Book Title: Pathik 1999 Vol 39 Ank 03
Author(s): Nagjibhai K Bhatti and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઇતિહાસ સમયની પૂર્વભૂમિકામાં માણસનો અભ્યાસ કરતો વિષય છે. ઈતિહાસનો અર્ક સારતત્વ સમયના ઘટક પર રહેલ છે. ભૂતકાળ વર્તમાનકાળ અને ભવિષ્યકાળ ઘટનાઓની એક અતૂટ હારમાળા તરીકે એકબીજા સાથે ગૂંથાયેલ છે.સમયનો અર્થ છે. પરિવર્તન. માનવજાત સાથે સમગ્ર પ્રાકૃતિક વિશ્વ સતત પરિવર્તન પામતું રહે છે. ઈતિહાસ એ પ્રગટ કરે છે કે કોઈ આદર્શ કે કોઈ સંસ્થાને અપરિવર્તનશીલ શાશ્વત મૂલ્ય નથી. ઈતિહાસ એક ચક્ર છે અને તે કોઈપણ ભાવના વિના ચાલે છે. ઇતિહાસ યુનાની દુખાંત નાટકોના અટલ, તર્કની જેમ જ ચાલે છે. ઈતિહાસમાં કોઈ એવી શક્તિ રહી છે. જે મનુષ્યને ધીરેધીરે કંગાલિયત અને ચડતી પડતી હાલતોમાંથી ઉભા કરીને આજની દશામાં લાવે છે.' ઇતિહાસના શિક્ષણનું જગતમાં અનોખું સ્થાન છે. આમ તો ખરી રીતે એમ કહી શકાય કે ઈતિહાસનો જન્મ નો આ પૃથ્વી પર જન્મ થયાની સાથે જ થયો છે. તે પછી હિરોડોસે એ એવો પહેલો વ્યક્તિ હતો કે જેણે માનવના કાર્યો વિચારો અને સિદ્ધિઓને આલેખી. તેથી તેને ઈતિહાસનો પિતામહ ગણવામાં આવે છે. તે પછી ટ્યુસીડાઈઝીસ ઈતિહાસને પ્રબોધાત્મક રૂપ આપી જન્મ આપ્યો. ત્યારબાદ રાકેએ ૧૯મી સદીમાં ઇતિહાસને વૈજ્ઞાનિક સ્વરૂપ આપ્યું ટોયલ્બીએ (.સ. ૧૮૨૮ થી ૪૨) ઇતિહાસની વકીલાત કરી. ' આ પછી ઇતિહાસે દાદીમાની વાર્તા મહીને પ્રમાણોને આધારે લખાતા સામાજિક વિજ્ઞાન તરીકેનો દરજ્જો મેળવ્યો. તે સાથે ઇતિહાસ આત્મલક્ષી મટીને વસ્તુલક્ષી બને છે. માનવીનો સતત પ્રહરી સાથી એવો ઈતિહાસ સમાજને કેવી રીતે ઉપયોગી બને છે તે બાબતને મેં આ લઘુનિંબધમાં સ્પષ્ટ કરવા નમ્ર પ્રયત્ન કર્યો છે જેમકે (૧) ઇતિહાસ એ સ્વજ્ઞાન કે આત્માને ઓળખવા માટે છે. માણસ પોતાનો સ્વભાવ, પોતાની જાત તથા જે કાર્ય કરે છે તેને ભૂતકાળના માનવના કાર્યોની સાથે મૂલવણી કરે છે પોતાના પૂર્વજોનો સ્વભાવ અને કાર્યોમાંથી માનવ પોતાનું મહદઅંશે ઘડતર કરે છે એટલે જ કોલિંગવડે ઈતિહાસને ભૂતકાળ અને વર્તમાન વચ્ચેનો અનંત સંવાદ કહ્યો છે. (૨) ઇતિહાસ શીખવાથી શું લાભ થાય છે તે બાબત લોર્ડ બેકનના કથનની સ્પષ્ટ થાય છે કે “કવિ માણસને આનંદી બનાવે છે. ગણિત સૂક્ષ્મ નજરવાળો, પ્રકૃતિનું તત્વજ્ઞાન માણસને ઊંડો અને નિતિશાસ્ત્ર ગંભીર બનાવે છે. પણ ઇતિહાસ સૂઝવાળો બનાવે છે.' (૩) માનવ પોતાના સમાજના બહુ મોટા અંશ માટે સીધો અને જીવંત સંપર્ક ધરાવી ન શકે. તેથી સમાજના ઇતિહાસરૂપી સંસ્મરણ દ્વારા તેની સાથે માનસિક એકતા સાધી શકે છે. (૪) ઈતિહાસ એ સામાજિક વારસો છે. તેમાં સામાજના પુરૂષાર્થની છબી ઉઠે છે. તેમાં જોઈ માનવ વર્તમાનમાં ચાલે છે. ઇતિહાસની જાણ સમાજની દરેક વ્યક્તિને હોય તો સામાજિક જરૂરિયાત છે. (૫) ઇતિહાસમાં યુદ્ધો ખટપટો, ઉથલપાથલો, શહાદતો વીરતા, ત્યાગ વગેરેની વાતો આવે છે તે જાણીને વાંચનાર અનુભવે કે યુગોથી યુદ્ધ ખટપટ દગો, વીરતા એ બધુ ચાલ્યું જ આવે છે તેથી સુખમાં હરખાવું નહીં અને દુ:ખમાં પડી ભાંગવું નહીં. (૬) ઈતિહાસ એ માનવીના જીવનપ્રવાહો તથા તેના જીવનની ઘટનાઓનું માત્ર વર્ણન જ કરતો નથી પરંતુ તે બધાનું અન્વેષણ કરતું ઇતિહાસ વિજ્ઞાન છે. ઈતિહાસ માનવજીવનની સમસ્યાઓ અને તેને લાગતા અણ ઉકેલ્યા પ્રશ્નોનું વિવેચન કરી તેનો ઉકેલ સૂચવે છે. (૭) માનંવીની સિદ્ધિઓ નિષ્ફળતાઓ જેને લોકોએ પોતાના માનસપટ ઉપર જાળવી રાખી છે. એને તે પથિક • નવેમ્બર-૧૯૯૮ - ૫ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20