Book Title: Pethadkumar Charitra Author(s): Pradyumnasuri Publisher: Shrutgyan Prasarak SabhaPage 12
________________ શ્રાવિકાઓનું વર્ણન આવે છે. બારમા સૈકાથી તો પરમાતું રાજા કુમારપાળ વગેરે નામાંકિત રાજવીઓ, મંત્રીઓ, શ્રેષ્ઠીઓનાં જીવનચરિત્રો, જીવનપ્રસંગો અનેક ગ્રંથોમાં દૃષ્ટાંતરૂપે સચવાયેલા અથવા સ્વતંત્ર ચરિત્રરૂપે રચાયેલાં પણ મળે છે. વળી આ જ વિષયમાં સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, રાજસ્થાની અને ગુજરાતી ભાષામાં રચાયેલાં પ્રબંધ, રાસા અને ઢાળિયાં પણ મોટી સંખ્યામાં પ્રાપ્ત થાય છે. ઓપદેશિક ગ્રંથોમાં પેથડકુમાર પ્રસ્તુત મહામાત્ય પેથડકુમાર, એમના પિતા દેદાશાહ અને સુપુત્ર ઝાંઝણકુમારના જીવનપ્રસંગો અનેક ઔપદે શિક ગ્રંથોમાં સંક્ષેપ કે વિસ્તારથી મળે છે. તેમાં મુખ્યત્વે ઉપદેશતરંગિણી, ઉપદેશસપ્તતિ, અને ઉપદેશસારમાં જે પ્રસંગો લખાયેલા છે તેનો આધાર આ સુકૃતસાગર' કાવ્ય છે. આ સુકૃતસાગરને મંત્રીશ્વર પેથડકુમારનું જીવનચરિત્ર કહેવું જોઈએ. જોકે પેથડકુમારના પિતા દેદાશાહનું જીવન પણ આમાં આવે છે, પણ તે તો દેદાશાહના ઉત્તર જીવનના-સુવર્ણ સિદ્ધિની પ્રાપ્તિ, કુંકુમલોલશાળાનું નિર્માણ, સ્તંભન પાર્શ્વનાથ ભગવાનની ભક્તિ વગેરે-પ્રસંગોના વર્ણન પૂરતું જ છે. વળી આમાં શ્રી ઝાંઝણકુમારના સત્કાર્યનું જે વર્ણન મળે છે તે પણ એમના સિદ્ધગિરિજીના મહાન્ યાત્રાસંઘ, ગુજરાતરાજ્યવાત્સલ્ય વગેરે પ્રસંગોને જ આવરી લે છે. મતલબ કે દેદાશાહના ઉત્તર જીવન અને ઝાંઝણકુમારના પૂર્વ જીવનના કેટલાક પ્રસંગો પણ આ કાવ્યમાં (11) પેથડકુમાર ચરિત્ર Vain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 252