Book Title: Prabuddha Jivan 2009 12
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 11
________________ ડિસેમ્બર, ૨૦૦૯ પ્રબુદ્ધ જીવન એક પ્રેરક-પાવન જીવનચરિત્ર ૩ડૉ. રણજિત પટેલ (અનામી) એમ. જી. સાયન્સ ઈન્સ્ટિટ્યૂટ-અમદાવાદના પદાર્થ વિજ્ઞાનના નિવૃત્ત પ્રોફેસર અને ‘ગુજરાતી વિશ્વકોશ’ના વિજ્ઞાન વિભાગના ઍડિટર પ્રૉ. પી.સી.પટેલ-લિખિત 'ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ'ના જીવનચરિત્રનું 'રંગધાર પ્રકાશન” દ્વારા તાજેતરમાં પ્રકાશન થયું છે. અમારા વિદ્યાર્થીકાળ દરમિયાન મને યાદ છે કે ઉચ્ચ માધ્યમિક કે કૉલેજનું શિક્ષણ લેનાર વિદ્યાર્થીઓ જીવનમાં ઉન્નત પ્રેરણા પ્રાપ્ત ક૨વા માટે લલિત સાહિત્યના પ્રમાણમાં આત્મકથા અને જીવનચરિત્રનું સાહિત્ય વિશેષ પ્રમાણમાં વાંચતા, જેમાં શ્રી મૂળશંકર મો. ભટ્ટ કૃત 'મહાન વૈજ્ઞાનિકો', શ્રી છોટાલાલ પુરાણી કૃત ‘વિજ્ઞાનના વિધાયકો', શ્રી રેવાશંકર સોમપુરા કૃત ‘ભારતના મહાન વૈજ્ઞાનિકો', ડૉ. નરસિંહ શાહ કૃત ‘લૂઈ પાશ્વર', શ્રી વર્મા ને પરમાર કૃત ‘આચાર્ય પ્રફુલ્લચંદ્ર રૉય', ડૉ. સુરેશ શેઠના ધૃત ‘મહાન વૈજ્ઞાનિકો-જેવાં પુસ્તકોમાં વિજ્ઞાનવીરોના જીવનકાર્યની ઝાંખી પ્રાપ્ત થાય છે. થોડાંક વર્ષો પહેલાં ડૉ. પ્રસન્ન વડીલે વિજ્ઞાનવીર ડૉ. વિક્રમ સારાભાઈનું જીવનચરિત્ર પ્રગટ કરેલું, જેમાં ભક્તિભાવ વિશેષ ને ઑબ્જેક્ટિવ દૃષ્ટિનો અભાવ લાગે. આવાં કેટલાંક જીવનચરિત્રોમાં, પ્રૉ. પી. સી. પટેલનું ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ વિષયક લખાયેલું તાજેતરનું પ્રકાશન જુદી ભાત પાડે છે. અઢાર પ્રકરણોમાં આલેખાયેલું આ ચરિત્ર શરૂનાં ત્રણ પ્રકરણોમાં બાળપણ અને પરિવાર', 'શિક્ષણ, પ્રશિક્ષણ અને સેવા'માં-મેં બાબોએ મારું વિશેષ ધ્યાન ખેંચ્યું છે. આપણે ત્યાં લગભગ ત્રણેક દાયકાથી સંયુક્ત કુટુંબને બદલે વિભક્ત કુટુંબની રીતિએ જીવન જીવવાનો સ્વીકાર થતો ગયો છે. સંયુક્ત-વિભક્ત એવી બે સ્થિતિઓની વચલી કોઈ સ્થિતિ સૂચવવી આજે તો મુશ્કેલ છે! આ ચરિત્રમાં ચરિત્ર-નાયકને એના સંસ્કાર પડતરમાં ને વ્યક્તિત્વના વિકાસમાં સંયુક્ત કુટુંબનાં તંદુરસ્ત ને વિધેયાત્મક પરિબળોએ જે ભાગ ભજવ્યો છે તે જાણ્યા બાદ એના લ્હાળા કરતાં ડાવાનો લ્હાવો વિશેષ પ્રમાણમાં મળ્યો જણાય છે. માતા-પિતાના ઉચ્ચ સંસ્કાર, બનેવીનું સતત મળતું માર્ગદર્શન, ભાઈને ફીના રૂપિયા હજાર આપવા, બહેન પોતાનાં ઘરેણાં ગિરે મૂકે, ભાઈઓ અને પિતરાઈ ભાઈઓનો સ્નેહ ને સાથ-સહકાર જોતાં મને સંયુક્ત કુટુંબનું હૃદય દર્શન થયું ને આજે એ લગભગ લુપ્તપ્રાય થયું છે એનું દુ:ખ પણ થયું. લેખકે ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં આ મુદ્દાને જીવંત ઉઠાવ આપ્યો છે. આખા પુસ્તકમાં મને બીજો કોઈ આકર્ષક ને મહત્ત્વનો મુદ્દો લાગ્યો હોય તો તે છે–મણિગણમાં રહેલા સૂત્ર જેવો ગુરુ-શિષ્યનો ૐ સહનાવવતુ સહ નૌ ભુનકતુ! સહવીર્ય કરવાવહૈ। તેજસ્વિ નાવધીતમ્ અસ્તુ । મા વિદ્વિષાવહૈ-એ ભાવનાસભર ઉભય હિતકારી ઉન્નત સંસ્કાર સંબંધ. મોડા આવવા બદલ વિદ્યાર્થી કલામને ગણિતના શિક્ષક સોટીનો માર મારે પણ એ જ ગુરુ, કશા ૧૧ જ પક્ષપાત કે પૂર્વગ્રહ વિના સોમાંથી સો ગુણ આપી સશિષ્યની પીઠ પણ થાબડે. ઉદારમતવાદી હિંદુ ગુરુ, તેજસ્વી મુસ્લિમ વિદ્યાર્થીને પોતાને ઘેર ભોજન માટે પ્રેમપૂર્વક આમંત્રે રૂઢિચુસ્ત ગુરુપત્ની આભડછેટ પાળી શિષ્યને દૂર બેસાડે ત્યારે ચીરાઈ જતું ગુરુહ્રદય ને બીજે આમંત્રણે થતું ગુરુપત્નીનું હૃદય પરિવર્તન...વિદ્યાર્થી કલામને બિનસાંપ્રદાયિક બનવામાં, સર્વધર્મ સમભાવનો પદાર્થપાઠ શિખવવામાં કેટલું બધું કારગત નિવડ્યું હશે! જ્યારે વિદ્યાર્થીના જીવન ઘડતર ને ચારિત્ર્યની વાત આવે છે ત્યારે કલામ-રાષ્ટ્રપતિ કલામ-મોટામાં મોટી જવાબદારી માતા-પિતા ને ગુરુને શિરે નાખે છે. આજે તો ભોગ૫૨ક મનોવૃત્તિના ઉછાળના આક્રમણે મૂલ્યોનો હ્રાસ થઈ રહ્યો છે. શહેરી સંસ્કૃતિના આક્રમણે, સ્વાતંત્ર્યપૂર્વ ભારતીય જીવનના પ્રવાહોમાં ખળભળાટ મચાવ્યો છે. આજના સરેરાશ ઉચ્ચ કેળવણી લેતા વિદ્યાર્થીઓમાં સંસ્કાર-ઘડતરની ખેવના ઓછી જણાય છે. આ ઉણપની જવાબદારી વિશેષરૂપે માતા-પિતા અને ખાસ તો શિક્ષકો-અધ્યાપકોની છે એમ ડૉ. કલામ માને છે. એમની આ માન્યતા પાછળ અંગત અનુભવનું સમર્થ પીઠબળ રહ્યું છે. એમને મન આ તો મહતી શ્રદ્ધાનો પ્રશ્ન છે. ઊગતી પેઢીમાં એ ઉજ્જવળ ભારતનું દર્શન કરે છે; કારણ કે તેમને કેટલાક ઉત્તમ શિક્ષકો-જેવા કે ડૉ. વિક્રમ સારાભાઈ, સતીરા ધવન અને ડૉ. બ્રહ્મપ્રકાશ એમનું સમર્થ માર્ગદર્શન મળ્યું છે...એટલે જ તેઓ ભારતના સર્વાંગીણ વિકાસ માટે, રાજકારણની શુદ્ધિ અને સમાજના સર્વક્ષેત્રે ઉન્નતિ ને ઉત્કૃષ્ટતા માટે મહાત્મા ગાંધી, સી. વી. રામન, જે.આર.ડી. તાતા, ફિરોજશા ગોદરેજ, લક્ષ્મણરાવ કિર્લોસ્કર, રામકૃષ્ણ બજાજ, રવીન્દ્રનાથ ટાગોર, ડૉ. રાધાકૃષ્ણન્ મદનમોહન માલવિયા, ડૉ. કુરીઅન-જેવા લોકનેતાઓની કામના કરે છે ને સને ૨૦૨૦ના વિકસિત ભારતના સ્વપ્નના પાંચ મુદ્દાઓમાં ત્રીજા મહત્ત્વના મુદ્દામાં શિક્ષણ અને સ્વાસ્થ્યનો સમાસ કરે છે. સને ૧૮૫૭નો અંગ્રેજોને મન ‘બળવો' હતો પણ આપણે માટે તો ભારતની સ્વતંત્રતાનું બીજનિક્ષેપ...અને ગાંધીજીની ‘હિંદ સ્વરાજ'ની કલ્પના તા. ૧૫-૮-૧૯૪૭ના રોજ સ્વાતંત્ર્ય-વૃક્ષ રૂપે ફળી. ડૉ. કલામની વિકસિત ભારતની ૨૦૨૦ની કલ્પના મોરી ઉઠવી જોઈએ જો આપણે એમના સ્વપ્નને સંપૂર્ણપણે સમજી સામૂહિક પુરુષાર્થ કરીએ તો, એને માટે સ્વનિર્ભરતા અનિવાર્ય છે. આ સ્વનિર્ભરતા અને સ્વદેશાભિમાન પાછળ મહાત્મા ગાંધી, પ્રૉ. સી. વી. રામન, ડૉ. હોમી ભાભા અને ડૉ. વિક્રમ સારાભાઈની પ્રબળ પ્રેરણા છે. વિજ્ઞાન, ટેકનોલોજી, વિકાસ, સંશોધન ને પ્રબંધનના ક્ષેત્રે માર્ગદર્શન મેળવી, તેને આત્મસાત્ કરવાની ડૉ, કલામની સૂઝસમજ, કોઠાસૂઝ ને તત્પરતા કમાલની છે. તેઓ માને છે કે ખ્વાબ (સ્વપ્ન)થી ખ્યાલ (વિચારો)ના અંકુરો ફૂટે છે. આવા અંકુરોમાંથી વૃક્ષ તૈયાર થાય છે. સ્વપ્ન સેવવામાં ન આવે

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28