Book Title: Pragnapana Sutra Part 02
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 10
________________ पन्नरसं इंदियपयं बीओ उद्देसो दव्विंदियदारं श्री प्रज्ञापना सूत्र भाग २ LIીરસોત્તરમંgોવાવયં II || gોગમેચવરૂi ||. कतिविहे णं भंते! पओगे पन्नते? गोयमा! पण्णरसविहे पओगे पन्नत्ते, तं जहा–सच्चमणप्पओगे १, असच्चमणप्पओगे २, सच्चामोसमणप्पओगे ३, असच्चामोसमणप्पओगे ४, एवं वइप्पओगे वि चउहा ८, ओरालियसरीरकायप्पओगे ९, ओरालियमीससरीरकायप्पओगे १०, वेउब्वियसरीरकायप्पओगे ११, वेउब्वियमीससरीरकायप्पओगे १२, आहारकसरीरकायप्पओगे १३,आहारगमीससरीरकायप्पओगे १४, (तेया) कम्मासरीरकायप्पओगे १५ ।।सू०-१।।४६०।। (મૂ9) હે ભગવન્! કેટલા પ્રકારનો પ્રયોગ કહ્યો છે? હે ગૌતમ! પંદર પ્રકારનો પ્રયોગ કહ્યો છે. તે આ પ્રમાણે-૧ સત્યમનઃપ્રયોગ, ૨ અસત્ય મનઃપ્રયોગ, ૩ સત્યમૃષા મનઃપ્રયોગ, ૪ અસત્યામૃષા મનઃપ્રયોગ, ૫-૮ એ પ્રમાણે વચનપ્રયોગ પણ ચાર પ્રકારનો છે. ૯ ઔદારિકશરીરકાયપ્રયોગ, ૧૦ દારિકમિશ્રશરીરકાયપ્રયોગ, ૧૧ વૈક્રિયશરીરકાયપ્રયોગ, ૧૨ વૈક્રિયમિશ્રશરીરકાયપ્રયોગ, ૧૩ આહારકશરીરકાયપ્રયોગ, ૧૪ આહારકમિશ્રશરીર–કાયપ્રયોગ, ૧૫ તેજસકાર્મણશરીરકાયપ્રયોગ. //૧/૪૬oll (ટી૦) એ પ્રમાણે પંદરમા પદની વ્યાખ્યા કરી, હવે સોળમા પદનો આરંભ કરાય છે. તેનો આ સંબન્ધ છે. અહીં પૂર્વના પદમાં પ્રધાનપદ-મોક્ષનું કારણ હોવાથી અને ઇન્દ્રિયવાળાનેજ વેશ્યાદિ પરિણામનો સદ્ભાવ હોવાથી વિશેષરૂપે ઇન્દ્રિય પરિણામ કહ્યા છે, ત્યાર પછી અહીં પરિણામનું સમાનપણું હોવાથી પ્રયોગપરિણામનું પ્રતિપાદન કરાય છે, તેમાં આ પ્રથમ સૂત્ર‘વિરે પોતે પન્ન' હે ભગવન્! કેટલા પ્રકારનો પ્રયોગ કહ્યો છે? અહિં ‘' વાક્યાલંકારમાં છે. પ્ર ઉપસર્ગ પૂર્વક હત યોગ-વ્યાપાર અર્થમાં છે. તેને ભાવ-ક્રિયાના અર્થમાં “ઘ' પ્રત્યય લાગી પ્રયોગ શબ્દ થાય છે. તેનો અર્થ પરિસ્પન્દ ક્રિયા અથવા આત્મવ્યાપાર એવો થાય છે, પ્રવર્ષે યુન્યન્તનેન–જે વડે ક્રિયાઓમાં અથવા સાંપરાયિક-કાષાયિક કે ઇર્યાપથ-યોગનિમિત્તક કર્મની સાથે આત્મા જોડાય તે પ્રયોગ. અહીં કરણ અર્થમાં ‘ઘમ્' પ્રત્યય થયો છે. ભગવાન્ ઉત્તર કહે છે–પંદર પ્રકારનો પ્રયોગ છે.' તે પંદર પ્રકાર બતાવે છે–૧ “સમMUગોરો' ઇત્યાદિ. સત્યમનપ્રયોગ સાધુ: સત્ય:' સતને સાધુ–હિતકારી હોય તે સત્ય. સત્-સપુરુષો, મુનિઓ અથવા પદાર્થો, તેને એટલે મુનિઓને મુક્તિને પ્રાપ્ત કરાવનાર હોવાથી હિતકારી અને યથાર્થ સ્વરૂપના ચિન્તન વડે પદાર્થોને હિતકારી તે સત્ય. જેમકે “જીવ છે, સઅસરૂપ છે અને શરીરમાત્ર વ્યાપી છે' ઇત્યાદિરૂપે યથાર્થ વસ્તુનું ચિન્તન કરનાર સત્ય મન, તેનો પ્રયોગ-વ્યાપાર તે સત્યમન પ્રયોગ. ૨ ‘સર્વ પાપોળ' સત્યથી વિપરીત તે અસત્ય, જેમકે “જીવ નથી, અથવા એકાન્ત સત્ છે' ઇત્યાદિ કુવિકલ્પ કરનાર મન, તેનો પ્રયોગ-વ્યાપાર તે અસત્યમનઃપ્રયોગ. ૩ ‘સક્વામોસણખોરો' સત્યમૃષા-સત્યાસત્ય, જેમકે ધવ, ખેર અને પલાશાદિ વડે મિશ્ર ઘણા અશોક વૃક્ષો છતાં આ અશોકવન છે' એવો વિકલ્પ કરવામાં તત્પર તે સત્યમૃષામનઃપ્રયોગ, તેમાં કેટલાએક અશોકવૃક્ષો હોવાથી સત્ય છે, અને બીજા પણ ધવ, ખેર વગેરે ઝાડો હોવાથી અસત્ય છે. એ પ્રમાણે વ્યવહારનયના મતથી કહેવાય છે, પણ વાસ્તવિક રીતે તો આ અસત્ય જ છે, કારણ કે જેવી રીતે ચિંતવેલ છે તેવા પ્રકારના અર્થનો અભાવ છે. ૪ - ‘સન્નામોસમMખમોને' જે સત્ય નથી તેમ અસત્ય પણ નથી તે અત્યામૃષા, અહીં વિપ્રતિપત્તિ-મતભેદ હોય ત્યારે પદાર્થને સ્થાપન કરવાની બુદ્ધિથી સર્વજ્ઞના મતને અનુસાર વિચાર કરાય, જેમ કે “જીવ છે, અને તે સાસસ્વરૂપ છે. તે આરાધક હોવાથી સત્ય છે. મતભેદ હોય ત્યારે વસ્તુને સ્થાપન કરવાની બુદ્ધિથી સર્વજ્ઞના મતથી વિરુદ્ધ પ્રતિકૂલપણે વિચારાય, જેમકે “જીવ નથી, અથવા તે એકાન્ત નિત્ય અથવા અનિત્ય છે” ઇત્યાદિ વિરાધક હોવાથી અસત્ય છે. અને જે વસ્તુને સ્થાપન કરવાની ઇચ્છા સિવાય સ્વરૂપમાત્રનો વિચાર કરવામાં તત્પર હોય, જેમકે “દેવદત્ત! ઘટ લાવ, ગાયની યાચના કર' ઇત્યાદિ

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 404