Book Title: Pragnapana Sutra Part 01
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 13
________________ श्री प्रज्ञापना सूत्र भाग १ વિચારણામાં બન્નેમાં થોડો ફેર છે, તે એ કે પ્રજ્ઞાપનામાં આ અલ્પબહુતમાં કુલ૯૮ ભેદો લીધા છે, જ્યારેષખંડાગમમાં તેની સંખ્યા ૭૮ છે. આનું કારણ પ્રભેદોનો ગૌણ–મુખ્ય ભાવ ગણવું જોઈએ. પણ ખાસ વાત એ છે કે બન્ને આ વિચારણાને? મહાદેડક' એવું એક જ નામ આપે છે, જે બન્નેની સામાન્ય પરંપરાનું સૂચન કરે છે. વળી, પ્રજ્ઞાપનાગત વત્તફસ્સામાં પ્રયોગ અને ષટ્રખંડાગમગત સ્રાવળ્યો' પ્રયોગ પણ સૂચક છે. પ્રજ્ઞાપનાસૂત્રનું બીજું પદ “સ્થાનપદ' છે, તેમાં નાનાપ્રકારના – એકેન્દ્રિયથી માંડીને સિદ્ધના –જીવો લોકમાં ક્યાં ક્યાં છે તેનું વર્ણન છે. આ જ પ્રકારનું વર્ણન પખંડાગમના બીજા ખંડમાં ક્ષેત્રાનુગમ નામના પ્રકરણમાં (પુસ્તક ૭, પૃષ્ઠ ૨૯૯થી) છે. ભેદ માત્ર એ છે કે તેમાં ગતિ આદિ દ્વારા વડે ક્ષેત્રનો વિચાર છે, જ્યારે પ્રજ્ઞાપનામાં ક્રમે એકેન્દ્રિયથી માંડી સિદ્ધ સુધીના જીવોના ક્ષેત્રનો વિચાર છે. પ્રજ્ઞાપનામાં નિરૂપણ વિસ્તૃત છે, જ્યારે પખંડાગમમાં સંક્ષિપ્ત છે. પ્રજ્ઞાપનામાં અલ્પબદુત્વ અનેક દ્વારો વડે વિચારાયું છે. તેમાં જીવ-અજીવ બન્નેનો વિચાર છે. ષખંડાગમમાં પણ ૧૪ ગુણસ્થાનોમાં ગત્યાદિ માર્ગણાસ્થાનો વડે જીવના અલ્પબદુત્વનો વિચાર છે, જે પ્રજ્ઞાપનાથી વધારે સૂક્ષ્મ છે. ઉપરાંત, પખંડાગમમાં માત્ર ગત્યાદિ માર્ગણાની દૃષ્ટિએ પણ અલ્પબદુત્વનો વિચાર જોવા મળે છે, તેમાં પ્રજ્ઞાપનાના અલ્પબદુત્વની માર્ગણાનાં દ્વારા ૨૬ છે, જ્યારે પખંડાગમમાં ગત્યાદિ ૧૪ દ્વારો છે. તેમાંનાં ગત્યાદિ ૧૪ બન્નેમાં સમાન છે, જે નીચેની સૂચીથી જાણવા મળે છે – પખંડાગમ (પુસ્તક ૭, પૃષ્ઠ પ૨૦) પ્રજ્ઞાપના પખંડાગમ (પુસ્તક ૭, પૃષ્ઠ પ૨૦) ૧. દિશા ૧૪. આહાર ૧૪. આહારક ૨. ગતિ ૧. ગતિ : ૧૫. ભાષક ૩. ઇન્દ્રિય ૨. ઇન્દ્રિય ૧૬. પરિત્ત ૪. કાય ૩. કાય ૧૭. પર્યાપ્ત ૫. યોગ ૪. યોગ ૧૮. સૂક્ષ્મ ૫. વેદ ૧૯. સંજ્ઞી ૧૩. સંશી કષાય ૬. કષાય ૨૦. ભવ ભવ્ય લેશ્યા ૧૦. વેશ્યા ૨૧. અસ્તિકાય ૯. સમ્યક્ત : ૧૨. સમ્યક્ત ૨૨. ચરિમ ૧૦. જ્ઞાન ૭. જ્ઞાન ૨૩. જીવ ૧૧. દર્શન ૯. દર્શન ૨૪. ક્ષેત્ર ૧૨. સંયત ૮. સંયમ ૨૫. બંધ ૧૩. ઉપયોગ ૨૬. પુદ્ગલ ધ્યાન દેવાની વાત એ છે કે પ્રજ્ઞાપના અને પખંડાગમ બન્નેમાં આ પ્રકરણને અંતે “મહાદંડક છે-જુઓ પુસ્તક૭, પૃષ્ઠ પ૭પ. આ પહેલાં જણાવ્યા પ્રમાણે આ મહાદંડકમાં ૯૮ જીવ ભેદો પ્રજ્ઞાપનામાં છે; જ્યારે પખંડાગમમાં ૭૮ છે. ઉપરની સૂચીથી એ પણ જણાય છે કે વિચારણીય દ્વારોની સંખ્યા પણ પ્રસ્તુત પ્રકરણમાં પ્રજ્ઞાપનામાં વધારે છે. આ ઉપરથી કહી શકાય કે પ્રજ્ઞાપનાનું 4 8 8 8 1. પખંડાગમમાં અન્યત્ર પણ 'મહાતંગ' શબ્દનો પ્રયોગ છે – પુસ્તક ૧૪, સૂત્ર ૬૪૩, પૃષ્ઠ ૫૦૧; પુસ્તક ૧૧, સૂત્ર ૩૦ માં – 'મોક્ષમદાવંડો' પુસ્તક ૬, સૂત્ર ૧, પૃષ્ઠ ૧૪૦, ૧૪૨ 2. પખંડાગમ, પુસ્તક ૫, પૃષ્ઠ ૧૪૧ થી. 3. એજન, પુસ્તક ૭, પૃષ્ઠ ૫૨૦ થી. 4. પ્રજ્ઞાપના, પદ ૧૮માં પણ આમાંના ૧, ૨૪-૨૬ એ વિનાં ૨૨ તારોમાં વિચાર છે – સૂત્ર ૧૨૫૯ 10 . –

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 554