________________
હંકારી જાત ચરિત્રમાંથી નીપજતો હોય લાખથી
ઐતિહાસિક કથાઓમાં આ ચરિત્રમાં વર્ણવવામાં આવેલ દેદાશા, પેથડશા અને ઝાંઝણશાની ત્રિપુટીએ જે ધર્મસંઘનાં કાર્યો કર્યા તે અદ્ભુત છે. શ્રી દેદાશાહ કે પેથડકુમારના જીવનનું ઉત્થાન શ્રી નાગાર્જુનથી આ. શ્રી ધર્મઘોષસૂરિજીથી જ થયું છે તે આ ચરિત્રમાં આવે છે.
કર્મના ઉદયના કારણે પેથડ અને પ્રથમિણી જીવનના પ્રારંભના જ તબક્કામાં અકિંચન બની ગયા છતાં સત્ત્વ કેટલું દૃઢ છે કે કોઈ પણ પાઈની મદદ પણ સ્વીકારતા નથી.
વિમલશ્રી-જેઓ પેથડકુમારનાં માતા હતાં તેઓ રોજ સવારે દેરાસર પ્રભુનાં દર્શન કરી ગુરુ મુખે પચ્ચકખાણ લઈ ઘેર આવે ત્યાં સુધીમાં સવાશેર સોનાના સિક્કા આપતાં હતાં.
તેથી એ નિત્યદાનથી સમૃદ્ધ થયેલા ઘણા આત્માઓ રાત્રે એ સોનામહોર આપવા આવતા પણ કોઈનું કશું સ્વીકારતાં નહીં. ઔચિત્યના સંસ્કાર કેવા પ્રબળ હશે કે માંડવગઢમાં પ્રવેશ કરતી વખતે કાળો નાગ અને કાળી ચકલી જોઈને પગ માંડતાં ખચકાયાં તો એક રાજસ્થાનવાસી ભાઈએ કહ્યું કે તુર્ત પ્રવેશ કરો, રાજા તો નહીં હવે મંત્રી બનશો.
આવું શુભ કહેનારને કાંઈક આપવું જોઈએ માટે ઉપરણાના ગજવામાં ખાંખાખોળા કરીને એક સોપારી આપે છે.
આપવા માટે મનુષ્યનો અવતાર છે. આવી ઘણી બોધદાયક વાતો આ ચરિત્રમાં છે. તેને વાગોળવાથી આપણા જીવનમાં તે ગુણ દાખલ થાય છે.
(5)
પેથડકુમાર ચરિત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org