Book Title: Pathik 1999 Vol 39 Ank 03
Author(s): Nagjibhai K Bhatti and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિશ્વાસપાત્ર થઈ પડ્યા. જતે દહાડે સને ૧૮૭૫માં દયાનંદે શ્યામજીને પોતાના ઉત્તરાધિકારી બનાવ્યા અને આર્યસમાજના અધ્યક્ષ બનાવ્યા. એ જ વર્ષે કે અને ૧૮૭૫માં શ્રીમંત શેઠશ્રી છબીલદાસ લલ્લુભાઈ ભાનુશાલીની એકમાત્ર લાડકી પુત્રી ભાનુમતિ સાથે ૧૮મે વર્ષે લગ્ન થયાં. એ સમયે ભાનુમતિ હતાં માત્ર ૧૩ વર્ષના. શ્યામજીને વધુ અભ્યાસ માટે ઇગ્લેન્ડ જવું હતું પણ પૈસાની જોગવાઈ ન હતી. એ સમયે ઓક્સફર્ડ યુનિ. ના પ્રો. વિલિયમ્સ ભારતની મુલાકાતે આવ્યા હતા. એમણે શ્યામજીની સંસ્કૃતભાષા પરની પંડિતાઈ જોઈ અને ઓક્સફર્ડમાં પોતાના મદદનિશ તરીકે આવવા નિમંત્રણ આપ્યું. આ માટે ન્યાયમૂર્તિ દેશમુખે પણ ભલામણ કરી હતી. એટલે નક્કી થયું કે સને ૧૮૭૮ના છેલ્લા મહિનામાં અથવા ૧૮૭૯ના પહેલા મહિનામાં એઓ ઓક્સફર્ડ આવી મદદનિશ બને. ત્યાં જે પગાર મળે એમાં સાદાઈથી ત્યાં રહી શકાય તેમ હતું. ભણી શકાય તેમ ન હતું. શ્યામજીની અંગત ઇચ્છા બેરિસ્ટર થવાની હતી. મુંબઈની ફોર્ટ શાળાના શિષ્ય અને જંગલ અધિકારી તરીકે ફરજ બજાવતા શ્રી ગિલ્સનને મળ્યા અને કચ્છના પોલિટિકલ એજન્ટ કે જે એક અંગ્રેજ હતા એમના પર ભલામણ કરાવી કે શ્યામજીને બેરિસ્ટર થવા માટે કચ્છરાજ્ય સહાય કરે. બીજી બાજુ, એ સમયે કચ્છના દીવાન મણીભાઈ જશભાઈ પર પણ ન્યાયમૂર્તિ શ્રી દેશમુખ મારફતે ભલામણ કરાવી. પરિણામમાં નનૈયો મળ્યો : પણ ધર્મપત્ની ભાનુમતિએ પોતાની અંગત બચતમાંથી પતિને આર્થિક સહાય કરી. પત્નીની સહાય મળતાં એઓ સને ૧૮૭૯માં ઇંગ્લેન્ડ પહોંચ્યા. વાયદા પ્રમાણે થોડા મોડા પડવા બદલ પ્રો. વિલિયમ્સ પાસે આર્થિક કારણો રજૂ કર્યાં અને પોતાને ત્યાં સમાવવા વિનંતી કરી. મૂળ નિયંત્રણ પ્રમાણે તો ત્રણ વર્ષ પૂરા કરવા અને અઠવાડિયે પચાસ પૌંડ મળવાના હતા પણ નવી પરિસ્થિતિમાં અઠવાડિયે સવા પૌંડ ની ઓફર થઈ : સમય-સંજોગો પ્રમાણે એ શરતે પણ ત્યાં રહ્યા. શ્યામજીની કામગિરી અને ધગશ જોઈ કોલેજના વ્યવસ્થાપકો પ્રોફેસરોની રાજી થયા અને વિદ્યાર્થીઓને વશ કરી લીધા, અને સને ૧૮૭૯ની ૨૫મી એપ્રિલે એમને તે કોલેજના ગ્રેજ્યુએટ તરીકે દાખલ કરવામાં આવ્યા. દિવસે કોલેજના વિદ્યાર્થીઓને સંસ્કૃત શિખવ્યા બાદ રાત્રે કાયદાનો અભ્યાસ કરતા. સાથોસાથ લેટિન, ગ્રીક, સ્પેનિશ વગેરે ભાષાઓ પણ એક વર્ષના ટૂંકા ગાળામાં શીખી લીધી. ગ્રીકભાષામાં લખાયેલા ‘બાઈબલ'નું અંગ્રેજીમાં અવતરણ પણ કરી નાખ્યું. આ કારણે બેલીયમ કોલેજે શ્યામજી જુદી જુદી ભાષાના જ્ઞાતા તરીકે નિમણૂંક આપી. નવી નિમણૂકમાં એઓ સંસ્કૃત, ગુજરાતી અને મરાઠી શિખવતા. ઘમી જીવે ઓક્સફોર્ડમાં હિંદી-સંસ્કૃતિ અને પુસ્તકાલયની પ્રવૃત્તિ ઉપાડી લીધી હતી. આ નવી સંસ્થાના માનાર્હ સભ્ય થવાનું મુંબઈના ગવર્નર સર રીકાર્ડ ટેમ્પલને લખવાનું હતું. પ્રો. વિલિયમ્સે, આ ઉત્સાહી ભારતીય માટે સર રીકાર્ડ ટેમ્પલ દ્વારા કચ્છરાજ્યને શિષ્યવૃત્તિ માટે ભલામણ કરાવી. બદલામાં ઓક્સફર્ડના માનાર્હ સભ્ય થવાનું માન મળતાં સર રીકાર્ડ ટેમ્પલ ખુશખુશાલ થઈ ગયા અને કચ્છના પોલિટિકલ એજન્ટ તેમ જ દીવાન મણીભાઈ જશભાઈ તેમ જ મહારાવશ્રીને લખ્યું, ગવર્નરનો પત્ર મળતાં કચ્છરાજ્યે શ્યામજીને કચ્છ બહાર અભ્યાસ કરવા માટે વાર્ષિક ૧૦૦ પૌંડની શિષ્યવૃત્તિ મળતી રહી : પાછળથી એમાં વધારો પણ થયો ! કચ્છરાજ્યની શિષ્યવૃત્તિ મેળવી હિન્દ બહાર (ઇગ્લેન્ડ) ભણનાર પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા પ્રથમ વિદ્યાર્થી હતા. સંવત ૧૯૪૦ની મહાવદ ૧૦ (સને ૧૮૮૪, ફેબ્રુઆરી)ના રોજ મહારાવ ખેંગારજીના લગ્ન રાણાશ્રી જાલમસિંહજીનાં કુંવરી ગંગાબા સાથે તથા સાહેલાના ઠાકોર સાહેબના કુંવરી મોટાંબા સાથે લેવાયા. આ લગ્નપ્રસંગે પંડિત શ્યામજી કૃષ્ણ વર્માને હાજર રહેવા માટે કચ્છરાજ્ય તરફથી નિયંત્રણ પણ પાઠવવામાં આવ્યું હતું એ ગૌરવ પથિક, નવેમ્બર-૧૯૯૮ + ૧૧ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20