Book Title: Pragnapana Sutra Part 01
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 11
________________ श्री प्रज्ञापना सूत्र भाग १ (મહાવીર વિધાલય દ્વારા પ્રકાશિત પદ્મવણાની પ્રસ્તાવનામાંથી સાભાર) પ્રજ્ઞાપના અને પખંડાગમની સંક્ષેપમાં તુલના પ્રજ્ઞાપના અને ષટ્યુંડાગમ બન્નેનું મૂળ દૃષ્ટિવાદ નામના અંગ સૂત્રમાં છે. એટલે સામગ્રીનો આધાર એક જ છે. બન્ને સંગ્રહગ્રંથો છે. છતાં પણ બન્નેની નિરૂપણશૈલીમાં જે ભેદ છે તે સમજવા જેવો છે. પ્રજ્ઞાપનામાં જીવને કેન્દ્રમાં રાખીને ૩૬ ‘પદો’ છે, જ્યારે પખંડાગમમાં જીવસ્થાન નામના પ્રથમ ખંડમાં કર્મના ડ્રાસને કારણે નિષ્પન્ન ગુણસ્થાનો, જે જીવસમાસને નામે નિર્દિષ્ટ છે, તેની માર્ગણા જીવનાં માર્ગણાસ્થાનો ગત્યાદિ દ્વારા કરવામાં આવી છે. તે સમાપ્ત થયે શેષ ખંડમાંથી ખુદાબંધ, બંધસ્વામિત્વ, વેદના, એ ખંડોમાં કર્મને કેન્દ્રમાં રાખીને જીવનો વિચાર છે, એમ કહેવાય. અને વર્ગણાખંડમાં પણ મુખ્ય તો કર્મવર્ગણા જ છે; શેષ વર્ગણાની ચર્ચા તો તેને સમજવા માટે છે. છઠ્ઠો ખંડ તો મહાબંધને નામે જ ઓળખાય છે, એટલે તેમાં પણ કર્મચર્ચા જ મુખ્ય છે. પ્રજ્ઞાપનાનાં ૩૬ પદોમાંથી ફર્મ (૨૩), કર્મબંધક (૨૪), કર્મવેદક (૨૫), વેદબંદક (૨૬), વેદવેદક (૨૭), વેદના (૩૫) – એ પદોનાં નામો, જે પ્રજ્ઞાપના મૂળમાં આપવામાં આવ્યાં છે અને ષટ્ખંડમાં જે તે તે ખંડનાં નામો ટીકાકાર દ્વારા સૂચિત કરવામાં આવ્યાં છે, તેની તુલના કરવા જેવી છે. તે તે નામનાં ‘પદો’માં જે ચર્ચા પ્રજ્ઞાપનામાં જોવા મળે છે. તેથી ઘણી વધારે ચર્ચા–સૂક્ષ્મ ચર્ચા–ષખંડાગમમાં સમાન નામે સૂચિત ખંડોમાં છે. આમ પ્રજ્ઞાપનામાં જીવપ્રધાન અને ષટ્ખંડાગમમાં કર્મપ્રધાન નિરૂપણ છે. પ્રજ્ઞાપનામાં અંગસૂત્રમાં અપનાવાયેલી પ્રશ્નોત્તરપ્રધાન શૈલી જોવા મળે છે. અને ઘણે પ્રસંગે તો ગૌતમ અને ભગવાનના જ પ્રશ્નોત્તરો હોય એમ પણ સ્પષ્ટ છે. પરંતુ ષખંડાગમમાં ઉદ્દેશ-નિર્દેશ-વિભાગ એ શાસ્ત્રપ્રક્રિયાનું અનુસરણ છે. ક્વચિત જ પ્રશ્ન અને ઉત્તરો જોવા મળે છે. પ્રજ્ઞાપના એક જ આચાર્યની સંગ્રહકૃતિ છે, પણ ષખંડાગમ વિષે તેમ નથી. પ્રજ્ઞાપનામાં કોઈ ચૂલિકા નથી, પણ પખંડાગમમાં અનેક ચૂલિકાઓ? ઉમેરવામાં આવી છે. તે ઉમેરો કોણે, ક્યારે કર્યો તે જાણી શકાયું નથી; પણ ચૂલિકા નામ જ સૂચવે છે કે તે પાછળથી ઉમેરવામાં આવી છે — જેમ દશવૈકાલિક વગે૨ે આગમ ગ્રંથોમાં જોવા મળે છે. પ્રજ્ઞાપના મૌલિક સૂત્રરૂપે લખાયેલ છે, જ્યારે ષટ્યુંડાગમ સૂત્ર ઉપરાંત અનુયોગ=વ્યાખ્યાની શૈલીને પણ અનુસરે છે, કારણ,તેમાં ઘણીવાર અનુયોગનાં દ્વારો વડેવિચારણા કરવામાં આવી છે, જે વ્યાખ્યાની શૈલીને સૂચવેછે; જેમ કે ' અળિઓ દ્વારાળિ’ એમ અનેક દ્વા૨ો સૂચવીને પછી તે દ્વારોના ક્રમે વિચારણા છે. ઉપરાંત કૃતિ, વેદના, કર્મ–જેવા શબ્દોની વ્યાખ્યા નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ આદિ નિક્ષેપો દ્વારા પણ કરવામાં આવી છે, જે જૈનાગમોની નિયુક્તિ-પ્રકારની વ્યાખ્યાશૈલીનું સ્પષ્ટ અનુકરણ છે. ‘અનુમ’5, ‘સંતપવા, ‘નિર્દેશ’, ‘વિજ્ઞાસા’8, ‘વિભાા’9 જેવા શબ્દોનો પ્રયોગ પણ વ્યાખ્યાશૈલી પ્રત્યે ઈશારો કરી દે તત્ત્વાર્થસૂત્રમાં જે અનેક પ્રકારે અનુયોગદ્વારોનું પ્રથમ અધ્યાયમાં વર્ણન છે તેની વ્યવસ્થા પ્રજ્ઞાપનામાં હજી થઈ ન હતી તેમ જણાય છે, કારણ, તેમાં પ્રથમ એ અનુયોગદ્વારોને ગણાવીને કોઈ નિરૂપણ નથી; પરંતુ ષખંડાગમમાં તો આઠ અનુયોગદ્વારોના 1. ષટ્યુંડાગમ, પુસ્તક ૮, ‘બંધસામિત્તવિચય’ પ્રકરણ જેવા સ્થાનોમાં ક્વચિત્ પ્રશ્નોત્તરશૈલી છે. 2. પખંડાગમ, પુસ્તક ૬માં કુલ નવ ચૂલિકા છે, પુસ્તક ૧૦માં એક છે, પુસ્તક ૧૧માં બે ચૂલિકા છે, પુસ્તક ૧૨માં ત્રણ ચૂલિકા છે. પુસ્તક ૧૪માં તો સૂત્ર ૫૮૧માં જ જણાવ્યું છે કે ''પત્તો રમાંથો વૃત્તિયા મ''II 3. ષટ્યુંડાગમ, પુસ્તક ૧, સૂત્ર ૫; પુસ્તક ૯, સૂત્ર ૪૫; પુસ્તક ૧૦, સૂત્ર ૧; પુસ્તક ૧૧, સૂત્ર ૧; પુસ્તક ૧૧, સૂત્ર ૧૬૫; પુસ્તક ૧૨, સૂત્ર ૧; પુસ્તક ૧૩, સૂત્ર ૨ ઇત્યાદિ. 4. પખંડાગમ, પુસ્તક ૯, સૂત્ર ૪૫થી માંડીને આ પ્રક્રિયા પુસ્તક ૧૪ સુધી બરાબર જોવા મળે છે. 5. એજન, પુસ્તક ૧, સૂત્ર ૭; પુસ્તક ૩, સૂત્ર ૧ ઇત્યાદિ. 6. એજન, પુસ્તક ૧, સૂત્ર ૭; પુસ્તક ૯, સૂત્ર ૭૧. 7. એજન, પુસ્તક ૧, સૂત્ર ૮; પુસ્તક ૩, સૂત્ર ૧ ઇત્યાદિ. 8. એજન, પુસ્તક ૬, સૂત્ર ૨, પૃષ્ઠ ૪; પુસ્તક ૬, સૂત્ર ૧, પૃષ્ઠ ૧૪૫; પુસ્તક ૧૪, સૂત્ર ૧. 9. બૌદ્ધોમાં વિભાષાને મહત્ત્વ આપનાર મત વૈભાષિક તરીકે · જાણીતો છે, તેની અહીં નોંધ લેવી જોઈએ. 8

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 554