Book Title: Prabuddha Jivan 2018 12
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 31
________________ મળશે, સુખશાતા વાળું શરીર મળશે... પણ પાપનો અનુબંધ જોડે હાજર જ છે... તે કદાચ અહંકારી-ક્રોધી સ્વભાવ આપશે. કદાચ વેશ્યાવાડે ઢસડી જશે... ને નવું પાપકર્મ કરાવશે. થઈ ગયું માસક્ષમણનું પુણ્ય પૂરું ને પાપની શૃંખલા ચાલી. માટે જ કહ્યું છે કે અનુબંધથી ચેતો... તો તપ કરતી વખતે એકતો અનુબંધ પર ચેકિંગ રાખો.. ને બીજું જે કાંઈ કર્મ ઉદીરણામાં આવે, માથું દુખે, ચક્કર આવે, ભૂખના વમળ ઊઠે પેટમાં, ઊલટી થાય, પગ તૂટે. તો વિચારો કે આ તો મેં જ આમંત્રણ આપીને બોલાવેલા મહેમાન છે. ‘આ ક્યારે જાય? ક્યારે મટે?'' એવા દ્વેષના કિરણો નહીં નાખો. એને દબાવીને ચોળીને કાઢવાનો પ્રયત્ન નહીં કરો. પરંતુ સમતાભાવે સહન કરી, સમતાપૂર્વક વેદાંતો કર્મ નિર્જરીને ચાલી જશે. નહીંતો દ્વેષના કર્મોનો ગુણાકાર થશે. જો બહુ સારી સુખશાતા રહી તો પણ ખુશ ખુશ થઈને નાચી નથી ઊઠવાનું... નહીં તો રાગના કર્મોનો ગુણાકાર થશે. બંને પરિસ્થિતિમાં સમતામાં જ સ્થિર થવાનું છે. પરિસ્થિતિ સુખદ હોય કે દુઃખદ એકપન્ન પરિસ્થિતિ કાયમ રહેવાની નથી. દેર-સબેર ચાલી જ જશે. એમ મહાવીરે બતાવેલી પ્રથમ અનિત્યભાવનામાં સ્થિર થઈ બંને પરિસ્થિતિને સમતાપૂર્વક વૈદવાથી કર્મની નિર્જરા થશે. કહે છે કે સમકિત પામ્યા પછી ૯૫% અનુબંધ પુણ્યનો હોય છે. તેનાથી ઊલટું સમક્તિ વગરનાને ૯૫% અનુબંધ પાપનો હોય છે. માટે આ મનુષ્યજન્મ પામી આપણે પ્રથમ પુરુષાર્થ સમકિત પામવા માટેનો જ કરવાનો છે! ઈન્ફેક્શન લાગી જશે...ને પૂરેપૂરા પૈસા પડાવ્યા પછી જ પેશન્ટને છોડે છે. આવા માનવતાહીન યુગમાં આપણે જીવી રહ્યા છે. પેશન્ટના જતા સુધીમાં તો એના ઘર પરિવારના સભ્યો સમયથી ને પૈસાથી બરબાદ થઈ જાય છે ને ડૉક્ટરોના, ૉસ્પિટલોના, પેથોલોજિસ્ટના ને એક્સ-રે વાળાના ખિસ્સા ભરાય છે. માટે દરેક વ્યક્તિએ સ્વસ્થતાથી વિચાર કરવો જોઈએ કે મારી પાંચમની છઠ ક૨વાને કોઈ સમર્થ નથી. અને મારી પરિસ્થિતિ કદાચ એવી થાય કે હું બોલી પણ ન શકું, બેભાન થઈ જાઉં કે કોમામાં ચાહ્યો જાઉં એની પહેલાં જ પરિવારના સભ્યોને ચેતવી દઉં કે મને ફૂડપાઈપ પર કે વેન્ટીલેટર પર જીવવું નથી. કારણ કે એ પરિસ્થિતિમાં હું કોઈ ધર્મ કરી શકીશ નહીં. મેં ઘણી જિંદગી જીવી લીધી છે, એટલે મારી કોઈ ભૌતિક ઈચ્છાઓ બાકી નથી. તો શા માટે મેં જેટલું ઉજ્જવળ જીવન જીવ્યું છે એટલું જ ઉજ્વળ મોત ન મરું? શા માટે હું આજથી જ વિપશ્યના સાધના દ્વારા સમતામાં રહેવાની ને સમાધિમાં રહેવાની પ્રેક્ટિસ શરૂ ન કરું? જેથી શારીરિક તકલીફ વખતે સમતામાં રહી શકું...ને મૃત્યુ સમયે સમાધિ પ્રાપ્ત કરી શકું. મારા જીવનને આજથી જ સાધના-આરાધના-ઉપાસનામય બનાવીને સહર્ષ મૃત્યુનો સ્વીકાર કરું. મારે હૉસ્પિટલની ચાર દીવાલો વચ્ચે ગોંધાઈને, નળીઓમાં વિંટળાઈને જવું નથી.. મારે તો ઘરના પવિત્ર ધર્મમય વાતાવરણમાં સ્વાધ્યાય-ધ્યાન અને કાર્યોત્સર્ગમાં લીન થઈને મૃત્યુને મહોત્સવ બનાવવો છે.’' જો આવી આવી ભાવનાઓથી મન મક્કમ થતું જતું હોય, શરીર પણ જર્જરિત થઈ હવે આપણે નજર નાખીએ જરા ‘સંલેખના વ્રત'' પર ગયું હોય, જેનાથી હવે જરા પણ ધર્મ સાધી શકાય એવું લાગતું ન ગતાંકમાં આના વિષે થોડી ચર્ચા કરી. જન્મ લેનારનું જીવન ત્યારે જ સાર્થક કહેવાય જ્યારે મૃત્યુ મહોત્સવ બને. પરંતુ એ માટે સમાધિ જોઈએ. સમાધિ જીવનમાં કરાતી સાધના દ્વારા મળે છે. તેથી જીવનને સાધના-આરાધનાઉપાસનામય બનાવવું જોઈએ. શું શું કુબરો, શું સિકંદર, ગર્વ સહુના તૂટશે. હો ગમે તેવો ખજાનો બે જ દિનમાં ખૂટશે. કાળની કરડી નજરથી કોઈ બચવાનું નથી આ તો ફૂટયો છે પ્યાલો, કાલે કૂંજો ફૂટશે. છેલ્લાં ઘણાં વર્ષોથી હું જોઉં છું કે મોટા ભાગના સ્નેહીજનોના મૃત્યુ હૉસ્પિટલમાં જ થતાં હોય છે. તેમાંય ઘણા પેશન્ટ તો ૮-૧૦ દિવસથી કે મહિના મહિનાથી વેન્ટીલેટર પર હોય છે. ફૂડપાઈપથી ખોરાક અપાતો હોય છે. આ જોઈને મને થાય કે આવું જીવન ચાર દિવસ વધારે જીવ્યા તોય શું? ને ના જીવ્યા તોય શું? એમાંય આ પૈસાપ્રધાન યુગમાં પૈસાના એવા લાલચુ ડૉક્ટરો પણ જોયા છે કે માણસ મૃત્યુ પામ્યા પછીએ વેન્ટીલેટર પ૨ ૨-૪ દિવસ શ્વાસોશ્વાસ બતાવે છે... રૂમમાં કોઈને જવા દેતા નથી, કહે છે કે પેશન્ટને ડિસેમ્બર - ૨૦૧૮ હોય, ને મૃત્યુ નિશ્ચિત બનીને સામે આવીને ઊભું હોય તો મને લાગે છે કે સંલેખના વ્રત ઉચ્ચરીને મૃત્યુને સાર્થક બનાવવું જોઈએ. જો મનની મક્કમતા હોય તો પોતાના સગા-સ્નેહી-પરિવારજનોને પણ કહી રાખવું જોઈએ કે “અચાનક એવી કોઈ પરિસ્થિતિ ઊભી થાય તો, સમાજમાં લોકો શું કહેશે? એવી સમાજની ચિંતા કર્યા વગર, પેશન્ટના આંતરિક ભાવને મહત્ત્વ આપીને એની ઇચ્છા મુજબ કરવું જોઈએ.’’ સંલેખના વ્રત લેવું કે નહિ... એ દરેકની વ્યક્તિગત ક્ષમતા ને ભાવનાને મનની મક્કમતા પર અવલંબે છે, એમાં કોઈ આગ કે દુરાગ્રહ હોઈ શકે નહીં... હું તો ફક્ત એટલું જ કહીશ કે જો મોત પછી આ શરીર સળગી જવાનું હોય તો પછી આ શરીર મારફત આત્મહિત શા માટે સાધી ન લેવું? મૃત્યુને ભેટવું છે તો, હસતાં હસતાં, રંજ ને રોષ રાખ્યા વિના, અંતરના ઉમળકાથી સ્વાગતભેર શુભ ધ્યાન ધરતાં ધરતાં પ્રભુ નામસ્મરણ કરતાં કરતાં... પ્રબુદ્ધ જીવન un ૧૯, ધર્મપ્રતાપ અશોક નગર, દામોદરવાડી, કાંદિવલી (ઈસ્ટ), મો. ૮૮૫૩૮૮૫૬૭ ૩૧

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56