Book Title: Prabuddha Jivan 2009 07
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 16
________________ ૧૬ એક દરદીની કલાકેક સેવા કરતાં. દીનબંધુ એન્ડ્રુઝને કાંતવાનું શીખવતાં. પોતાના દેશથી લાવેલાં ખાદીનાં કપડાં પૂરાં થઈ જતાં મીરાંબહેને ખાદીભંડારમાંથી સફેદ સાડી મગાવી. જો કે ગાંધીજીએ એવો આગ્રહ રાખ્યો નહોતો કે મીરાંબહેન ભારતીય શૈલીનું જ વસ્ત્રપરિધાન કરે. મીરાંબહેન ક્રમશઃ એકેક ડગલું આગળ ભર્યું જતાં હતાં. બ્રહ્મચર્યનું વ્રત લેવાની અને માથાના વાળ કપાવી નાખવાની ઇચ્છા બાપુ સમક્ષ મૂકી. લાંબો વિચાર માગી લે તેવી વાત હતી. આશ્રમની બહેનોએ મીરાંબહેનને બીજો નિર્ણય પાછો ખેંચવા કહ્યું, પણ મીરાંબહેન ન માન્યાં. બાપુએ તેમના વાળ કાપ્યા. બ્રિટીશ શાસન સામેની રાષ્ટ્રીય લડત દરમિયાન મીરાંબહેન જેલવાસ પણ ભોગવે છે. પ્રબુદ્ધ જીવન જુલાઈ, ૨૦૦૯ વિચાર્યું કે આવી પરિસ્થિતિમાં અહિંસક અસહકારનો માર્ગ સૌથી યોગ્ય ઉકેલ છે. ગાંધીજીને પત્ર લખે છે. ૧૯૪૨માં મીરાંબહેન આગાખાન મહેલના કારાવાસ દરમિયાન મહાદેવભાઈ અને કસ્તૂરબાના મૃત્યુના સાક્ષી બને છે. વિચલિત થાય છે, પણ તરત સમતા ધારણ કરી લે છે. (૩) ગાંધીજી સાથે ભાવાત્મક અને વૈચારિક તાદાત્મ્ય મીરાંબહેન રોમા રોલાં લિખિત ગાંધીજી પરનું પુસ્તક વાંચે છે, ત્યારથી જ તેઓ ગાંધીજી સાથે ભાવાત્મક સંબંધથી જોડાઈ જાય છે. આશ્રમમાં આવ્યા પછી સમગ્ર દિનચર્યાની ક્ષણેક્ષણે બાપુ જ કેન્દ્રસ્થાને હોય છે. પ્રત્યેક પ્રવૃત્તિનો પ્રેરણાસ્રોત બાપુ જ હતા. બાપુ પ્રત્યક્ષ હાજર ન હોય તો પણ અલૌકિક જ્યોતિ સ્વરૂપે પોતાને દોરતા હોય એમ મીરાંબહેનને લાગતું. બાપુના દર્શન બે વખતની પ્રાર્થનામાં થતાં અને રાત્રે બાપુ ખુલ્લામાં આકાશદર્શન માટે (૨) સંવત સંવેદનશીલતા મીરાબહેનની લાગણીશીલતા અનિયંત્રિત ધસમસતો પાણીનો ખાટલામાં આડા પડ્યા હોય ત્યારે તેમની ઝાંખી કરી શકાતી. પ્રવાહ નથી, બલ્કે એના પર સંયમ અને વિવેકબુદ્ધિની લગામ છે. એમો લાગણીઓનું ઊર્ષીકરણ કર્યું હતું, માર્ચ ૧૯૩૦માં દાંડીકૂચ વખતે ગાંધીજીની ધરપકડ થતાં મીરાંબહેનને અતિશય દુઃખ થયું. હતું. પોતે દાંડીકૂચમાં જોડાઈ શક્યા નહોતાં, એનું દુઃખ તો હતું જ, (એમને આશ્રમની પ્રવૃત્તિઓમાં શક્ય તેટલા મદદરૂપ થવાનું કામ સોંપાયું હતું) તેમાં ગાંધીજી ને જેલ થયાના સમાચારે એમને વ્યગ્ર કર્યાં. આ દુ:ખો થોડાક હળવા થાય એ હેતુથી મીરાંબહેને જુદાજુદા રાજ્યોમાં ખાદીકામ માટે પ્રવાસ કર્યો. મીરાંબહેન આશ્રમમાં આવ્યાં તેના બીજાજ વર્ષે પિતાજીના અવસાનના સમાચાર આવ્યા. માને મળવા થોડો વખત સ્વદેશ જઈ આવવાનું બાપુએ કહ્યું, પણ મીરાંબહેનની એવી કોઈ યોજના નહોતી. બહેન-બનેવીને મુંબઈ મળી આવી સંોંધ માને છે. ૬ વર્ષ પછી માનું અવસાન થયું. મીરાંબહેન માને દર અઠવાડિયે પત્ર લખતાં, મા વળતો જવાબ પણ લેખે, માંદા હોય તો પા. એ વાત્સલ્યમૂર્તિ ચાલી ગઈ. મીરાંબહેને બાપુને પત્ર લખી હૈયું ઠાલવ્યું. બાપુ સંત્વનાના પત્રમાં લખે છે, ‘તારા શબ્દે શબ્દે તું થયા કેટલી જીરવી શકે છે તે જોઈ શકાય છે.’ માના મૃત્યુના એક મહિના પછી ગોળમેજી પરિષદ (ઑગસ્ટ, ૧૯૩૧) મળવાની હતી. ગાંધીજી સાથે મહાદેવભાઈ, દેવદાસ, પ્યારેલાલ અને મીરાંબહેન જોડાયાં. પિતાના અવસાન વખતે મીરાંબહેન સ્વદેશ ગયા નહોતાં, પણ આ વખતે કુદરતી યોગ ઊભો થયો છે, તેથી મીરાંને સુકૂન મળશે એવો ભાવ ગાંધીજીના મનમાં ખરો. જોકે મીરાંબહેન આ કારણસર જવા તૈયાર થયા નહોતાં. એમણે સ્પષ્ટ કહેલું, ‘પારિવારિક સંબંધોથી હું ૫૨ થઈ ગઈ છું.' મે, ૧૯૩૮માં ગાંધીજી વાયવ્ય સરહદ પ્રાંતના પ્રવાસે હતા. ત્યાંથી તેઓ દિલ્હી પહોંચ્યા. મીરાંબહેન સેગાંવમાં હતાં. એવામાં બહેન રહોનાના અવસાનના સમાચાર મળે છે. આ આધાત વખતે પણ મીરાંબહેન સંયમપૂર્વક મનને બીજી દિશામાં વાળે છે. યુરોપમાં અંધાધૂંધીનું વાતાવરણ હતું. હિટલરે ઝેકોસ્લોવેકિયા પર કબજો જમાવ્યો હતો. મીરાંબહેને પ્રવાસમાં ગાંધીજી સાથે મીરાંબહેન હોય ત્યારે ગાંધીજીનું સમયપત્રક મિનિટ-મિનિટની ગણાત્રી સાથે જળવાઈ રહે એની કાળજી મીરાંબહેન રાખતાં. બાપુથી દૂર રહેવાનું આવે ત્યારે મીરાંબહેનને દુ:ખ થતું. છતાં શ્રેયસ્કર પ્રવૃત્તિ માટે સામે ચાલીને હસતે મુખે દૂરીને આવકારે છે. બાપુને સમર્પિત મીરાંબહેન એમનો પડ્યો બોલ ઝીલવા હંમેશાં તત્પર રહે છે. બાપુ નારાજ થાય એવું એક ડગલુંય ભરતાં નથી. બીજી બાજુ બાપુના શબ્દોથી મીરાંબહેનને દુઃખ પહોંચ્યું હોય તો બાપુ પસ્તાવો કરે છે અથવા પોતાનો આશય સ્પષ્ટપણે રજૂ કરે છે. બંને વચ્ચે અદ્દભુત એકત્વ હતું. ઉપરાંત વૈચારિક એકત્વ પણ એમની વચ્ચે જોવા મળે છે. મીરાંબહેને બાપુના વિચારો આત્મસાત્ કર્યા હતા. ૧૯૪૨માં અલાહાબાદ કૉંગ્રેસ સમિતીની બેઠક મળવાની હતી. મીરાંબહેન તેમાં હાજર રહેવાની અનુમતી બાપુ પાસે માર્ગ છે, જેથી બાપુના મનની વાત પોતે અન્ય નેતાઓને સ્પષ્ટ રીતે સમજાવી શકે. બીજ બાજુ ગાંધીજીને પણ મીરાંબહેનના અંતરતમની સાચી પિછાણ છે, એની પ્રતીતિ કરાવો એ પ્રસંગ જોઈએ, યુરોપની ડામાડોળ પરિસ્થિતિ વખતે મીરાંબહેન ઝેકોસ્લોવેકિયાના નેતાને સેગાંવ આવવાનું આમંત્રણ આપે છે. પોતે ઝેકોસ્લોવેકિયા જઈ રૂબરૂ મુલાકાત લેવાનો પણ વિચાર કરે છે. બાપુને પુછાવે છે. બાપુ કહે છે, મને ખાતરી હતી કે તારો આત્મા આમ જ કહેશે ' જો કે મીરાંબહેન જઈ શકતા નથી, કારણ બાપુ એમને બાદશાહખાનની મદદે પેશાવર મોકલતા હતા.) મીરાંબહેન ગાંધીજીના અવસાનના એક દાયકા બાદ ૧૯૫૯માં ઈંગ્લૅન્ડ ગયાં. થોડો વખત ત્યાં રહી વિયેનામાં શેષ જીવન ગુજાર્યું. તા. ૨૦-૦૭-૧૯૮૨ના રોજ વિયેનામાં તેમનું અવસાન થયું. (આધાર ‘મીરાંબહેન' તું. જયંત પંડ્યા-આવૃત્તિ ૧૯૯૨.) એ-૬, ગુરુકૃપા સોસાયટી, શ્રી મુક્ત જીવન સ્વામી બાપા માર્ગ, વડોદરા-૩૯૦૦૦૧. ફોનઃ ૦૨૬૫-૨૪૮૧૬૮૦.

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28