Book Title: Pragnapana Sutra Part 01
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 17
________________ श्री प्रज्ञापना. सूत्र भाग १ ‘જુવો વ્યાવયન્તિ’ ૧૫૨– એવા ઉલ્લેખો આ વ્યાખ્યામાં મળે છે. વળી, એ વાત તો નિશ્ચિત જ છે કે આની ઉક્ત ચૂર્ણિ સિવાય પણ અન્ય એક કે અનેક વ્યાખ્યા આચાર્ય હરિભદ્રસૂરિજી પૂર્વે હશે જ, કારણ કે પ્રસ્તુત વ્યાખ્યામાં મતાંતરની વ્યાખ્યાનાં અનેક સ્થળો નોંધ્યાં છે, જેમાં એવાં કેટલાંક સ્થળો હોવાનો સંભવ ખરો કે જે અન્ય ગ્રન્થોની વ્યાખ્યામાંથી લીધાં હોય, એવાં પણ અનેક સ્થળો છે, જે આ જ ગ્રંથની વ્યાખ્યાની સૂચના આપી દે તેવાં છે. આવાં મતાંતરો માટે જુઓ પૃ. ૧૩, ૧૪, ૧૬, ૧૯, ૨૦, ૨૧, ૨૩, ૩૬, ૩૭, ૬૦, ૬૧, ૬૫, ૭૧, ૭૫, ૭૮, ૭૯, ૮૩, ૧૧૬, ૧૧૭, ૧૧૯, ૧૨૦, ૧૩૩, ૧૩૪, ૧૪૫ ઇત્યાદિ. કેટલાંક મતાંતરો વિષે તો આચાર્ય હરિભદ્રસૂરિજીએ પોતાનો સ્પષ્ટ નિર્ણય જણાવ્યા વિના માત્ર ગુરુનો મત રજૂ કર્યો છે— -‘વં તાવત્ પૂન્યપાવા વ્યાપક્ષતે, અન્ય પુનરન્યથા, તમિપ્રાય પુનરતિામ્ભીરત્નાત્ર વયમવાન્છામ:''—પૃ. ૭૫, ૧૧૮; તો વળી કેટલીક જગ્યાએ કેટલાકના વિધાનને અસંગત જણાવેલ છે—‘‘અત્ર શિવૃત્તિ હનત્વાત્ પ્રસ્તુતન્ય પ્રાા નિહિત વિલોપશમશ્રેય્-નન્તાં ક્ષપદ્મશ્રેની પ્રતિપદ્યુત તિા તવપળયિતવ્યમ્....'' પૃ. ૧૧૬. વાચક ઉમાસ્વાતિના તત્ત્વાર્થસૂત્રનો નામ વિના ઉલ્લેખ અનેક સ્થાનોએ કર્યો છે અને ભાષ્યમાંથી પણ અવતરણો લીધાં છે–પૃ. ૯૯, ૧૪૯, ૧૫૩, ૧૫૮ ઇત્યાદિ. વળી, વાચક ઉમાસ્વાતિને ‘સંગ્રહકાર’ એવા સામાન્ય નામે ઉલ્લેખીને તત્ત્વાર્થસૂત્રમાંથી સૂત્ર ઉધૃત કરે છે—પૃ. ૧૦૧. તેઓ પોતાની આવશ્યકટીકા (પૃ. ૨) ઉપરાંત બીજા અનેક ગ્રંથોનો અને ગ્રંથકારોનો નામ દઈને કે નામ વિના ઉલ્લેખ કરે છે—જેમ કે ‘નિર્યુક્તિ,રે’—પૃ. ૧૦૫; ‘સિદ્ધપ્રાકૃત’ પૃ. ૧૧; અનુયોગદ્વાર પૃ. ૩૨; ગીવામિયમ પૃ. ૨૮; પ્રજ્ઞપ્તિ (ભગવતી) મૃ. ૩૩; ૩ત્તરાધ્યયન—પૃ. ૧૧૧; ‘વિવરપ્રન્થેન' પૃ. ૧૦૫; ‘મળિયું ૬ વુદ્ઘાäિ' પૃ. ૨૯; ‘સાળિાયામ્’ પૃ. ૫૩; ર્મપ્રતિજ્ઞાહળિાયામ્ અથવા ‘મ્મપયડીસંહળીÇ' પૃ. ૫૧, ૫૯, ૧૦૦, ૧૨૯, ૧૪૦; ‘સાળીાર’પૃ. ૪૨; ‘વાવમુલ્યેન’ પૃ. ૪. આખી ટીકામાં ‘ઉક્ત ચ’ કહીને અનેક પ્રાકૃત ગાથાઓ આપવામાં આવી છે અને સંસ્કૃત કારિકાઓ પણ છે, જે આચાર્ય હરિભદ્રસૂરિજીનું બહુમુખી પાંડિત્ય પ્રદર્શિત કરે છે. આચાર્ય મલયગિરિજીએ આ વ્યાખ્યાનો સંપૂર્ણ રીતે ઉપયોગ કર્યો જ છે અને તેનો નિર્દેશ પણ કર્યો છે. જે કેટલાંક વાદસ્થળો આચાર્ય મલયગિરિની વ્યાખ્યામાં દેખાય છે તેનો આધાર પણ પ્રસ્તુત ટીકા છે એ બન્નેની તુલના કરવાથી સહેજે સમજાઈ જાય તેમ છે. આચાર્ય હરિભદ્રસૂરિજીનો સમય લગભગ નિશ્ચિત જ છે અને તે ઈ.સ. ૭૮૦–૭૭૦ માનવામાં આવે છે. (૨) આચાર્ય અભયદેવકૃત પ્રજ્ઞાપનાતૃતીયપદ સંગ્રહણી અને તેની અવચૂર્ણિ: પ્રજ્ઞાપનામાં સર્વ જીવોના અલ્પબહુત્વ વિષેની ચર્ચા તીજા પદમાં છે. તે પદને ૧૩૩ ગાથામાં બદ્ધ કર્યું છે. આચાર્ય અભયદેવે (સં. ૧૧૨૦–) જ તેને ‘સંગ્રહ' એવી સંજ્ઞા આપી છે— "इय अट्ठाणउपयं सव्वजियप्पबहुमिइ पयं तइयं । पन्नवणाए सिरिअभयदेवसूरीहिं संगहियं ॥" પરંતુ તે ‘ ધર્મરત્નસÜહળી' એ નામે તથા પ્રજ્ઞાપનોદ્વાર એ નામે પણ ઓળખાય છે. કા૨ણ કે તેની સમાપ્તિને અંતે અને તેની અવચૂર્ણિને અંતે પણ એ નામનો નિર્દેશ છે; જુઓ, કુલમંડનકૃત અવચૂર્ણિ—લા.દ. સંગ્રહ, લા. દ. વિદ્યામંદિર, હસ્તપ્રત નં. ૩૬૭૩ અને મુનિ શ્રી પુણ્યવિજયજીનો સંગ્રહ નં. ૬૬૪. આ સંગ્રહણીની અવચૂર્ણિ કુલમંડન ગણિએ સં. ૧૪૪૧માં રચી છે— .. " श्रीदेवसुन्दरगुरोः प्रसादतोऽवगतजिनवचोऽर्थलवः । कुलमण्डनगणिरलिखदवचूर्णिमेकाब्धिभुवनाब्दे ॥" આ પ્રજ્ઞાપનાતૃતીયપદસંગ્રહણી તેની અવચૂર્ણિસહિત વિ.સં. ૧૯૭૪માં શ્રી આત્માનંદ જૈન સભા (ભાવનગર) દ્વારા પ્રસિદ્ધ થયેલી છે. અહીં જણાવેલી કુલમંડનગણિકૃત અવચૂર્ણિના બદલે આ મુદ્રિત અવચૂર્ણિ થોડા વિસ્તારથી લખાયેલી છે અને તેના કર્તાનું નામ નથી મળતું, એમ તેની પ્રસ્તાવનામાં જણાવ્યું છે. પણ સંભવ છે કે શ્રી કુલમંડનગણિકૃત અવચૂર્ણિને જ વધુ સ્પષ્ટ .14

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 ... 554