Book Title: Pathik 1999 Vol 39 Ank 03
Author(s): Nagjibhai K Bhatti and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાજયની દુર્દશા થઈ, આગળ પર વેપાર કારીગરી ધર્મ અને વિદ્યા કેવા જોર પર હતા? વળી તે કેવી રીતે નાશ પામી પાછા ઉન્નતિમાં આવ્યા આ બધી જ માહિતી આપણને ઈતિહાસ જ પૂરી પાડે છે. આપણને ભારત વર્ષના ઇતિહાસમાંથી એવી ઘટનાઓ મળી આવે છે કે તેના વાંચનથી લણવાર આશ્ચર્યના સમુદ્રમાં ગરકાવ થયા વિના રહેવાતું નથી. ઇતિહાસમાં માણસના સ્વભાવની બુદ્ધિબાળની, પ્રયોગોની સિંહ સમા વિકરાળ વ્યક્તિઓની ધીરવીરની વાતો હોય છે. જે ભાવી પ્રજાના અંતકરણ પર ઊંડી અસર ઉપજવે છે. ઇતિહાસના અભ્યાસથી પ્રજાકીય આત્માની ઓળખાણ થાય છે. માનવજાતની પ્રગતિ કે ઉન્નતિને સમજવા માટે અને સામાજિક સંસ્થાનું હાર્દ જાણવા માટે ઈતિહાસએ અણમોલ સાધન છે. ઈતિહાસએ એક પ્રકારનું દર્પણ છે. માનવ આ અરીસામાં જોઈ પોતાની ખામીવાળી આકૃતિ સમીનમી કરવા માંડે છે. માનવસ્મૃતિના બનાવોને જાગૃત કરવાનું કામ ઇતિહાસ સિવાય બીજુ કોઈ નહીં કરી શકે. ઇતિહાસ ભણવાથી અને એને અંતઃકરણમાં ઉતારવાથી માનવ પોતાની ભૂલોમાંથી બચી જાય છે તેથી ઇતિહાસએ માનવ સુધારામાં એક ભલા દેશનેતાનું કામ કરે છે. ઉગતી પ્રજાના દિલમાં કત્વ શક્તિના બીજ રોપી પૂર્વજો પ્રત્યે માન અને શ્રદ્ધાની લાગણી પેદા કરવામાં ઇતિહાસમાં પ્રજાનું પ્રથમ કક્ષાનું શાસ્ત્ર છે. ઈતિહાસ એ તો પ્રજાની મૂડી છે જે એ મૂડી ન હોય તો તેની સ્થિતિ કેવી થાય તે કલ્પના પણ ધ્રુજાવી મૂકે તેવી છે. ભારતની પ્રજા અત્યારે જો ઊંચુ શીર રાખતી હોયતો તે ઈતિહાસના આધાર વિના તો નહી જ. માનવના જ્ઞાનના બીજા બધા વિષયો કરતા ઈતિહાસમાં વધારે લોકપ્રિય શાસ્ત્ર છે. - હાલમાં પ્રજાને સ્વદેશાભિમાની કરવા માટે ઇતિહાસએ ઘણો જ સુંદર વિષય છે. ભારત જેવા ઉન્નતિની ટોચથી ઉત્તરી પડેલા અને આજે પાછા એ ઉન્નતિને આંબુ આંબુ કરી રહેલા દેશ માટે ઇતિહાસ વિષય જ સમાજ સુધારણાનું કામ કરશે. પાદનોંધ ૧. પરીખ ૨. છો. “ઇતિહાસ સ્વરૂપ અને પદ્ધતિ, ગુજરાત યુનિ. અમદાવાદ પ્રથમ આવૃત્તિ ૧૯૬૯ પૃ. ૫૪ ૨. લોહિયા રામમનોહર “ઇતિહાસ ચક્ર” (હિંદી) પૃ. ૨૩ ૩. તિવારી દેવકી “ઇતિહાસ કા અધ્યાપન", આગ્રા (હિન્દી) પૃ. ૧ ૪. પંચોલી મનુભાઈ “ઇતિહાસ અને કેળવણી” સણોસરા પૃ. ૨૩ ૫. ધારૈયા રમણલાલ “ઇતિહાસનું તત્વજ્ઞાન અને ઇતિહાસ લેખન અભિગમ” યુનિ. ગ્રંથ નિર્માણ બોર્ડ અમદાવાદ ૬. સાંડેસરા ભોગીલાલ “અન્વેષણા આર. આર. શેઠ કંપની અમદાવાદ ૧૯૬૭ પૃ. ૩૦ પથિક • નવેમ્બર-૧૯૯૮ • ૭ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20