Book Title: Pathik 1999 Vol 39 Ank 03
Author(s): Nagjibhai K Bhatti and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થામણામાં બુનિયાદી શિક્ષણનો પ્રયોગ કરવામાં આવ્યો ત્યારે શિક્ષકો અને વિદ્યાર્થીઓને નવા પ્રયોગ અંગે માર્ગદર્શન આપવા માટે વિદ્યાલયના સંચાલકો, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ કાર્યક્રમનો આરંભ કરી આપ્યો હતો. ગાંધીજીએ હિંદ છોડોનો આદેશ આપ્યો અને રચનાત્મક સંસ્થાઓને પણ તેમાં ભાગ લેવા હિમાયત કરી ત્યારે વલ્લભ વિદ્યાલયે લડતમાં યોજવા પૂર્વક ઝંપલાવ્યું હતું. નાના વિદ્યાર્થીઓને ઘરે મોકલી દીધા. વિદ્યાલયની જવાબદારી ગંગાબહેન અને મેધાવ્રતજીને સોંપી. બાકીના બધા કાર્યકરો અને વિદ્યાર્થીઓની ટુકડીઓ પાડી બોરસદ તાલુકાના જુદા જુદા ઠેકાણે સત્યાગ્રહ કરવા મોકલ્યા. શિવાભાઈ અને તેમના વિદ્યાર્થીઓ મગનભાઈ અને મનહરભાઈ બોરસદ ગયા. ત્યાં સાંજના સરઘસમાં તેમની સાથે આશાભાઈ, ત્રિકમભાઈ અને અંબાગિરિભાઈ તેમજ બીજા કેટલાક લોકો જોડાયા હતા. સરધસ પાટીદાર ધર્મશાળા આગળ આવતા પોલીસે લાઠીમાર કર્યો. તેમાં અન્યની સાથે શિવાભાઈને સખત વાગ્યું. તે સમાચાર મળતા વલ્લભ વિદ્યાલયથી મેધાવતજી તેમની સારવાર માટે બોરસદ આવ્યા, તેમની પાસેથી પત્રિકા મળતા પોલીસે શિવાભાઈ, મેઘાવ્રતજી, આશાભાઈ અને અંલાગિરિભાઈને જેલમાં લઈ ગયા. પછી શિવાભાઈ પર કેસ ચાલતા તેમને છ માસની સજી થઈ. પુનઃ સત્યાગ્રહની પ્રવૃત્તિ ચાલુ રાખતા તેમને જેલમાં રાખવામાં આવ્યા. ત્યાં તેમણે . શિક્ષણ પ્રયોગને આવરી કેટલાક પ્રસંગોને લઈ “જીવન દ્વારા શિક્ષણ' એક પુસ્તક તૈયાર કર્યું. આ પુસ્તક પાયાના સ્તરે રાષ્ટ્રનિર્માણના કાર્યકરો માટે માર્ગદર્શન રૂપ બન્યું હતું. હિંદ છોડો લડત દરમ્યાન પોલીસના હાથે ખેડા જિલ્લાના ૩૮ વિદ્યાર્થીઓ પકડાયા હતા તેમાં ૧૮ વિદ્યાર્થીઓ વલ્લભ વિદ્યાલયના હતા. ૧૯૪૪માં શિવાભાઈ જેલમાંથી છૂટ્યા પછી વલ્લભ વિદ્યાલયની કામગીરી સંબંધમાં આયોજન કરી રહ્યા હતા. ત્યાં ૧૯૪૫ માં ગ્રામસેવક તાલીમવર્ગ રવિશંકર મહારાજની રાહબરી નીચે શરૂ કરાયો ત્યારે શિવાભાઈ તે કાર્યમાં મદદરૂપ બન્યા હતા. વિદ્યાલયમાં પુનઃ રચનાત્મક કામગીરીને વધારવા પોતાનું યોગદાન આપ્યું હતું. તે પ્રયાસો આઝાદી મળતા સુધી અને તે પછી પણ ચાલુ રહ્યા હતા. આમ ગાંધીજીના વિચારો અને કાર્યશૈલીને સ્થાનિક ઢાંચામાં ગોઠવીને ગ્રામ્ય વિસ્તારના ખેડૂત તથા શ્રમજીવી વર્ગોને રાષ્ટ્રીય સંગ્રામમાં સામેલ કરવામાં, ગાંધીયુગની રાષ્ટ્રીય ચળવળોમાં સ્થાનિક સમાજને સબળ માર્ગદર્શન અને નેતૃત્વ પુરુ પાડવામાં તથા ખાસકરીને રચનાત્મક કાર્યક્રમો દ્વારા નબળા વર્ગનું સામાજિક તથા રાજકીય ઉધૃતિકરણ કરીને રાષ્ટ્રના સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેમને ભાગીદાર બનાવી રાષ્ટ્રીય લડતના પાયાનું વિસ્તરણ કરવામાં શ્રી શિવાભાઈ જેવા કાર્યકરોની કામગીરી મહત્વનું સ્થાન ધરાવે છે. સંદર્ભ ગ્રંથસૂચી (૧) પટેલ શિવાભાઈ ગો. : પાયાની કેળવણીનો પ્રયોગ. ૧૯૫૮ (૨) પટેલ શિવાભાઈ ગો. : જીવન દ્વારા શિક્ષણ. ૧૯૫૦ પટેલ શિવાભાઈ ગો. : મારું જીવનઘડતર. ૧૯૭૯ (૪) પટેલ શિવાભાઈ ગો. : શિક્ષણના મારા અનુભવો. ૧૯૭૨ (૫) પટેલ શિવાભાઈ ગો. : બાપુની આશ્રમની કેળવણી. ૧૯૬૯ (ગાંધી શતાબ્દી ગ્રંથાવલી-૩) (૬) ઉમરાજવાલા રમેશ એસ. : ચરોતરના સત્યાગ્રહો. ૧૯૮૯ (૭) (સંપા.) શાહ પુરુષોત્તમ છે. ચરોતર સર્વસંગ્રહ તથા ખેડા જિલ્લાનો માહિતી ગ્રંથ ૧૯૫૪ શાહ ચંદ્રકાંત રૃ. ભાગ-૧ અનેર. (૮) (સંપા.) પટેલ મગનભાઈ જી. : મારી જીવનયાત્રા ૧૯૮૨ તથા મહેતા બબલભાઈ (૯) ગાંધી રાજમોહન (અનુ) સંઘવી નગીનદાસ : સરદાર પટેલ ૧૯૯૪. એક સમર્પિત જીવન. (૧૦) દેસાઈ શાંતિલાલ મ. : રાષ્ટ્રનો સ્વાતંત્ર્ય સંગ્રામ ૧૯૭૨. અને ગુજરાત. પથિક • નવેમ્બર-૧૯૯૮ - ૧૬ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 17 18 19 20