________________
પૂજ્ય શ્રી ધર્મઘોષસૂરીશ્વરજી મહારાજની હીરાપારખુ દૃષ્ટિએ ચીંથરેહાલ પેથડમાં કેવું યે નૂર નિહાળ્યું હશે કે માત્ર વીશ રૂપિયા જેવી રકમનુ પરિગ્રહપરિમાણવ્રત લેવા તૈયાર થયેલા એ પુરુષને લાખ સુધીની મર્યાદા રાખવાનું સૂચન કર્યું. તે સમયે પેથડને એવી કલ્પના પણ કયાંથી હોય કે ધર્મપસાયે લક્ષ્મીની અપૂર્વ મહેર પોતાની ઉપર ઊતરવાની છે !
ભીમ શ્રાવકે સ્વીકારેલ બ્રહ્મચર્યવ્રતની ખુશાલી નિમિત્તે પેથડશાને પહેરામણીરૂપે મોકલેલ મડી (પૂજાની જોડ)ને પહેરવાને બદલે ચંદનના છાંટા નાંખી તેની પૂજા કરતાં જોઈ તેમનાં ધર્મપત્ની પ્રથમણીએ જ્યારે એમને એમ કરવાનું કારણ પૂછ્યું ત્યારે તેના જવાબમાં પોતે બ્રહ્મચર્યવ્રતનો સ્વીકાર નથી કર્યો એ કારણ જણાવ્યું. એ વખતે પ્રથમિણીએ કરેલા આહ્વાનને સહેજ પણ ખચકાટ કે વિલંબ વગર સ્વીકારી, બત્રીશ વર્ષની ભરયુવાન વયે, ઉમંગભેર, બ્રહ્મચર્યવ્રતને અંગીકાર કરનાર એ નરવીરમાં સાચે જ અપૂર્વ વિષયવિરાગ, દૃઢ મનોબળ, ધર્મનિષ્ઠા અને બીજાને અનુકૂળ થઈને કાર્ય કરવાની વૃત્તિનાં આપણને આહ્લાદકારી દર્શન થાય છે.
આ પુસ્તકને બે ઘડી મોજ માટે કે ઊંઘ લાવવા માટે વંચાતી કે સંભળાવાતી કથારૂપે વાંચવાથી ખાસ લાભ થવા સંભવ નથી. પણ ‘આના વાચન-શ્રવણથી મને મારા જીવનમાં ઉપયોગી થાય એવી ઘણી વાતો જાણવા મળે તેમ છે'–એવી ગુણગ્રાહક દૃષ્ટિથી એને સમજી
પેથડકુમાર ચરિત્ર
(7)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org