________________
શાસનસમર્પિત પુણ્યાત્મા પેથડશા
પૂજ્ય ગુરુમહારાજના સમાગમ પછી, તેઓના વચન ઉપર અનન્ય શ્રદ્ધા રાખવાથી અને તેઓના ઉપદેશ મુજબ વર્તન કરવાથી મનુષ્ય કેટલે સુધીની પ્રગતિ સાધી શકે છે તેમજ આદર્શ જીવનનાં ઉચ્ચ શિખરો સર કરી શકે છે, તેનો આબેહૂબ ચિતાર એટલે ‘સુકૃતસાગર’ કાવ્ય.
શ્રી રત્નમંડન ગણિ મહારાજે રચેલા આ ગ્રન્થનું નામ જ એવું છે કે, એ સાંભળતાં આપણને એ સમજતાં સહેજ પણ વાર નથી લાગતી કે, સાગરરૂપ આ ચરિત્રમાં કેટકેટલીયે સુકૃત સરિતાઓનો અપૂર્વ સંગમ થયો હશે.
ઘણું જ ઉદાત્ત અને આદર્શરૂપ છે આ ચરિત્ર.
એમાં વર્ણવાયેલા એકેએક પ્રસંગો એવા ચોટદાર છે કે, એ વાંચતાં-સાંભળતાં શ્રી દેદાશા, પેથડશા અને ઝાંઝણશા-એ ધર્માત્મા ત્રિપુટીમાં રહેલા ઉદારતા, શાસનભક્તિ, ધર્મનિષ્ઠા અને અપૂર્વ સમયસૂચકતા વગેરે મહાન ગુણોની ઝાંખી થાય છે.
આ ગ્રન્થમાં રત્નત્રયીસમા પિતા, પુત્ર અને પૌત્ર એ ત્રણે નરરત્નોના જીવનપ્રસંગોનું વર્ણન આપવામાં આવેલું હોવા છતાં, મુખ્યપણે, પુણ્યાત્મા પેથડશાનું જીવનચરિત્ર વર્ણવવામાં આવ્યું છે. એટલે આ સુકૃતસાગરને ‘પેથડકુમાર ચરિત્ર’ના નામે પણ ઓળખવામાં આવે છે.
પેથડકુમાર ચરિત્ર
Jain Education International
For Private & Personal Use Only
(6)
www.jainelibrary.org