Book Title: Pethadkumar Charitra
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 5
________________ તે માટે મને તુર્ત સૂઝે છે તે એ છે કે ઉત્તમ પુરુષનાં ઉત્તમ ચરિત્રો વાંચવામાં આવે, વાગોળવામાં આવે. તો પોતાની જાતને બદલવા માટે રોલ મોડલ મળી રહે. વળી એ આદર્શ ચરિત્ર માપસર રસાળ અને પ્રસંગોથી અસરકારક હોવું જોઈએ. તેવાં ત્રણ ચરિત્રો (ઘણાં ચરિત્રો છે તેમાંથી) તો પ્રત્યેક શ્રાવકના ઘેર હોવાં જ જોઈએ. (૧) પેથડકુમાર ચરિત્ર (૨) ધન્યકુમાર ચરિત્ર (૩) શ્રીપાળ ચરિત્ર. કાળના પ્રભાવે અલ્પ પુણ્યવાળા જીવો જ અહીં અવતરે છે તેવી સ્થિતિમાં પણ સમભાવથી નવાં ચીકણાં કર્મ ન બંધાય તે રીતે કેમ જીવવું તેનું પથદર્શન આ ચરિત્રોમાંથી થાય છે. એ ત્રણ પૈકીનું એક શ્રી પેથડકુમાર ચરિત્ર અહીં સહેજ મોટા અક્ષરમાં આપવામાં આવે છે. તમામ જૈનોના ઘેર આ પુસ્તક હોવું જોઈએ. ખરીદવાની શક્તિ ન હોય તેઓને અન્ય રસિક સંપન્ન આત્માઓ ભેટ આપે પણ આવાં ચરિત્રોનું વારંવારનું વાંચન જે આજે ઉત્તમ આલંબન બનશે. તેથી આ ચરિત્રનું વાંચન ઘરના બધા સભ્યોને એક સાથે બેસાડીને પણ કરી શકાય અને તે ઉપાય શ્રેષ્ઠ છે. વળી ચોક્કસ કારગત નીવડે તેવો છે. ભણેલા જાતે વાંચે. ઘરમાં વંચાવે. આવનાર મહેમાનને ભેટ આપે. પુસ્તકની કિંમત પણ બધાને પરવડે તેવી છે. તો જરૂર આનો લાભ ઉઠાવજો. અંધેરી પૂર્વ અષાઢ સુદિ - ૩ વિ.સં. ૨૦૬ ૪ પેથડકુમાર ચરિત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 252