાનદાસે કરેલ અનુવાદ પણ આમાં છપાયો છે. પ્રસ્તુત પ્રકાશન આ જ સંસ્કરણનું કેટલીક વિશિષ્ટતાઓ જોડવાપૂર્વક પુનર્મુદ્રણ છે. - આ. અભયદેવસૂરિ કૃત ‘તૃતીયપદ સંગ્રહણી” ૧૩૩ શ્લોક પ્રમાણ લઘુરચના છે. - આ સંગ્રહણી ઉપર ૧૮મી સદીમાં કુલમંડનગણિએ અવચૂરી લખી છે. - વનસ્પતિસપ્તતિકા કે વનસ્પતિવિચાર પણ ૭૧ ગાથામાં રચાયેલી રચના છે. - મુનિ પુણ્યવિજયજી આદિ સંપાદિત મૂળ આગમગ્રંથ મહાવીર વિદ્યાલય દ્વારા પ્રકાશિત છે ઈ.સ. ૧૯૬૯, ૧૯૭૧. - ઉવાંગસૂતાણિ ભા.માં પણ પ્રજ્ઞાપનાસૂત્ર છપાયું છે. પ્ર. જૈન વિશ્વભારતી લાડનુ. -આગમ પ્રકાશન બાવર દ્વારા હિંદિવિવેચન સાથે મૂળ ગ્રંથ પ્રગટથયો છે. આ સંસ્કરણની પ્રસ્તાવના આ ગ્રંથમાં અન્યત્ર આપવામાં આવી છે. . આ ઉપરાંત પણ કેટલાક સ્થળેથી આ આગમગ્રંથ પ્રગટ થયેલ છે. - આ. હરિભદ્રસૂરિ કૃત પ્રદેશ વ્યાખ્યા (ગ્રંથાગ્ર ૩૭૨૮) ઋષભદેવ કેશરીમલ સંસ્થા રતલામથી ઈ.સ. ૧૯૪૭માં પ્રગટ થયેલ છે. આ ઉપરાંત પદ્મસૂરિ કૃત અવસૂરિ, ધનવિમલ અને જીવવિજય કૃત બાલાવબોધો, પરમાનંદજી કૃત ટબ્બો (સં.૧૮૭૬) જયાચાર્ય (તેરાપંથી આચાર્ય) કૃત પન્નવણાની જોડ વગેરે રચનાઓ છે. ગ્રંથકાર : - ' પ્રસ્તુત ઉપાંગગ્રંથની રચના આર્ય શ્યામાચાર્યજીએ કરી છે. તેઓશ્રીની ખ્યાતિ કાલકાચાર્ય (પ્રથમ) તરીકે પણ થયેલી છે. ભગવાન શ્રી સુધર્માસ્વામિજીના ૨૩મા પટ્ટધર યુગપ્રધાન આચાર્ય તરીકે તેઓશ્રીએ ૯૬ વર્ષના દીર્ઘ આયુષ્ય દરમિયાન ઘણી ઘણી જિનશાસનની પ્રભાવના કરી છે. દ્રવ્યાનુયોગનું એમનું જ્ઞાન અદ્ભૂત હતું. જ્યારે સૌધર્મેન્દ્ર મહારાજાએ શ્રી સીમંધરસ્વામિ ભગવાનના શ્રીમુખેથી નિગોદનું વર્ણન સાંભળ્યા પછી પ્રભુને પૂછ્યું છે ભગવંત આવું વર્ણન મારા ભરતક્ષેત્રમાં કોઈ કરી શકે તેવું છે? ત્યારે પ્રભુએ કાલકાચાર્યનું નામ આપ્યું અને ઇન્દ્ર મહારાજાએ વૃદ્ધ-બ્રાહ્મણના રૂપે આવી આચાર્ય મહારાજના દર્શનાદિ કર્યા વગેરે ઘટનાઓ પ્રબંધો વગેરેમાં નોંધાઈ છે. આવી ઘટના આર્યરક્ષિતસૂરિજીના ચરિત્રમાં પણ જોવા મળે છે.) આર્ય શ્યામાચાર્યજીનો જન્મવી.સં. ૨૮૦માં થયો હતો.વ.સં. ૩૦૦માં દીક્ષા લઈ આ ગુણાકરસૂરિ (મેઘગણી)ના શિષ્ય બન્યા. વી.નિ.સં. ૩૩૫માં યુગપ્રધાન પદે આરૂઢ થયા. વી. સં. ૩૭૬માં સ્વર્ગગમન. ગ્રંથકારશ્રીની શાસનપ્રભાવના: '. સંપ્રતિ રાજાના અવાબોધ તીર્થના જિર્ણોદ્ધાર પછી મિથ્યાત્વ-દૃષ્ટિદેવોએ ઉપસર્ગ કર્યો ત્યારે શ્યામાચાર્યજીએ તેની રક્ષા કરી ત્યાં જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. તેઓ એકલિંગજીની બીજી આગમવાચનામાં હાજર હતા. આ રીતે તેઓ

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 404