________________
જુલાઈ, ૨૦૦૯
ચૈતન્ય પ્રભુ, વલ્લભાચાર્ય, શિવમત, પૂર્વમીમાંસા, ઉત્તરમીમાંસા, સાંખ્ય દર્શન. નૈયાયિક શિક્ષકનો મત જૈન દર્શન. બૌદ્ધ દર્શન. આવક દર્શન, પશ્ચિમની સંસ્કૃતિની વિચારધારા આમ તમામ શાખાઓએ પોતપોતાના મંતવ્યો દાખલા દલીલ સાથે રજૂ કર્યા છે અને આ તમામની વિચારધારા કર્મ વિશે શું કહે છે તેનો અભ્યાસ અહિં રજૂ કરવામાં આવ્યો છે. કર્મ વિચારનું મૂળ –
જે
વેદકાળના ઋષિઓને મનુષ્યોમાં અને બીજાં અનેક પ્રકારના પશુ, પક્ષી અને કીટપતંગોમાં રહેલું વૈવિધ્ય અનુભવમાં આવ્યું ન હતું. એમ તો ન કહેવાય, પણ એ બધા વૈવિધ્યનું કારણ તેમણે અંતરાત્મામાં શોધવાને બદલે બહારના તત્ત્વમાં માનીને જ સંત્તોષ જ અનુભવ્યો હતો. કોઈ પણ એક કે અનેક ભૌતિક તત્ત્વ કે પ્રજાપતિ જેવા તત્ત્વને સૃષ્ટિની ઉત્પત્તિનું કારણ કહ્યું હતું, પણ એ સૃષ્ટિમાં વૈવિધ્ય કેમ આવે છે એનો ખુલાસો કરવાનો પ્રયત્ન કર્યો ન હતો. જીવસૃષ્ટિના બીજા વર્ગોની વાત જવા દઈએ. કેવળ મનુષ્યસૃષ્ટિમાં વૈવિધ્ય શરીરાદિનું હતું, સુખ-દુઃખનું હતું, બૌદ્ધિક શક્તિ-અશક્તિનું હતું એનું કારણ પણ શોધવા વિશેષ પ્રયત્ન કર્યો હોય એમ જણાતું નથી. એમનું સમસ્ત તત્ત્વજ્ઞાન ક્રમે કરી દેવ અને યજ્ઞને કેન્દ્રમાં રાખીને વિકસ્યું છે. પ્રથમ અનેક દેવો અને પછી પ્રજાપતિ જેવા એક દેવની કલ્પના કરવામાં આવી. મનુષ્યે સુખી થવું હોય તો અને પોતાના શત્રુઓનો નાશ કરવો હોય તો તેણે એ દેવ કે દેવોની સ્તુતિ કરી જોઈએ. પોતાની પ્રિય વસ્તુને સજીવ હોય કે નિર્જીવ દેવો નિમિત્તે પજ્ઞ કરીને તેમને સમર્પિત કરવી જોઈએ, એથી દેવો સંતુષ્ટ થઈને મનોવાંછિત પૂર્ણ કરે છે એવી માન્યતા વેદથી માંડીને બ્રાહ્મણકાળ સુધીમાં વિકસી છે. અને દેવોને પ્રસન્ન કરવાના સાધન તરીકે યજ્ઞકર્મનો ક્રમિક વિકાસ થઈને ઉત્તરોત્તર જટિલ કર્મના રૂપમાં એ પરિણિત થઈ ગયું; તે એટલે સુધી કે સાધારણ મનુષ્યને યજ્ઞ કરવો હોય તો એ યજ્ઞકર્મમાં નિષ્ણાત પુરોહિત વર્ગની મદદ વિના શક્ય રહ્યું નહિ. આ પ્રમાણે દેવ અને તેને પ્રસન્ન કરવાનું સાધન યજ્ઞકર્મ એ બે વસ્તુની આસપાસ વૈદિક બ્રાહ્મણોનું સમસ્ત તત્ત્વજ્ઞાન વિકસ્યું હતું.
પ્રબુદ્ધ જીવન
૧૧
છે એમ પણ નથી, એટલે એ વાદને વૈદિક વિચાર-ધારાનો મૌલિક વિચાર માની શકાય નહિ, એમ લાગે છે. શ્વેતાશ્વતર ઉપનિષદમાં જ્યાં અનેક કારણો ગણાવ્યાં છે ત્યાં કાલ, સ્વભાવ, નિયતિ યદેચ્છા, ભૂત કે પુરુષ અથવા એ બધાંનો સંયોગ-એ ગણાવ્યાં છે. એ કાલાદિને કારણ માનનાર વૈદિકો હોય કે અવૈદિક-ગમે તે હોય પણ તેમાં ય કર્મનો સમાવેશ નથી.
બ્રાહ્મણકાળ પછીના ગણાતા ઉપનિષો એ પણ વેદ–બ્રાહ્મણનો અંતિમ ભાગ હોવાથી વૈદિક જ છે અને તેને વેદાંત કહેવામાં આવે છે. પણ એ વેદાંતમાં પરંપરા એટલે કે દેવ અને યજ્ઞપરંપરાનો અંત નિકટ હોય એમ જણાય છે. વેદ-બ્રાહ્મણમાં નહિ એવા નવા નવા વિચારો એ વેદાંતમાં મળી આવે છે. તેમાં સંસાર અને કર્મઅદૃષ્ટ વિશે પણ નવા વિચાર મળી આવે છે. આ વિચારો વૈદિક પરંપરાના જ ઉપનિષદમાં ક્યાંથી આવ્યા, વૈદિક વિચારોમાંથી જ એ વિચાર વિકાસના પરિણામે ઉદ્ભવ્યા કે અવૈદિક પરંપરાના વિચારકો પાસેથી વેદિકોએ લીધા એનો નિર્ણય આધુનિક વિજ્ઞાનો કરી શક્યા નથી; પણ એટલું તો ચોક્કસ છે કે સર્વ પ્રથમ વૈદિક સાહિત્યમાં ઉપનિષદોમાં જ એ વિચારોએ આકાર ધારણ કર્યો છે. ઉપનિષદ સાહિત્યમાં સંસાર અને કર્મની કલ્પનાનું સ્પષ્ટ રૂપ નથી દેખાતું એ વિશે તો આધુનિક વિજ્ઞાનોમાં વિવાદ નથી. વળી કર્મ-કારણનો વાદ પણ ઉપનિષદોમાં સર્વસંમત વાદ થઈ ગયો
આ પ્રમાણે ઉપનિષદોના કાળમાં પણ વૈદિક પરંપરામાં કર્મ અર સિદ્ધાંત એ જો કેન્દ્રસ્થ સર્વમાન્ય તત્ત્વ ન હોય તો કઈ પરંપરામાંથી એ વિચાર વૈદિક પરંપરામાં ગયો તે શોધવું બાકી રહે છે. કેટલાક વિદ્વાનોનું માનવું છે કે આર્યોએ ભારતના આદિવાસીઓ પાસેથી એ વિચાર લીધો હશે. વિદ્વાનોની એ માન્યતાનો નિરાસ પ્રો. એ હિરિયન્નાએ એમ કહીને કર્યો છે કે એ આદિવાસીઓનો આત્મા મરીને વનસ્પતિ વગેરેમાં જાય છે એવો સિદ્ધાંત એકમાત્ર વહેમ હતો એટલે તત્ત્વતઃ તેમના એ વિચારને તાર્કિક ન કહી શકાય. એ પુનર્જન્મના સિદ્ધાંતમાં તો મનુષ્યની તાર્કિક અને નૈતિક ચેતનાને સંતોષ આપવાનું ધ્યેય છે.
મનુષ્યનો જીવ મરીને વનસ્પતિ વગેરેમાં જાય છે એ આદિવાસીઓની માન્યતા કોરી વહેમ કહી કાઢી નાંખવા જેવી નથી. જે કર્મનો સિદ્ધાંત વૈદિકોના દેવવાદમાંથી ઉપનિષદ પહેલાં ફલિત નથી થઈ શકતો એ જ કર્મવાદના મૂળ આદિવાસીઓની ઉક્ત માન્યતા સાથે સહજ રીતે સંક્ળાયેલ છે. એની પ્રતીતિ ત્યારે જ થાય છે જયારે જૈનધર્મ સંમત જીવવાદ અને કર્મવાદના ઊંડા મૂળ શોધવાનો પ્રયત્ન કરવામાં આવે છે. જૈન પરંપરા-એનું પ્રાચીન નામ ગમે તે હોય પણ ઉપનિષદોથી સ્વતંત્ર અને પ્રાચીન છે એમાં તો શક કરવો જ ન જોઈએ. અને તેથી ઉપનિષદમાં કર્મવાદનો જે વિચાર નવો પ્રસ્ફુટિત ઘર્યો છે તે જૈનોના કર્મવાદની અસરથી રહિત હોય એમ માનવાને કશું જ કારણ નથી. જે વૈદિક પરંપરાને દેવો વિના એક ડગલું પણ ચાલતું નહિ એ જ વૈદિક પરંપરાને જ્યારે એ કર્મવાદનો સિદ્ધાંત હાય આવ્યો ત્યારે તેણે દેવોને સ્થાને યજ્ઞકર્મને બેસાડી દીધું અને માન્યું કે દેવોમાં નહિ પણ સ્વયં યજ્ઞકર્મમાં જ ફળ દેવાની શક્તિ છે. દેવો કોઈ નહિ પણ વેદના મંત્રો એ જ દેવો છે. અને એ યજ્ઞકર્મના સમર્થનમાં જ પોતાને કૃતકૃત્ય માનતી દાર્શનિક કાળની મીમાંસક પરંપરાએ તો યજ્ઞાદિકર્મથી ઉત્પન્ન થનાર અપૂર્વ નામના પદાર્થની કલ્પના કરીને વૈદિક દર્શનમાં દેવોને બદલે અનુષ્ટ કર્મનું જ સામ્રાજ્ય સ્થાપી દીધું.
આ આખો ઈતિહાસ જો આપણે નજર સામે રાખીએ તો જૈન પરંપરાના કર્મવાદની ઊંડી અસર વૈદિકોમાં જે છે તે સ્પષ્ટ થાય છે.
વેદ અને ઉપનિષદ સુધીની જે સૃષ્ટિ પ્રક્રિયા વૈદિક પરંપરાને માન્ય છે તે અનુસાર જડ અને ચેતન સૃષ્ટિ અનાદિ નહિ પણ સાર્દિ છે અને તે પણ કોઈ એક કે અનેક જડ કે ચેતન તત્ત્વમાંથી ઉત્પન્ન થઈ છે એમ મનાયું હતું. પણ તેથી વિપરીત કર્મના સિદ્ધાંત પ્રમાણે જડ કે જીવસૃષ્ટિ અનાદિ કાળથી જ ચાલી આવે છે એમ માનવું પડે છે. આ માન્યતા જૈન પરંપરાના મૂળમાં છે. જૈન પરંપરા પ્રમાણે એવો કોઈ સમય કલ્પી શકાતો નથી કે જ્યારે જડ-ચેતનનું અસ્તિત્વ -કર્માનુસારી અસ્તિત્વ-ન હોય, એટલું જ નહિ, પણ ઉપનિષદ