Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
+
HIT ++++356 Gs disp by + = he]? I
FHP
વર્ષ : ૩૯ મું, અંક : ૩
Pa
fre
thyron profe
####}}
khus
Sou நி Tog નોકરી ને કો
JAIN C
Br
JAS
www.kobatirth.org
પથિક
ZISIU (ઇતિહાસ-પુરાતત્ત્વનું એક માત્ર ગુજરાતી માસિક)
આદ્ય તંત્રી સ્વ. માનસંગજી બારડ
તંત્રીમંડળ
ડૉ. નાગજીભાઈ ભટ્ટી, ડૉ. ભારતીબહેન શેલત, પ્રો. સુભાષ બ્રહ્મભટ્ટ
વિ.સં.૨૦૫૫ : માગશર
Bar
Blogg
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જિલ્લા મથ
mpbel
a. . . this
For Private and Personal Use Only
સન ૧૯૯૮ : ડિસેમ્બર
****
нам баби вноски
Natas
DEV
4]
ગજલક્ષ્મી
પથિક કાર્યાલય, C/o. ભો. જે. વિદ્યાભવન, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૯
{3}}}
PIPS
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુજરાતના સારસ્વતોનું નવું સંસ્કરણ
ગુજરાત સાહિત્ય સભાએ સાક્ષરવર્ય શ્રી કે. કા. શાસ્ત્રી રચિત ગુજરાતના સારસ્વતો' (પ્ર.સા ૧૯૭૭)નું નવું સંસ્કરણ ડૉ. શ્રદ્ધા ત્રિવેદી તથા ડૉ. કીર્તિદા જોશી દ્વારા તૈયાર કરાવીને પુનઃ પ્રકાશિત કરવાનો નિર્ણય લીધો છે. આથી સર્વ સાહિત્યકારોને પોતાનાં ઉપનામ, જન્મતારીખ, જન્મ સ્થળ, વતન, અભ્યાસ, વ્યવસાય અને સાલવાર આવૃત્તિ નિર્દેશ સાથેની સંપૂર્ણ યાદી મંત્રી, ગુજરાત સાહિત્ય સભા, c/o. શ્રી હ. કા. આ કૉલેજ, આશ્રમ રોડ, અમદાવાદ - ૩૮૦૦૦૯ ના સરનામે મોકલવા વિનંતી છે. આ માહિતી મોડામાં મોડી ફેબ્રુઆરી, ૧૯૯૯ના અંત સુધીમાં મળશે તો તેનો પ્રકાશ્ય સંદર્ભ ગ્રંથમાં યોગ્ય રીતે લાભ લઈ શકાશે. સૌ સાહિત્ય સેવકોને આ યજ્ઞકાર્યમાં કર્તવ્યભાવે સહકાર આપવાની આગ્રહપૂર્વક વિનંતી છે.
કમળાબહેન સુતરિયા મધુસૂદન પારેખ ચંદ્રકાન્ત શેઠ
મંત્રીઓ, ગુજરાત સાહિત્ય સભા
For Private and Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વ. માનસંગજી બારડ સ્મારક ટ્રસ્ટ
ટ્રસ્ટી-મંડળ ડે. કે. કા. શાસ્ત્રી, ડૉ. ચિનુભાઈ નાયક, ડે. નાગજીભાઈ ભટ્ટી,
ડે. ભારતીબહેન શેલત, પ્રો. સુભાષ બ્રહ્મભટ્ટ
સૂચના | પથિક પ્રત્યેક અંગ્રેજી મહિના ૧૫મી તારીખે પ્રસિદ્ધ થાય છે પછીના ૧૫ દિવસમાં અંક ન મ તો સ્થાનિક પોસ્ટ ઓફિસમાં લેખિ ફરિયાદ કરવી અને નકલ અમ
પથિક
-
-
વર્ષ ૩૯ મું]
માગશર સં. ૨૦૫૫ ૯ ડિસેમ્બર ૧૯૯૮
[ અંક ૩
મોકલવી,
પ્રાચીન ભારતીય સાહિત્યમાં શ્રીલક્ષ્મીદેવી ડૉ. રામજીભાઈ સાવલિયા ૧
ઈતિહાસ અને સમાજ
પ્રા. પદ્યુમ્ન બી. ખાચર
૪
જનપ્રકૃતિ-વનપ્રકૃતિની બહુર્મુખી પ્રતિભા : ઝવેરચંદ મેઘાણી
ધરમાભાઈ વણકર
આઘક્રાંતિવીર શ્યામજી
ધનજીભાનશાલી
૧૦.
રાષ્ટ્રના સ્વાતંત્ર્ય આંદોલનમાં શિવાભાઈ ગોકળભાઈ પટેલનું પ્રદાન
ડૉ. જીગીશ એચ. પંડ્યા ૧૪
પથિક સર્વોપયોગી વિચારભાવ અને જ્ઞાનનું માસિક છે. જીવન ઊર્ધ્વગામી બનાવતાં અભ્યાસ, અને શિષ્ટ મૌલિક લખાણો સ્વીકારવામાં આવે છે. પ્રસિદ્ધ થઈ ગયેલી કૃતિને ફ પ્રસિદ્ધ કરવા માટે ન મોકલવા લેખકોએ કાળજી રાખવી. કૃતિ સારા અક્ષરે શાહીથી આ કાગળની એક જ બાજુએ લખે હોવી જોઈએ. કૃતિમાં કોઈ આ ભાષાનાં અવતરણ મૂક્યાં હોય એનો ગુજરાતી તરજૂમો આપ | જરૂરી છે. કુતિમાંના વિચારોની જવાબદા લેખકની રહેશે. પથિકમાં પ્રસિદ્ધ થતી કૃતિઓ વિચારો-અભિપ્રાયો સાથે તે સહમત છે એમ ન સમજવું. અસ્વીકૃત કૃતિ પાછી મેળવ જરૂરી ટિકિટો આવી હશે તો તે પરત કરાશે. નમૂનાના અંકની નકલ માટે પ-૦ની ટિકિટો મોકલવી. મ.ઓ.ડાફટ-પત્રો માટે લખો : 'પથિક કાર્યાલય Co. ભો. જે. વિદ્યાભવન, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૯ એ સ્થળે મોકલો.
વાર્ષિક લવાજમ રૂ. ૩૫/- પાંત્રીસઃ છૂટક નકલના રૂ.૪-૫૦ ટપાલ ખર્ચ સાથે: આજીવન સહાયકના રૂ.૪૦/લવાજમ માટે મ.ઓ. યા બેન્ક ડ્રાફ્ટ “પથિક કાર્યાલયના નામનો કઢાવી મોકલવો.
પણિક કાર્યાલય વતી મુદ્રાક પ્રકાશક: પ્રો. સુભાષ બ્રહ્મભટ્ટ, Co. ભો. જે. વિદ્યાભવન, એચ. કે. કૉલેજના કેમ્પસમાં, આશ્રમ રોડ, અમદાવાદમુલાન: ડિઝા ગ્રાફિક્સ, ૯૬૬, નારણપુરા ના ગામ, અમદાવાદ-૩૮૦૦૧૩ * ફોન : ૭૪૮૪૩૯૩ . તા. ૧૫-૧૧-૯૮
For Private and Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાચીન ભારતીય સાહિત્યમાં શ્રી લક્ષ્મીદેવી
ડૉ. રામજીભાઈ ઠા. સાવલિયા - લક્ષ્મી અથવા શ્રીદેવી પ્રાચીનકાળમાં એક ખૂબ લોકપ્રિય દેવી હતી. તે સૌંદર્ય, સમૃદ્ધિ અને સદનસીબની દેવી ગણાતી. લક્ષ્મી વિશે પ્રાચીન વૈદિક અને પૌરાણિક સાહિત્યમાં અનેક વિગતો મળે છે. વિષ્ણુપુરાણમાં લક્ષ્મીને ભૃગુની કન્યા બતાવી છે. અને વિષ્ણુની પત્ની તથા ધાતા અને વિધાતા નામના તેમના ભાઈ હતા. લક્ષ્મીની ઉત્પત્તિ માટે એવી આખ્યાયિકા છે કે દેવો અને દાનવો દ્વારા થયેલા સમુદ્રમંથનમાંથી નીકળેલાં ચૌદ રત્નોમાં કમળ પર બેઠેલી અને કમળપુષ્પ હાથમાં ધારણ કરેલી લક્ષ્મી એક રત્ન સ્વરૂપે બહાર આવી. એ વખતે ગંગા વગેરે પવિત્ર નદીઓ લક્ષ્મીને સ્નાન કરાવવા માટે ઉપસ્થિત થઈ અને દિગ્ગજોએ સુવર્ણકળશોમાં ભરેલા પવિત્ર જળથી એ શ્રીદેવીનો અભિષેક કર્યો. વિશ્વકર્માએ આવીને એના અંગ પ્રત્યંગમાં અનેક પ્રકારનાં આભૂષણો ધારણ કરાવ્યાં. ક્ષીર સાગરે તેને ખીલેલાં કમળપુષ્પોની માળા અર્પણ કરી અને આ રીતે પવિત્ર જળથી અભિષેક પામેલી, દિવ્ય આભૂષણોને ધારણ કરનારી, સુંદરી વસાભૂષણથી અલંકૃત થયેલી લક્ષ્મી ભગવાન વિષ્ણુને આપવામાં આવી.'
પુરાણોમાં લક્ષ્મીનો મહિમા વર્ણવતા જણાવ્યું છે કે તે વિષ્ણુનો આત્મા છે. તેને લઈને જ વિષ્ણુ સત્ત્વને ધારણ કરે છે, લક્ષ્મી વગર વિષ્ણુ નિર્જીવ છે, તેમ વિષ્ણુ વગર લક્ષ્મી પણ નિમ્પ્રાણ છે. આ જગતના ત્રણ વિષ્ણુ છે. વિષ્ણુ પર્વત છે તો લક્ષ્મી યજ્ઞ-ક્રિયા છે. તેઓ ફળ-ભોક્તા છે તો લક્ષ્મી તેને ઉત્પન્ન કરનારી ક્રિયા છે.'
જ્યારે વિષ્ણુ અવતાર ધારણ કરે છે ત્યારે લક્ષ્મી સદાય એની સાથે વિદ્યમાન હોય છે. તે વિષ્ણુને પ્રત્યેક કાર્યમાં સહાયતા કરે છે. જ્યારે વિષ્ણુ આદિત્યરૂપે પ્રગટ્યા ત્યારે લક્ષ્મીપદ્મ (કમળ)માંથી જન્મ ધારણ કરવાને લઈને પદ્મા અથવા કમલા કહેવાઈ. વિષ્ણુએ પરશુરામનું રૂપ ધારણ કર્યું, ત્યારે લક્ષ્મીએ સાક્ષાત્ પૃથ્વીનું રૂપ ધારણ કર્યું. રામાવતાર વખતે તે સીતારૂપે અને કૃષ્ણાવતાર વખતે તે રુકિમણી સ્વરૂપે પ્રગટી. આવી રીતે અન્ય અવતારોમાં પણ તે ભગવાન વિષ્ણુથી અલગ થઈ નહિ. અગ્નિપુરાણમાં તો તેને જગતજનની કહેવામાં આવી છે. તેમાં કહ્યું છે કે લક્ષ્મી જગતની માતા અને વિષ્ણુ જગતના પિતા છે અને આ માતા-પિતા લક્ષ્મી-નારાયણરૂપે આ જગતમાં વ્યાપ્ત છે.'
વૈદિક સાહિત્યમાં ઋદમાં લક્ષ્મીનો ઉલ્લેખ મળતો નથી, પણ યજુર્વેદ અને અથર્વવેદમાં મળે છે. યજુર્વેદમાં શ્રી અને લક્ષ્મી બંનેને પરમ પુરુષની સપત્નીઓ ગણાવી છે. અથર્વવેદમાં જણાવ્યું છે કે વ્યક્તિના જન્મથી વ્યક્તિ એક્સ પ્રકારની લક્ષ્મી-દેવીઓથી આવૃત્ત રહે છે.”
મહાભારતમાં શાંતિપર્વમાં ભૂમિ અને લક્ષ્મી બંનેને એક જ ગણાવી છે. તે પરથી શ્રી અને લક્ષ્મી સંયુક્ત ઉપાસનાનો એક સંપ્રદાય પ્રચલિત થયો હોવાનું જણાય છે. વળી આ પર્વમાં દેવી પદ્માશ્રીનું વર્ણન કરતાં જણાવ્યું છે કે આ દેવી તારાઓના અલંકારો ધારણ કરે છે, તે તારકૃતિ પુષ્પમાળાઓ ધારણ કરે છે અને આ સ્વરૂપે દેવી કમલસરમાં દૃષ્ટિગોચર થાય છે.
રામાયણમાં બે સ્થળે લક્ષ્મીનો નિર્દેશ થયો છે. એમાંના સુન્દરકાન્ડમાં દેવી પધાશ્રીનું ગજલક્ષ્મી તરીકે સુખ્યાત સ્વરૂપ વર્ણવ્યું છે. તે અનુસાર ચતુર્ભુજ દેવીના બે હાથમાં કમળનાળ અને કમળપુષ્પો અને બે હાથ અભયમુદ્રામાં છે. દેવી કમલસરમાં કમળના દાંડા પર ઊભેલ છે. એણે કંઠમાં પદ્મની માળા ધારણ કરેલી છે, તેની બે બાજુએ એકએક હાથી પોતાની સૂંઢમાં કમળ ધારણ કરીને ઊભા છે.
લક્ષ્મીનું મહત્ત્વ પ્રાચીન બ્રાહ્મણ ધર્મની જેમ બૌદ્ધ અને જૈન ધર્મમાં પણ સ્વીકારાયું હતું. ભરહુત અને સાંચી તેમજ અજન્ટા અને ઈલોરાની બૌદ્ધ ગુફાઓમાં તેમજ ઉદયગિરિ ખંડગિરિની જૈન ગુફાઓમાં લક્ષ્મીનું આલેખન થયું છે. તે આ બાબતમાં દષ્ટાંતરૂપ છે. જૈન સાહિત્યમાં મહાવીર સ્વામીનાં માતા ત્રિશલાદેવીને આવેલા દિવ્ય સ્વમમાં શ્રી ના * અધ્યાપક, ભો.જે. વિદ્યાભવન, આશ્રમરોડ, અમદાવાદ-૯
પથિક- નવેમ્બર-૧૯૯૮ ૧
For Private and Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અભિષેકનો પણ સમાવેશ થયો છે. જાતકોમાં આ દેવીને સિરિ, પદ્માલયને નામે ઓળખવામાં આવી છે.
પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યમાં લક્ષ્મીની ઉપાસનાનો મહિમા તેમજ તેના સ્વરૂપ વિશે અનેક નિર્દેશો મળે છે. મહાકવિ ભાસે ‘સ્વપ્રવાસવદત્તા'માં લક્ષ્મીને પદ્માવતી કહીને એના બ્રહ્મશ્રી તથા અજયશ્રી કે નરેન્દ્રશ્રી એવા ભેદ બતાવ્યા છે. કાલીદાસે ‘રઘુવંશ'માં લક્ષ્મીને પદ્મહસ્તા રાજ્યલક્ષ્મી અને શ્રીને ધનસમૃદ્ધિના પ્રતીક તરીકે વર્ણવી છે. ‘મુદ્રારાક્ષસ’માં વિશાખદત્તે કૌમુદી મહોત્સવ વખતે શ્રી-દેવીને પ્રસન્ન કરવા માટે થતી તૈયારીનું વર્ણન કર્યું છે. ‘હર્ષચરિત'માં બાણે લક્ષ્મીનું વર્ણન કર્યું છે. એવા સ્વરૂપની મૂર્તિઓ મથુરા મ્યુઝિયમમાં નજરે પડે છે. શ્રીહર્ષના નૈષધચરિત’ મહાકાવ્યમાં અને બીજા અનેક કવિઓની કૃતિઓમાં લક્ષ્મીનું સ્તુતિપરક વર્ણન મળે છે. આ બધી કૃતિઓમાં આવતાં વર્ણન પરથી જણાય છે કે લક્ષ્મીના સ્વરૂપની કલ્પના અતિ સુંદર સ્ત્રીરૂપે કરવામાં આવી છે. તેને સમૃદ્ધિ અને રાજ્યની સ્વામિનીદેવી તરીકે ગણાવાઈ છે. તેને વિષ્ણુ પત્ની તરીકે પણ વર્ણવાઈ છે. તેનું ગજલક્ષ્મી સ્વરૂપ અને કમલ પર સ્થિત કમળ હસ્ત સ્વરૂપ આ બંને સ્વરૂપે તેનું વર્ણન થયું છે. પુરાણોમાં લક્ષ્મીનો મહિમા અને એના વિશે વિવિધ ઉલ્લેખો મળે છે.૧૦ બ્રહ્મપુરાણમાં ‘લક્ષ્મીતીર્થ’નો પ્રસંગ આવે છે, તેમાં લક્ષ્મી તથા દરિદ્રનો વાર્તાલાપ છે. તેમાં લક્ષ્મી કહે છે કે, ‘મનુષ્ય પાસે કુલ, શીલ વગેરે બધું હોવા છતાં મારા વગર તે મૃત્યુ સમાન છે.' ટૂંકમાં અહીં લક્ષ્મીની કૃપાને મહત્ત્વ અપાયું
9.11
પદ્મપુરાણમાં વિષ્ણુના વક્ષ:સ્થળ પરના શ્રીવત્સના ચિહ્નને શ્રીયુક્ત કહેવામાં આવે છે. વિષ્ણુ પુરાણમાં દક્ષની કન્યાઓમાં લક્ષ્મીનું નામ પણ પ્રાપ્ત થાય છે. શિવપુરાણમાં જલંધરનાં યુદ્ધના પ્રસંગમાં વિષ્ણુ સહિત જલંધરને ત્યાં નિવાસ કરે છે. એવો ઉલ્લેખ છે. ઉપરાંત તુલસીને અહીં લક્ષ્મીનો અવતાર ગણી છે.૧૨
બ્રહ્મવૈવર્ત પુરાણમાં લક્ષ્મીનાં વિવિધ સ્વરૂપો પૈકી સ્વર્ગની લક્ષ્મી, રાજાઓની રાજ્ય-લક્ષ્મી, ગૃહલક્ષ્મી તથા વૈષ્ણવોની વૈષ્ણવીનો સમાવેશ થાય છે. અહીં લક્ષ્મીને અદિતિ સ્વરૂપની પણ વર્ણવી છે. અહીં લક્ષ્મીનો મહિમા વર્ણવતાં એને ઐશ્વર્ય તથા સર્વસંપત્તિની દેવી કહી છે. અગ્નિપુરાણમાં લક્ષ્મીના એક હાથમાં પદ્મ અને બીજા હાથમાં શ્રીફળ હોવું જોઈએ. તેને ભદ્રપીઠ પર સ્થાપી શ્રીસૂક્તથી તેની ષોડશોપચારે પૂજા કરવાનું વિધાન છે.૧૩
કાલિકાપુરાણમાં શ્રી તથા ઇન્દ્ર વિશેના સંબંધની કથા મળે છે. અત્રિ સંહિતામાં લક્ષ્મી-પૂજન નિશ્ચિત તિથિએ કરવાનું સૂચવ્યું છે. એમાં સુખની ઇચ્છાવાળાઓએ શુક્રવારે ‘શ્રી'ની પૂજા પુષ્પમાળા, સુગંધિત દ્રવ્ય, તુલસી તથા કેસર વગેરેથી કરવાનું જણાવ્યું છે.૧૪
એવી રીતે વામનપુરાણ,કૂર્મપુરાણ, નારદપુરાણ, વિષ્ણુધમોત્તરપુરાણ વગેરેમાં લક્ષ્મીનું પ્રસંગોપાત વર્ણન મળે છે. માર્કણ્ડેયપુરાણમાં શ્રીલક્ષ્મી સંપ્રદાયનો પદ્મિની વિદ્યા તરીકે ઉલ્લેખ થયો છે. લક્ષ્મી એ પદ્મિનીવિદ્યાની મુખ્ય દેવી હતી. તેના નિયંત્રણમાં નીચે મુજબના અષ્ટાનિધિ હતાઃ (૧) પદ્મનિધિ (૨) મહાપદ્મનિધિ (૩) મકરનિધિ (૪) કચ્છપનિધિ (પ) મુકુન્દનિધિ (૬) નન્દવિધિ (૭) નીલનિધિ (૮) શંખનિધિ, મનુષ્યને સમૃદ્ધિ મળતાં જ આ નિધિની
પ્રાપ્તિ થાય છે.૧૫
આઠનિધિને લગતી આ વિભાવના ગુપ્તકાલમાં પૂર્ણપણે વિકસી હતી. પાછળથી એમાં ‘ખર્વ’ નામની નિધિ ઉમેરી ને નિધિની સંખ્યા નવની કરવામાં આવેલી અને સાહિત્ય તેમજ આમ જનતામાં આ નવનિધિનો ખ્યાલ સર્વત્ર પ્રચલિત છે.
આ ઉપરથી જણાય છે કે પુરાણોમાં લક્ષ્મીનાં વિવિધ નામો, તેની ઉત્પત્તિ વિશે વિવિધ મત તેમજ તેને જુદા જુદા દેવતાઓની પત્ની તરીકે નિરૂપેલ છે, તેનાં વિવિધ સ્વરૂપોમાં સ્વર્ગલક્ષ્મી, ગૃહલક્ષ્મી, રાજયલક્ષ્મી વગેરે મળે છે. ઉપરાંત વિષ્ણુપત્ની, નારાયણની પત્ની, પરમપુરુષની પત્નીના સ્વરૂપમાં પણ તેનો નિર્દેશ થયો છે. તેનું ગજલક્ષ્મીનું સ્વરૂપ વ્યાપકપણે લોકપ્રિય થયું હતું.
ઇ.પૂર્વે બીજી સદી સુધીમાં તો સામાન્યજનોમાંલક્ષ્મી સમૃદ્ધિ અર્પનાર દેવી તરીકે પ્રચલિત થઈ ચૂકી હતી અને
પથિક - નવેમ્બર-૧૯૯૮ - ૨
For Private and Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
તેની મૂર્તિપૂજા પણ સ્વાભાવિક બનતી જતી હતી. એ સમયે રાજાઓ પણ પોતાના ઐશ્વર્યના પ્રતીક તરીકે લક્ષ્મીને પ્રધાન્ય આપતા. ઘણા રાજાઓએ પોતાના સિક્કાઓ પર લક્ષ્મીની આકૃતિ અંકિત કરાવી હતી. તેની પાછળ રાજ્યલક્ષ્મીનું સૂચન રહેલું જણાય છે.૧૯
આમ પ્રાચીન સાહિત્યમાંથી લક્ષ્મીનું વર્ણન મળે છે તે પરથી એમ જણાય છે કે શ્રીલક્ષ્મી ધન આપનાર દેવી હતી અને એનો સંબંધ કમળ, પાણી, હાથી અને યક્ષો સાથે હતો. પાણીમાં કમળ આપોઆપ ઊગે છે તેથી લક્ષ્મીના હાથમાં તે ૨ખાય છે તેમ જ તેનું આસન પણ કમળનું બનાવાયું હોવાનું લાગે છે. આમ આ રીતે જળમાંથી જીવની ઉત્પત્તિ સાથે એનો સંબંધ જોડ્યો છે.
પાદટીપ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧. વિષ્ણુપુરાણ, અધ્યાય-૯, શ્લોક૧૦૦-૧૦૫
૨. ભાગવતપુરાણ ખંડ-૬, અધ્યાય-૧૯, શ્લોક ૧૧
૩. વિષ્ણુપુરાણ, અધ્યા-૯, શ્લોક ૧૪૨-૪૫
૪. અગ્નિપુરાણ, અધ્યાય-૨૩૭, શ્લોક,૧૦
૫. યજુર્વેદ, ૩૧-૨૨
૬. અથર્વવેદ, ૭-૧૧૫-૩
૭. મહાભારત, શાંતિપર્વ-સમીક્ષિત આવૃત્તિ, પૃ.૨૨૧, શ્લોક.૨૨; પૃ. ૨૧૮ શ્લોક ૧૪
૮. રામાયણ, અયોધ્યાકાંડ, ૭૯-૧૫;સુંદરકાંડ, ૭–૧૪
८. राय, गोविन्दचन्द्र, प्राचीन भारतमें लक्ष्मी
પ્રતિમા, પૃ. ૩૦-૩૧
૧૦. નન, પૃ. ૧૮૭.
૧૧.બ્રહ્મપુરાણ, અ. ૧૩૭, શ્લોક ૩૧
૧૨.પદ્મપુરાણ, અ.૨, ૧૮-૧૪ ; વિષ્ણુપુરાણ, અ. ૧-૭-૨૩; શિવપુરાણ, અ. ૨, ૫-૧૮-૧૪. ૧૩.બ્રહ્મવૈવર્ત પુરાણ, પ્રકૃતિ ખંડ, અ.૩ શ્લો. ૭૨-૭૮; અગ્નિપુરાણ, અ. ૨૫, શ્લો : ૧૩; અ. ૬૨, શ્લો. ૧
૧૪
૧૪. કાલિકાપુરાણ ૧,૯,૧૦૪; અત્રિસંહિતા, ૪૭, ૧૬ ૧૫. માર્કણ્ડેય પુરાણ, અ. ૬૦ (નિિિનર્ણય) શ્લોક ૨-૪૬ ૧૬.રાય, ગોવિન્દચન્દ્ર, પૂર્વોક્ત, પૃ. ૫૭, ૭૭
પથિક, નવેમ્બર-૧૯૯૮ * ૩
For Private and Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈતિહાસ અને સમાજ
–પ્રા. પ્રદ્યુમ્ન બી. ખાચર*
ઈતિહાસ માટે ઉર્દુમાં શબ્દ પ્રયોગ થાય છે, તવારીખ.” ઇતિહાસ એટલે ઇતિ + હ + આસ =આમ જ હતું. ઇતિહાસ માટે અંગ્રેજીમાં શબ્દ છે History તેને મળતાં જ શબ્દો યુરોપની ઘણીખરી ભાષામાં છે. ફક્ત જર્મનભાષા બીજો એક વધારે શબ્દ વાપરે છે. ગેશિકટ (Geschichte) આ ગેશિકટ શબ્દ ગેશેહન (Geschehen) ધાતુમાંથી આવેલો છે. અને એ ધાતુનો અર્થ છે થવું આ પ્રમાણે ગેશિકટનો અર્થ ભારતીય ઇતિહાસ શબ્દની નજીક છે જો ઇતિહાસનો અર્થ આમ જ હતું. એવો લઈએ તો.
હિસ્ટ્રી શબ્દ ગ્રીક ઈસ્ટોરિયામાંથી આવેલો છે. આ શબ્દમાંથી જ લેટિન હિસ્ટોરિયા અને ફ્રેન્ચ ઇતવાર આવેલા છે. ઓક્સફર્ડ ઈગ્લીંશ ડીક્શનરી કહે છે કે ઈસ્ટોરિયા ધાતુ ઈડ (id) જાણવું (to know) છે. જે સંસ્કૃત વિદ્ જાણવું સાથે સંબંધ ધરાવે છે. ગ્રીક ભાષામાં ઈસ્ટોરિયાનો અર્થ જિજ્ઞાસા પૃચ્છા અને અન્વેષણ સંશોધન એવો થાય છે.'
ઇતિહાસનો સાચો અર્થ વિવિધ વ્યાખ્યા તપાસ્યા પછી જ જાણી શકાય. ઇતિહાસનો અર્થ નીચેની ત્રણ બાબતો ઉપરથી સ્પષ્ટ થાય છે :(૧) ઇતિહાસ સાર્વજનિક ઘટનાનો તાલમેળ રાખે છે. (૨) ઇતિહાસની ઘટના નિરંતર આવે છે. એક ઘટનાથી બીજી ઘટના કોઈ અટકતી નથી. સળંગ સાંકળની જેમ ચાલી
આવે છે. (૩) આ બધી ઘટનાઓને એવી રીતે મૂકી હોય છે કે જેનાથી એક આખું ચિત્ર આપણી સામે આવે છે.
ઇતિહાસની કોઈ સર્વસમ્મત વ્યાખ્યા નથી. કારણ કે તેને સરળતાથી વ્યાખ્યાબદ્ધ કરી શકાય તેમ નથી. ઇતિહાસના સ્વરૂપ સાર્થકતા અને મૂલ્યોની બાબતમાં વિરોધી અસંગત ખ્યાલો વ્યક્ત કરવામાં આવેલ છે. ઇતિહાસ એ માત્ર ઘટનાઓનું કેલેન્ડર કે તારીખિયું નથી, પણ એક વિચારોનો તંતુ સાથે બંધાયેલ ઘટનાઓની એક માળા છે. આની સ્પષ્ટતા માટે આપણે નીચે કેટલીક વ્યાખ્યાઓ જોઈએ :(૧) માનવજાતના ગુનાઓ, ભૂલો અને દુર્ભાગ્યોની નોંધથી ઇતિહાસ ખરેખર કંઈક વિશેષ છે - ગિબન (૨) ઉદાહરણોમાંથી તારવેલું તત્ત્વજ્ઞાન તે ઇતિહાસ છે. - ડાયોનિશિયસ (૩) ઇતિહાસ એ (વિવિધ) સમાજમાં રહેતા માનવીઓની સિદ્ધિઓ અને કૃત્યોની વાર્તાઓ છે - રેનિયર (૪) માનવ સ્વતંત્રતાને ઉકેલતી વાર્તા તે ઇતિહાસ છે. (૫) માનવીને શું થયું અને શાથી તેમ થયું તેની વિગતોને પ્રતિબિંબીત કરતી માનવજાતની અર્થપૂર્ણ કથા તે
ઇતિહાસ છે. - વજેશ્વરી (૬) એક યુગ બીજા યુગમાં કંઇક વિશેષ યોગ્યતા જુએ છે તેની નોંધ તે ઇતિહાસ છે. - બર્કહાઈ
ઇતિહાસ આમ તો સર્વેનો પ્રિય એવો વિષય રહ્યો છે. તેથી ઇતિહાસની વ્યાખ્યાઓ બધા જ પ્રકારના માણસોએ આપી છે. ઇતિહાસના કેન્દ્રસ્થાનમાં માનવી છે. તેથી ઇતિહાસની ઘણી વ્યાખ્યાઓ ઇતિહાસ અને માનવનો
કરે છે. એટલે જ બ્લોશ કહે છે કે “સમયના સંદર્ભમાં માનવીનું વિજ્ઞાન તે ઈતિહાસ છે” બધો ઇતિહાસ એ વિચારનો ઈતિહાસ છે એમ કહેવાવાળો કોલિંગવુડ ઈતિહાસને તત્વજ્ઞાન ગણે છે ટૂંકમાં બધી જ વ્યાખ્યાઓના સારરૂપ એમ કહી શકાય કે માનવીની રોજનીશી તે ઇતિહાસ. * ડૉ. સુભાષ મહિલા કોલેજ, જુનાગઢ
પથિક, નવેમ્બર-૧૯૯૮૪
For Private and Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઇતિહાસ સમયની પૂર્વભૂમિકામાં માણસનો અભ્યાસ કરતો વિષય છે. ઈતિહાસનો અર્ક સારતત્વ સમયના ઘટક પર રહેલ છે. ભૂતકાળ વર્તમાનકાળ અને ભવિષ્યકાળ ઘટનાઓની એક અતૂટ હારમાળા તરીકે એકબીજા સાથે ગૂંથાયેલ છે.સમયનો અર્થ છે. પરિવર્તન.
માનવજાત સાથે સમગ્ર પ્રાકૃતિક વિશ્વ સતત પરિવર્તન પામતું રહે છે. ઈતિહાસ એ પ્રગટ કરે છે કે કોઈ આદર્શ કે કોઈ સંસ્થાને અપરિવર્તનશીલ શાશ્વત મૂલ્ય નથી.
ઈતિહાસ એક ચક્ર છે અને તે કોઈપણ ભાવના વિના ચાલે છે. ઇતિહાસ યુનાની દુખાંત નાટકોના અટલ, તર્કની જેમ જ ચાલે છે. ઈતિહાસમાં કોઈ એવી શક્તિ રહી છે. જે મનુષ્યને ધીરેધીરે કંગાલિયત અને ચડતી પડતી હાલતોમાંથી ઉભા કરીને આજની દશામાં લાવે છે.'
ઇતિહાસના શિક્ષણનું જગતમાં અનોખું સ્થાન છે. આમ તો ખરી રીતે એમ કહી શકાય કે ઈતિહાસનો જન્મ નો આ પૃથ્વી પર જન્મ થયાની સાથે જ થયો છે. તે પછી હિરોડોસે એ એવો પહેલો વ્યક્તિ હતો કે જેણે માનવના કાર્યો વિચારો અને સિદ્ધિઓને આલેખી. તેથી તેને ઈતિહાસનો પિતામહ ગણવામાં આવે છે. તે પછી ટ્યુસીડાઈઝીસ ઈતિહાસને પ્રબોધાત્મક રૂપ આપી જન્મ આપ્યો. ત્યારબાદ રાકેએ ૧૯મી સદીમાં ઇતિહાસને વૈજ્ઞાનિક સ્વરૂપ આપ્યું ટોયલ્બીએ (.સ. ૧૮૨૮ થી ૪૨) ઇતિહાસની વકીલાત કરી. '
આ પછી ઇતિહાસે દાદીમાની વાર્તા મહીને પ્રમાણોને આધારે લખાતા સામાજિક વિજ્ઞાન તરીકેનો દરજ્જો મેળવ્યો. તે સાથે ઇતિહાસ આત્મલક્ષી મટીને વસ્તુલક્ષી બને છે.
માનવીનો સતત પ્રહરી સાથી એવો ઈતિહાસ સમાજને કેવી રીતે ઉપયોગી બને છે તે બાબતને મેં આ લઘુનિંબધમાં સ્પષ્ટ કરવા નમ્ર પ્રયત્ન કર્યો છે જેમકે
(૧) ઇતિહાસ એ સ્વજ્ઞાન કે આત્માને ઓળખવા માટે છે. માણસ પોતાનો સ્વભાવ, પોતાની જાત તથા જે કાર્ય કરે છે તેને ભૂતકાળના માનવના કાર્યોની સાથે મૂલવણી કરે છે પોતાના પૂર્વજોનો સ્વભાવ અને કાર્યોમાંથી માનવ પોતાનું મહદઅંશે ઘડતર કરે છે એટલે જ કોલિંગવડે ઈતિહાસને ભૂતકાળ અને વર્તમાન વચ્ચેનો અનંત સંવાદ કહ્યો
છે.
(૨) ઇતિહાસ શીખવાથી શું લાભ થાય છે તે બાબત લોર્ડ બેકનના કથનની સ્પષ્ટ થાય છે કે “કવિ માણસને આનંદી બનાવે છે. ગણિત સૂક્ષ્મ નજરવાળો, પ્રકૃતિનું તત્વજ્ઞાન માણસને ઊંડો અને નિતિશાસ્ત્ર ગંભીર બનાવે છે. પણ ઇતિહાસ સૂઝવાળો બનાવે છે.'
(૩) માનવ પોતાના સમાજના બહુ મોટા અંશ માટે સીધો અને જીવંત સંપર્ક ધરાવી ન શકે. તેથી સમાજના ઇતિહાસરૂપી સંસ્મરણ દ્વારા તેની સાથે માનસિક એકતા સાધી શકે છે.
(૪) ઈતિહાસ એ સામાજિક વારસો છે. તેમાં સામાજના પુરૂષાર્થની છબી ઉઠે છે. તેમાં જોઈ માનવ વર્તમાનમાં ચાલે છે. ઇતિહાસની જાણ સમાજની દરેક વ્યક્તિને હોય તો સામાજિક જરૂરિયાત છે.
(૫) ઇતિહાસમાં યુદ્ધો ખટપટો, ઉથલપાથલો, શહાદતો વીરતા, ત્યાગ વગેરેની વાતો આવે છે તે જાણીને વાંચનાર અનુભવે કે યુગોથી યુદ્ધ ખટપટ દગો, વીરતા એ બધુ ચાલ્યું જ આવે છે તેથી સુખમાં હરખાવું નહીં અને દુ:ખમાં પડી ભાંગવું નહીં.
(૬) ઈતિહાસ એ માનવીના જીવનપ્રવાહો તથા તેના જીવનની ઘટનાઓનું માત્ર વર્ણન જ કરતો નથી પરંતુ તે બધાનું અન્વેષણ કરતું ઇતિહાસ વિજ્ઞાન છે. ઈતિહાસ માનવજીવનની સમસ્યાઓ અને તેને લાગતા અણ ઉકેલ્યા પ્રશ્નોનું વિવેચન કરી તેનો ઉકેલ સૂચવે છે.
(૭) માનંવીની સિદ્ધિઓ નિષ્ફળતાઓ જેને લોકોએ પોતાના માનસપટ ઉપર જાળવી રાખી છે. એને તે
પથિક • નવેમ્બર-૧૯૯૮ - ૫
For Private and Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ટકાવવા સતત પ્રયત્ન કરે છે આવી બાબતોને જાળવ્યા સિવાય ચાલે પણ નહીં. તેથી આજની પેઢીને ભૂતકાળની સિદ્ધિ, ભૂલોની સમજ આપવા ઇતિહાસની ખાસ જરૂરિયાત છે.
(૮) માણસ સિવાય અન્ય પ્રાણી સૃષ્ટિમાં ભૂતકાળનું મહત્ત્વ નથી. ફક્ત માણસ જ ભૂતકાળને જોઈ વર્તમાનમાં ચાલે છે. પોતે ક્યાંથી આવ્યો ક્યાં છે ? ક્યાં જશે ? તેનો નિર્ણય કરે છે તેથી ઇતિહાસની સમાજને ખાસ જરૂરીયાત છે.
(૯) ઇતિહાસએ જ્ઞાનની ખાણ છે. માટે જ્ઞાનની આરાધના માટે પણ સમાજને ઇતિહાસની જરૂરિયાત રહે છે. (૧૦) ઇતિહાસ ભણાવતા અને વાંચતા ઘણા પ્રશ્નો લાગણીઓ આવેગો ઉત્પન્ન થાય છે. તેમાંથી ઉત્તરો, સાંત્વના અને ઉત્સાહ મળે છે.
(૧૧) ઇતિહાસનો સમાજે એટલા માટે સ્વીકાર કર્યો છે. કે ઇતિહાસની ઓથે જીવીને વિકાસ સાધી શકે છે. પોતાની ભૂલો સુધારે અને વિકાસના પગલાં ભરી શકે.
(૧૨) નવલકથા, વાર્તા, કાવ્યો, ગઝલો કાલ્પનિક હોય છે. તે વાત વાંચનાર જાણ તો હોય છે. તેથી તે મોજ કે બોધ લાંબો સમય ટકતાં નથી કે શ્રદ્ધા પેદા થતી નથી જ્યારે ઇતિહાસમાં તો સત્ય જ હોવાથી સત્ય પ્રત્યે પ્રેમ અને માન પેદા થાય છે ઇતિહાસમાંથી લોકો જાણે કે શું ગાંધીજીના કહેવાથી સરદાર પટેલે વડાપ્રધાનપદની ઉમેદવારી પાછી ખેંચી લીધી. સુભાષચંદ્ર બોઝે 1. C. S. ની સર્વીસ છોડી રાષ્ટ્રસેવા કરી. ૧૯૬૫ની લડાઈમાં મુસ્લિમ સૈનિક અબ્દુલ હમીદે પાકિસ્તાની સૈનિકોનો ખાત્મો બોલાવ્યો અને પરમવીર ચક્ર મેળવ્યું. એકાદ વાર્તા, શાયરી, ગઝલ ગમે તેટલી અસરકારક હોય છતાં આ ઇતિહાસના બનાવો જેટલી તેની અસર થતી નથી.
(૧૩) કોલિંગવુડની માન્યતા મુજબ ઇતિહાસ એ વિચારનો ઇતિહાસ છે. તેથી ઇતિહાસ માનવને નવા નવા વિચારો અને પ્રશ્નો જગાડવાના સાધન તરીકે પણ તેની ઉપયોગિતાનું મૂલ્ય સમાજ આંકે એટલું ઓછું છે. ૧
(૧૪) પોલિબિયર્સ લખ્યું છે કે ઇતિહાસ એ માનવજીવનને સારી રીતે ચલાવવામાં અને તેનું નિયમન કરવામાં ભૂતકાળની ઘટનાઓનું જ્ઞાન અને સારામાં સારુ શિક્ષણ પુરૂ પાડે છે માટે સમાજને ઇતિહાસ ઉપયોગી છે.
(૧૫) ઇતિહાસથી વિશ્વદર્શન, સમાજદર્શન, સંસ્કૃતિ દર્શન અને બર્બરતાના દર્શન કરી શકાય છે તે રીતે તેની ઉપયોગિતાનું બહુમૂલ્ય છે.
(૧૯) ઇતિહાસ પ્રેરણા આપનાર શાસ્ત્ર છે. ચિતોડનો કીર્તિસ્તંભ બાંધનાર પ્રખર સ્થપતિ મંડન મૂળ પાટણનો હતો એટલે કીર્તિસ્તંભ રચવાની પ્રેરણા એને રૂદ્રમહાલયમાંથી મળી હોય એ અશક્ય નથી. આવા જ શિલ્પો સ્થાપત્યો અને દરવાજાઓની પ્રાચીન કલાકૃતિઓ જોઈ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને ચારે દિશામાં ચાર કલાત્મક દરવાજા બનાવવાનું નક્કી કર્યું છે.
ગોવર્ધનરામની નવલકથા સરસ્વતીચંદ્રમાં ઇતિહાસનું ચિત્રણ છે તેમાં ઇતિહાસનો રંગ છે તેમજ ઇતિહાસ દર્શન છે આ સિવાય કનૈયાલાલ મુનશીની નવલકથા ગુજરાતનો નાથ અને અન્ય કથાઓ ઇતિહાસમાંથી વિચારો કે પ્રેરણા લઈને જ લખાઈ છે.
પ્રાચીનકાળના મોટામોટા કવિઓ વિદ્વાનો, ઇતિહાસકારો, શાસ્ત્રવેત્તાઓ શૂરવીરો અને ચક્રવતી રાજાઓની ઓળખાણ ઇતિહાસ વિના બીજું કોઈ કરાવી શકે નહીં. ઇતિહાસ માત્ર લડાઈઓના સ્મરણો નથી આપતો. પણ રામ, યુધિષ્ઠિર, ચંદ્રગુપ્ત, અશોક, વિક્રમાદિત્ય, પૃથ્વીરાજ, અકબર, શિવાજી વગેરેના ચરિત્રો પણ આપે છે. ઇતિહાસ ન હોય તો આપણા માટે માથા આપનારની બીજી કઈ નોંધ હોય. માણસતો એટલો ભૂલકણો છે કે બહુ બહુ તો એક સૈકા સુધીની વાત યાદ રાખી શકે.
ઇતિહાસ એ દેશ પરદેશના શૂરવીરોના ચરિત્રો આપણી આગળ રજૂ કરી આપણને તેવા થવા પ્રેરે છે. ઇતિહાસમાંથી ધર્મનો પણ ઉપદેશ પણ મળે છે. ધનવાળા મહાન રાજ્યો કેવી રીતે નાશ પામ્યા કયા પરિણામથી
પથિક• નવેમ્બર-૧૯૯૮ • ૬
For Private and Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજયની દુર્દશા થઈ, આગળ પર વેપાર કારીગરી ધર્મ અને વિદ્યા કેવા જોર પર હતા? વળી તે કેવી રીતે નાશ પામી પાછા ઉન્નતિમાં આવ્યા આ બધી જ માહિતી આપણને ઈતિહાસ જ પૂરી પાડે છે.
આપણને ભારત વર્ષના ઇતિહાસમાંથી એવી ઘટનાઓ મળી આવે છે કે તેના વાંચનથી લણવાર આશ્ચર્યના સમુદ્રમાં ગરકાવ થયા વિના રહેવાતું નથી.
ઇતિહાસમાં માણસના સ્વભાવની બુદ્ધિબાળની, પ્રયોગોની સિંહ સમા વિકરાળ વ્યક્તિઓની ધીરવીરની વાતો હોય છે. જે ભાવી પ્રજાના અંતકરણ પર ઊંડી અસર ઉપજવે છે.
ઇતિહાસના અભ્યાસથી પ્રજાકીય આત્માની ઓળખાણ થાય છે. માનવજાતની પ્રગતિ કે ઉન્નતિને સમજવા માટે અને સામાજિક સંસ્થાનું હાર્દ જાણવા માટે ઈતિહાસએ અણમોલ સાધન છે. ઈતિહાસએ એક પ્રકારનું દર્પણ છે. માનવ આ અરીસામાં જોઈ પોતાની ખામીવાળી આકૃતિ સમીનમી કરવા માંડે છે.
માનવસ્મૃતિના બનાવોને જાગૃત કરવાનું કામ ઇતિહાસ સિવાય બીજુ કોઈ નહીં કરી શકે. ઇતિહાસ ભણવાથી અને એને અંતઃકરણમાં ઉતારવાથી માનવ પોતાની ભૂલોમાંથી બચી જાય છે તેથી ઇતિહાસએ માનવ સુધારામાં એક ભલા દેશનેતાનું કામ કરે છે.
ઉગતી પ્રજાના દિલમાં કત્વ શક્તિના બીજ રોપી પૂર્વજો પ્રત્યે માન અને શ્રદ્ધાની લાગણી પેદા કરવામાં ઇતિહાસમાં પ્રજાનું પ્રથમ કક્ષાનું શાસ્ત્ર છે. ઈતિહાસ એ તો પ્રજાની મૂડી છે જે એ મૂડી ન હોય તો તેની સ્થિતિ કેવી થાય તે કલ્પના પણ ધ્રુજાવી મૂકે તેવી છે.
ભારતની પ્રજા અત્યારે જો ઊંચુ શીર રાખતી હોયતો તે ઈતિહાસના આધાર વિના તો નહી જ. માનવના જ્ઞાનના બીજા બધા વિષયો કરતા ઈતિહાસમાં વધારે લોકપ્રિય શાસ્ત્ર છે.
- હાલમાં પ્રજાને સ્વદેશાભિમાની કરવા માટે ઇતિહાસએ ઘણો જ સુંદર વિષય છે. ભારત જેવા ઉન્નતિની ટોચથી ઉત્તરી પડેલા અને આજે પાછા એ ઉન્નતિને આંબુ આંબુ કરી રહેલા દેશ માટે ઇતિહાસ વિષય જ સમાજ સુધારણાનું કામ કરશે.
પાદનોંધ ૧. પરીખ ૨. છો. “ઇતિહાસ સ્વરૂપ અને પદ્ધતિ, ગુજરાત યુનિ. અમદાવાદ પ્રથમ આવૃત્તિ ૧૯૬૯ પૃ. ૫૪ ૨. લોહિયા રામમનોહર “ઇતિહાસ ચક્ર” (હિંદી) પૃ. ૨૩ ૩. તિવારી દેવકી “ઇતિહાસ કા અધ્યાપન", આગ્રા (હિન્દી) પૃ. ૧ ૪. પંચોલી મનુભાઈ “ઇતિહાસ અને કેળવણી” સણોસરા પૃ. ૨૩ ૫. ધારૈયા રમણલાલ “ઇતિહાસનું તત્વજ્ઞાન અને ઇતિહાસ લેખન અભિગમ” યુનિ. ગ્રંથ નિર્માણ બોર્ડ અમદાવાદ
૬. સાંડેસરા ભોગીલાલ “અન્વેષણા આર. આર. શેઠ કંપની અમદાવાદ ૧૯૬૭ પૃ. ૩૦
પથિક • નવેમ્બર-૧૯૯૮ • ૭
For Private and Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“જનપ્રકૃતિ-વનપ્રકૃતિની બહુમુખી પ્રતિભા : ઝવેરચંદ મેઘાણી’’
અનાવિલ અને અભિજાત વ્યક્તિત્વ એટલે ઝવેરચંદ મેઘાણી. જેમાં કંઠ, કહેણીને કથાનો ત્રિવેણી સંગમ છે. તેઓ લોક સાહિત્યકાર મોટા ગજાના માણસ હતા. લોકક્રાંતિનાં સાચાં દર્શન અને કસુંબલ રંગના ગાયક એટલે જ મેઘાણી. જે પોતાને “હું પહાડનું બાળક છું.” કહેતા ગૌરવ અનુભવતા. જેમણે લોકસાહિત્યને જીવંત બનાવી શિષ્ટ સાહિત્ય તરફ કલમ દોડાવી છે. તેમના સાહિત્ય સર્જનમાં સમાજદર્શન, રાષ્ટ્રપ્રેમ, દેશભક્તિને માનવીય મૂલ્યોના સંસ્કારો ઝીલાયા છે. તેમનું જીવન અને કાર્ય યુગ ચેતનાનો સંદેશો, વિશિષ્ટ તાકાતને ઉર્મિલ ભાવો આપી જાય છે.
—ધરમાભાઈ વણકર*
રાષ્ટ્રીય શાયર મેઘાણીનો જન્મ ૨૮-૮-૧૮૯૬માં પાંચાલ પ્રદેશના ચોટીલા ગામે વણિક કુટુંબમાં થયો હતો. પિતા કાળીદાસ જમાદારની નોકરી કરતા હતા. તેમની વિવિધ સ્થળે બદલી થતાં તેમનામાં જનપ્રકૃતિ-વનપ્રકૃતિના સંસ્કારો ઝીલાયા. ૧૯૧૬માં બી.એ. થયા અને શિક્ષકની નોકરી સ્વીકારી. નોકરી છોડી કલકત્તા ગયા પણ ત્યાં જંપ ન થતાં વતનમાં આવ્યા. સૌરાષ્ટ્રનો પ્રવાસ કર્યો તેમાંથી લોકસાહિત્યનો રંગ લાગ્યો, અને સાહિત્યિક કારકિર્દીમાં પ્રારંભ થયો. એ સમયે આઝાદીની ચળવળમાં જોડાયા અને તેમને જેલની સજા થઈ. એ સમયે એમની પત્નીનું અવસાન થયું. ફૂલછાબનું તંત્રીપદ છોડી મુંબઈ ગયા ત્યાં જન્મભૂમિમાં સંપાદન કાર્યમાં જોડાયા. ૧૯૩૪માં વિધવા સાથે પુનઃ લગ્ન કર્યા. તેમણે સાહિત્ય ક્ષેત્રે ક્લેમ દોડાવતી રાખી. ૧૯૪૬માં ‘માણસાઈના દીવા' માટે પારિતોષિક મળ્યું. આમ તેમણે લોકસાહિત્ય, નવલિકાઓ, નવલકથાઓ, કાવ્યસંગ્રહ વગેરે મળી ૮૮ ગ્રંથો લખ્યા છે. ૧૯૪૭માં હૃદયબંધ થવાથી તેમનું અવસાન થયું. તેમનું સાહિત્ય સર્જન અનોખી ભાત ઉપસાવે છે.
ઝવેરચંદ મેઘાણી માટે અનેક સન્માનીય શબ્દપ્રયોગ અને પ્રયુક્તિઓ વપરાયા તેમના સર્જનમાં રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિ મુખ્ય રહી છે તેથી પૂ. ગાંધીજીએ તેમને ‘રાષ્ટ્રીય શાયર'નું બિરુદ આપ્યું છે. મેઘાણી એટલે આઝાદીનો લડવૈયો, શૂરવીરકવિ, લોકસંસ્કૃતિનો ગાયક, માથું હાથમાં રાખી ફરનારો ફકીર, લોકગીતોનો ભેરુ, વાણીનો વેપાર કરનાર, શબ્દનો સોદાગર, વાત્સલ્યપ્રેમી, સોરઠી સંતવાણીનો ગાયક, પરિશ્રમીને પુરૂષાર્થી, કાઠિયાવાડનો કળાએલ મોરલો એટલે મેઘાણી દંભકે મોટાઈ ન હતી. તેઓ ન્યાય, જાતિ અને અધિકારના આરાધક હતા. તેમનામાં વફાદારીને ખુમારી તરવરતી હતી.
‘વિનીત' શામપુર, તા. મોડાસા જિ. સાબરકાંઠા પથિક, નવેમ્બર-૧૯૯૮ • ૮
લોકસાહિત્યનું સંપાદન વિપુલ છે. જેમાં સંશોધન, સંપાદન ને સમાલોચન વિશેષ છે. સૌરાષ્ટ્રની સંસ્કારિતા લોકસાહિત્યમાં મઢી છે અને શિષ્ટ સાહિત્ય સર્જન કર્યું છે. સામાજિક ઇતિહાસ, રિવાજો, વ્રતકથાઓ,લગ્નગીતો, હાલરડાં, શૌર્યગીતો વગેરેનું જીવન દર્શન જીવંત બનાવ્યું છે. સૌરાષ્ટ્રની રસધાર ભાગ ૧ થી ૪ છે. જેમાં પ્રેમ, બંધુતા, દોસ્તી, કરૂણા, વેર વગેરે જનસમાજનું દર્શન કરાવ્યું છે. સોરઠી બહારવટિયા ભાગ ૧થી૬ છે. જે કથાઓ છે. કંકાવટી ભાગ ૧-૨ જેમાં વ્રતકથાઓ છે. સોરઠી ગીતકાથાઓમાં પ્રેમકથાઓ છે. ચુંદડીમાં ઋતુગીતો છે. રઢિયાળી રાત ભાગ ૧ થી ૪, સોરઠી સંતવાણી અને હાલરડાં વગેરેમાં લોકગીતો છે. આ ઉપરાંત સોરઠીયા દુહા વગેરે લોક સાહિત્ય છે. વેણીનાં ફૂલ, એકતારો, સિંધૂડો, કિલ્લોલ, યુગવંદના, બાપુના પારણાં વગેરે તેમનાં કાવ્યસંગ્રહો છે. વસુંધરાના વહાલાં દવલાં, સોરઠ તારાં વહેતાં પાણી, વેવિશાળ, સમરાંગણ, તુલસીક્યારો, અપરાધી, કાળચક્ર, રાંગંગાજળિયો વગેરે તેમની નવલકથાઓ છે. તુરબાની કથાઓ, માણસાઈના દીવા, મેઘાણીની નવલિકાઓ, પલકારા તેમની નવલિકા સંગ્રહ છે. આ ઉપરાંત કલમ અને કિતાબ, મેઘાણીગ્રંથ, સોરઠને તીરે તીરે, સાંબેલાના સૂર વગેરે પ્રકીર્ણ સાહિત્ય છે.
For Private and Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આમ તેમનું સાહિત્ય સર્જન વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે.
મેઘાણીની અભિવ્યક્તિનું વાહન ગદ્ય છે. તેમના સાહિત્યમાં લોકબોલી, સોરઠી શબ્દ પ્રયોગો, લય-લહેકાની આગળ છટાથી સાહિત્યમાં નવો રંગ ઉપસ્યો છે. સાહિત્યમાં ખુમારી, વીરતા, રાષ્ટ્રપ્રેમ, દેશભક્તિ, સમાજદર્શન, જીવનદર્શન અનુભવવા મળે છે. બહાદુરી, શૌર્યતા ને માણસાઈનાં દર્શન થાય છે. કસુંબી રંગને ઢોવનાર તો મેઘાણી છે.
“જનનીના હૈયામાં પોઢંતા પોઢતાં
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ મર્દાનગી ભાગી જાય તેવી દેશભાવનાવાળાં ગીતોથી ગાંધીજીએ રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે. ગોળમેજી પરિષદમાં ગાંધીજી જાય છે ત્યારે “છેલ્લો કટોરો' કાવ્યમાં
છેલ્લો કટોરો ઝેરનો પી જજો બાપુ” સત્યાગ્રહ સંગ્રામ સમયે રાષ્ટ્રપ્રેમનો લલકાર વ્યક્ત કર્યો છે
નથી જાણ્યું અમારે પંથ શી આફત પડી છે
ખબર છે એટલી કે માતાજી હાકલ પડી છે.” સિંધૂડો કાવ્યની તેજાબી કવિતાઓ અંગ્રેજોને હચમચાવી નાખતા આ કાવ્યસંગ્રહ અંગ્રેજોએ જપ્ત કરેલ
“આગે કદમ આગે કદમ આગે કદમ,
યા ફનાના પંથ પર આગે કદમ” “તારા નામમાં ઓ સ્વતંત્રતા મીઠી આ શી વત્સલતા ભરી” વગેરે પંક્તિમાં રાષ્ટ્રપ્રેમ છલકાય છે. ભાતીગળ સંસ્કૃતિને ધરતીના ધાવણને ધીંગી તાકાતથી ગાઈ છે.'
“મોરલા રે હો મુને આપ તારો અષાઢીનો કંઠ : ખોવાયેલી વાદળીને હું સાદ પાડી દઉ”
મારુ મન મોર બની થનગાટ કરે.” આમ, મેઘાણીએ લોકગીતો-કાવ્યમાં ભરી લાગણીઓ વ્યક્ત કરી છે. સમર્પણના ભાવો દોડાવ્યા છે. સંસ્કૃતિને રક્ષવા માટે કલમ દોડાવી છે. સૂતેલી શક્તિઓને ઢંઢોળી જાગૃત કરી છે. શબ્દ શબ્દમાં સંસ્કૃતિનો લલકાર છે. રાષ્ટ્રચેતના છે, માનવતાની મહેંક છે અને માનવમૂલ્યનું સર્જન થયું છે.
ઝવેરચંદ મેઘાણી લોકહૃદયનો સ્વામી ગણાતો. ગાંધી પ્રેરિત યુગચેતનાએ અને લોકસાહિત્યએ તેમની કલમ તેજાબી બનાવી દીધી હતી. તેઓ સમાનતામાં માનનાર સર્જક હતા. માનવતાના મર્મી હતા. તેમણે લોકહૈયે હેતનાં તોરણ બાંધ્યાં છે. તેમણે ઈતિહાસને બેઠો કર્યો છે. ડુંગરાવ પ્રદેશો, નદી-નાળાનાં સાનિધ્યમાં ફરનાર, સ્વાનુભ કેળવીને મેઘાણી આગળ વધ્યા છે. તેમનામાં જીવનતત્વોને સમજવાની ઊંડી શક્તિ હતી. રાષ્ટ્રીય એકતાનું ગૂંથન કરવામાં અગ્રેસર રહ્યા છે. પ્રજાની જીવન શ્રદ્ધા પ્રગટ કરીને કલમના કસબી સાહિત્ય સર્જક દ્વારા ઉન્નત સામાજિક ધોરણો પ્રસ્થાપિત કર્યા છે. તેની સાથે માનવ વેદનાઓને-વ્યથાઓને પણ વાચા આપી છે. તેમનામાં નિખાલસતા, નમ્રતા, મીઠાશ અને સૌજન્યનું નીતરતું વ્યક્તિત્વ છે. પ્રજ્ઞાવાન કલમના કસબી મેઘાણીને વંદન કરી તેમનો સંદેશો ઝીલીએ. એ જ સમયની અપેક્ષા રહી છે.
પથિક- નવેમ્બર-૧૯૯૮ • ૯
For Private and Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આધક્રાંતિવીર શ્યામજી
–ધનજીભાનુશાલી*
કડક બંગાલી’
ભારતીય આઝાદીના સન ૧૮૫૭ના પ્રથમ અસફળ પ્રયત્નને અંગ્રેજો બળવો કહે કે કોઈપણ નામ આપે. પરંત. એ સંગ્રામ આપણી આઝાદી માટેનો પ્રથમ પ્રયત્ન હતો. એ વર્ષ ૪થી ઓક્ટોબરે (૧૮૫૭) માંડવી (કચ્છ)માં શાહવાળી મસ્જિદ પાસે લીમડાવાળી શેરીમાં જન્મેલા પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા આપણા આધક્રાંતિવીર છે. આપણી આઝાદીના નેતાઓ દિલ્હીમાં બેઠા બેઠા અંગ્રેજોને ભારત છોડી જવાનું કહેતા હતા ત્યારે પંડિત શ્યામજી કૃષ્ણ વર્માએ તો ખુદ ઇંગ્લેન્ડની ધરતી પર જઈ ત્યાં ‘ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી અને અંગ્રેજોની છાતીએ બેસીને કહ્યું કે ગોરાઓ તેમે ભારત છોડી જાઓ.... કેવી ખુમારી? મારી ફિટવાની તમન્ના વગર આવું કોઈ કહી શકે?
કચ્છ-માંડવીના કરશન નાખવા ઉર્ફે “ભુલા ભણસારીના એકમાત્ર,પુત્રરત્ન શામજી “પંડિત’ અને ‘વર્મા કેમ કહેવાયા? સાત પેઢીમાં પંડિતાઈનો “પ” જેને લાગુ ન પડે એવી જ્ઞાતિમાં જન્મેલા શામજીને “પંડિત તરીકે કયા કારણસર ઓળખવામાં આવે છે તે સંક્ષિપ્તમાં જોઈએ.
૧૯ભી સદીના મધ્યમાં માંડવીથી ચાલીસેક કિ.મી. દૂર આવેલા ગઢશીશા ગામની “છોટી કાશી' તરીકે ઓળખવામાં આવતું. ત્યાં સંસ્કૃતની ઘણી પાઠશાળાઓ હતી. એ જ રીતે માંડવી મળે પણ પંડાઓની સંસ્કૃતિની ધૂળી પાઠશાળાઓ હતી. શામજીને માંડવીમાં પ્રાથમિક અભ્યાસ માટે “ભૂભૂ પંડયાની ધૂળી નિશાળમાં બેસાડવામાં આવ્યો ત્યારે સંસ્કૃતભાષા તરફ એને અનાયાસે પક્ષપાત થવા લાગ્યો, અને એણે સંસ્કૃતમાં જ એકડો અહીં ઘૂંટ્યો. ચાર ચોપડી માંડવીમાં પાસ કરી.
માંડવીનો અભ્યાસ પૂરો કરી અને ૧૮૭૦માં તેઓ ભૂજમાં વધુ અભ્યાસ માટે આવ્યા. અહીં પણ સંસ્કૃતિની પાઠશાળાઓ હતી અને એ રીતે સંસ્કૃતભાષા સાથે એમનો સંબંધ કાયમ રહ્યો. ભુજમાં એ સમયના બાહોશ વકીલ શ્રી શિવજીભાઈ વાઘજી જોષીની કે જે આજના આપણા ખ્યાતનામ સાહિત્યકાર શ્રી ગૌત્તમ શર્માના વડવા થાય છે એમને ત્યાં રહીં સાત ચોપડી પૂરી કરી.
વધુ અભ્યાસ થાય એ માટેની ધગશ જોઈ, સને ૧૮૭૩માં ભાટીયા શેઠશ્રી મથુરાદાસ લાલજી મુંબઈ લઈ આવ્યા, અને વિખ્યાત વિલ્સન હાઇસ્કુલમાં દાખલ કર્યા. અહીં મુંબઈમાં ભાટીયા સમાજના ઉપક્રમે સંસ્કૃતની પાઠશાળા કાર્યરત હતી એમાં શામજીએ ચિવટપૂર્વક અભ્યાસ કરી સંસ્કૃતમાં પ્રભુત્વ મેળવ્યું. સને ૧૮૭૪માં માત્ર ૧૭ વર્ષની ઉંમરે, નામ નહિં જાણી શકાયેલા સંસ્કૃતનાં બે પુસ્તકોનું ગુજરાતીમાં ભાષાંતર પણ કર્યું. આદ્ય શંકરાચાર્ય મહારાજ, વલ્લભાચાર્ય મહારાજ, દયાનંદ સરસ્વતી વગેરેએ નાની વયે સંસ્કૃતમાં દિગ્વિજય કર્યો હતો તેમ સંસ્કૃતમાં ભાષણ આપી શકતા શામજીએ ૨૦ની ઉંમરે નાશિક, પૂના, અમદાવાદ, ભરૂચ, સૂરત, અલીબાગ, કાશી, લાહોર, અમૃતસર, ભુજ, માંડવી, જયપુર વગેરે સ્થળોએ સંસ્કૃતમાં ભાષણો આપ્યાં. સંસ્કૃતભાષા ઉપરના પ્રભુત્વને કારણે, સને ૧૮૭૭ની ૨૦મી એપ્રિલે નાશિકના આસી. સેશન્સ જજ રાવબહાદુર ગોપાલરાવ હરિ દેશમુખના પ્રમુખપદે કાશીના પંડિતોએ શામજીને માનપત્ર આપી જાહેર સન્માન કર્યું. એ દિવસથી, સંસ્કૃતભાષાની અસરને કારણે શામજી કરશનઃ નાખવા નામના માંડવી (કચ્છ)ના એક તેજસ્વી તારલાને ગળે ‘પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા'ના નામનું પાટિયું લટકી ગયું!
સને ૧૮૭૪માં શ્યામજી પ્રખર આર્યસમાજી સ્વામી દયાનંદ સરસ્વતીના સંપર્કમાં આવ્યા અને સ્વામીના * “જલારામકૃપા ૧૦, એસ.ટી.સોસાયટી, સંતોષીમાના મંદિર સામે, ભુજ-કચ્છ - ૩૭૦૦૦૧
પથિક • નવેમ્બર-૧૯૯૮ • ૧૦
For Private and Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશ્વાસપાત્ર થઈ પડ્યા. જતે દહાડે સને ૧૮૭૫માં દયાનંદે શ્યામજીને પોતાના ઉત્તરાધિકારી બનાવ્યા અને આર્યસમાજના
અધ્યક્ષ બનાવ્યા.
એ જ વર્ષે કે અને ૧૮૭૫માં શ્રીમંત શેઠશ્રી છબીલદાસ લલ્લુભાઈ ભાનુશાલીની એકમાત્ર લાડકી પુત્રી ભાનુમતિ સાથે ૧૮મે વર્ષે લગ્ન થયાં. એ સમયે ભાનુમતિ હતાં માત્ર ૧૩ વર્ષના.
શ્યામજીને વધુ અભ્યાસ માટે ઇગ્લેન્ડ જવું હતું પણ પૈસાની જોગવાઈ ન હતી. એ સમયે ઓક્સફર્ડ યુનિ. ના પ્રો. વિલિયમ્સ ભારતની મુલાકાતે આવ્યા હતા. એમણે શ્યામજીની સંસ્કૃતભાષા પરની પંડિતાઈ જોઈ અને ઓક્સફર્ડમાં પોતાના મદદનિશ તરીકે આવવા નિમંત્રણ આપ્યું. આ માટે ન્યાયમૂર્તિ દેશમુખે પણ ભલામણ કરી હતી. એટલે નક્કી થયું કે સને ૧૮૭૮ના છેલ્લા મહિનામાં અથવા ૧૮૭૯ના પહેલા મહિનામાં એઓ ઓક્સફર્ડ આવી મદદનિશ બને. ત્યાં જે પગાર મળે એમાં સાદાઈથી ત્યાં રહી શકાય તેમ હતું. ભણી શકાય તેમ ન હતું.
શ્યામજીની અંગત ઇચ્છા બેરિસ્ટર થવાની હતી. મુંબઈની ફોર્ટ શાળાના શિષ્ય અને જંગલ અધિકારી તરીકે ફરજ બજાવતા શ્રી ગિલ્સનને મળ્યા અને કચ્છના પોલિટિકલ એજન્ટ કે જે એક અંગ્રેજ હતા એમના પર ભલામણ કરાવી કે શ્યામજીને બેરિસ્ટર થવા માટે કચ્છરાજ્ય સહાય કરે. બીજી બાજુ, એ સમયે કચ્છના દીવાન મણીભાઈ જશભાઈ પર પણ ન્યાયમૂર્તિ શ્રી દેશમુખ મારફતે ભલામણ કરાવી. પરિણામમાં નનૈયો મળ્યો : પણ ધર્મપત્ની ભાનુમતિએ પોતાની અંગત બચતમાંથી પતિને આર્થિક સહાય કરી.
પત્નીની સહાય મળતાં એઓ સને ૧૮૭૯માં ઇંગ્લેન્ડ પહોંચ્યા. વાયદા પ્રમાણે થોડા મોડા પડવા બદલ પ્રો. વિલિયમ્સ પાસે આર્થિક કારણો રજૂ કર્યાં અને પોતાને ત્યાં સમાવવા વિનંતી કરી. મૂળ નિયંત્રણ પ્રમાણે તો ત્રણ વર્ષ પૂરા કરવા અને અઠવાડિયે પચાસ પૌંડ મળવાના હતા પણ નવી પરિસ્થિતિમાં અઠવાડિયે સવા પૌંડ ની ઓફર થઈ : સમય-સંજોગો પ્રમાણે એ શરતે પણ ત્યાં રહ્યા.
શ્યામજીની કામગિરી અને ધગશ જોઈ કોલેજના વ્યવસ્થાપકો પ્રોફેસરોની રાજી થયા અને વિદ્યાર્થીઓને વશ કરી લીધા, અને સને ૧૮૭૯ની ૨૫મી એપ્રિલે એમને તે કોલેજના ગ્રેજ્યુએટ તરીકે દાખલ કરવામાં આવ્યા.
દિવસે કોલેજના વિદ્યાર્થીઓને સંસ્કૃત શિખવ્યા બાદ રાત્રે કાયદાનો અભ્યાસ કરતા. સાથોસાથ લેટિન, ગ્રીક, સ્પેનિશ વગેરે ભાષાઓ પણ એક વર્ષના ટૂંકા ગાળામાં શીખી લીધી. ગ્રીકભાષામાં લખાયેલા ‘બાઈબલ'નું અંગ્રેજીમાં અવતરણ પણ કરી નાખ્યું. આ કારણે બેલીયમ કોલેજે શ્યામજી જુદી જુદી ભાષાના જ્ઞાતા તરીકે નિમણૂંક આપી. નવી નિમણૂકમાં એઓ સંસ્કૃત, ગુજરાતી અને મરાઠી શિખવતા.
ઘમી જીવે ઓક્સફોર્ડમાં હિંદી-સંસ્કૃતિ અને પુસ્તકાલયની પ્રવૃત્તિ ઉપાડી લીધી હતી. આ નવી સંસ્થાના માનાર્હ સભ્ય થવાનું મુંબઈના ગવર્નર સર રીકાર્ડ ટેમ્પલને લખવાનું હતું. પ્રો. વિલિયમ્સે, આ ઉત્સાહી ભારતીય માટે સર રીકાર્ડ ટેમ્પલ દ્વારા કચ્છરાજ્યને શિષ્યવૃત્તિ માટે ભલામણ કરાવી. બદલામાં ઓક્સફર્ડના માનાર્હ સભ્ય થવાનું માન મળતાં સર રીકાર્ડ ટેમ્પલ ખુશખુશાલ થઈ ગયા અને કચ્છના પોલિટિકલ એજન્ટ તેમ જ દીવાન મણીભાઈ જશભાઈ તેમ જ મહારાવશ્રીને લખ્યું, ગવર્નરનો પત્ર મળતાં કચ્છરાજ્યે શ્યામજીને કચ્છ બહાર અભ્યાસ કરવા માટે વાર્ષિક ૧૦૦ પૌંડની શિષ્યવૃત્તિ મળતી રહી : પાછળથી એમાં વધારો પણ થયો !
કચ્છરાજ્યની શિષ્યવૃત્તિ મેળવી હિન્દ બહાર (ઇગ્લેન્ડ) ભણનાર પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા પ્રથમ વિદ્યાર્થી હતા.
સંવત ૧૯૪૦ની મહાવદ ૧૦ (સને ૧૮૮૪, ફેબ્રુઆરી)ના રોજ મહારાવ ખેંગારજીના લગ્ન રાણાશ્રી જાલમસિંહજીનાં કુંવરી ગંગાબા સાથે તથા સાહેલાના ઠાકોર સાહેબના કુંવરી મોટાંબા સાથે લેવાયા. આ લગ્નપ્રસંગે પંડિત શ્યામજી કૃષ્ણ વર્માને હાજર રહેવા માટે કચ્છરાજ્ય તરફથી નિયંત્રણ પણ પાઠવવામાં આવ્યું હતું એ ગૌરવ
પથિક, નવેમ્બર-૧૯૯૮ + ૧૧
For Private and Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વધારનારો પ્રસંગ હતો.
સને ૧૮૮૪ દેશી રાજ્યોની અગત્યની દરેક ગતિવિધીની રજેરજ માહિતી મળી રહે તે માટે પોલિટિકલ એજન્ટો જે તે ગવર્નરને વહીવટી અહેવાલો મોકલતા. કચ્છરાજ્યના એ વખતના એટલે કે વર્ષ ૧૮૮૩-૮૪ના વહીવટી અહેવાલના પાના નં. ૭૯ ઉપર પેરેગ્રાફ ૪૭૬માં જે ઉલ્લેખ છે તેનું ગુજરાતી ભાષાંતર આ પ્રમાણે છે.
“પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા, જેઓએ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ‘બી.એ.’ની ડિગ્રી મેળવી છે, તેઓ હિંદમાં ગયા શિયાળાની ઋતુમાં આવ્યા હતા. એમણે બૌધિક તથા શારીરિક રીતે ઘણી જ છાપ પાડી છે. એઓ ફરીથી ઇંગ્લેન્ડ ગયા છે. એમને આ રાજ્ય તરફથી અપાતી વાર્ષિક ભથ્થાની ૨૦૦ પૌંડની મુદત ગયા સપ્ટેમ્બરમાં પૂરી થઈ ગયેલ હોઈ, એ વિશેષ બે વર્ષ માટે વધારી આપવામાં આવી છે, કે જેથી ‘એમ.એ.' ની પદવી મેળવી શકે. એઓ વિદ્યાભ્યાસ માટે રાજ્યના ખર્ચે ઇગ્લેન્ડ જનારા પ્રથમ કચ્છી છે, અને એમણે ઇગ્લેન્ડની એક પ્રથમ કક્ષાની યુનિ. માંથી અભ્યાસક્ષેત્રે ઉચ્ચત્તમ કક્ષા પ્રાપ્ત કરી છે...”
પંડિત શ્યામજી એમ.એ. તથા બાર-એટ-લોની ડિગ્રી લઈને ભારત આવ્યા. પ્રથમ રતલામ, ત્યારબાદ ઉદેપુર તેમ જ જૂનાગઢના દીવાન તરીકે કામ કર્યું. અહીં એમણે જોયું કે સમગ્ર દેશ નાનાં મોટા રજવાડામાં વહેંચાયેલો છે અને રજવાડાઓ પર અંગ્રેજોની હકૂમત હતી. ક્યાંય કોઈ સ્વતંત્ર ન હતું. આવડા મોટા દેશ પર મુઠીભર ગોરાઓ રાજ કરે એ જ એમને ખૂંચતી વસ્તુ હતી.
દીવાનની નોકરી મૂકી અને ૧૮૯૭માં એઓ સહપત્ની ઇંગ્લેન્ડ ગયા. અહીં હર્ટ સ્પેન્સરનો ભેટો થયો. એ જ વર્ષે લીંબડીના સરદારસિંહ રાણા બેરિસ્ટર બનવા લંડન આવ્યા હતાં. તેઓ શ્યામજીને મળ્યા. આઝાદીની વિચારણા થઈ સને ૧૯૦૫ની ૧લી જુલાઈએ પોતાના ખર્ચે મકાન ખરીદી નામ આપ્યું ‘ઇન્ડિયા હાઉસ' એ પહેલાં એ જ વર્ષના જાન્યુઆરીમાં ‘ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ' પત્ર શરૂ કર્યું. ૧૮મી ફેબ્રુઆરીના લંડનમાં ઇન્ડિયન હોમરૂલ સોસાયટી'ની સ્થાપના પણ કરી.
વીર સાવરકર સને ૧૯૦૬માં વધુ અભ્યાસ માટે ઇગ્લેન્ડ આવ્યા. ઇન્ડિયા હાઉસમાં વીર સાવરકર, મદનલાલ ધીંગડા વગેરે ક્રાંતિકારીઓ ગૌરભેર રહેતા હતા. બનાવો ઝડપભેર બનતા હતા. ૧૯૦૭ની ૧૭મી ઓગસ્ટે મદનલાલ ધીંગડાને ફાંસી અપાઈ. બીજા દિવસે, ૧૮મી ઓગસ્ટે શ્રીમતિ ભિકાઈજી રુસ્તમજી કામાએ સ્ટુડગાર્ડના સમાજવાદીઓના અધિવેશનમાં એમણે બનાવેલ ભારતનો પ્રથમ રાષ્ટ્રીયધ્વજ લહેરાવ્યો.
બ્રિટિશ સરકારની ભીંસ વધતાં એઓ સને ૧૯૦૭માં લંડન છોડી પારિસ ગયા. ત્યાં પણ બ્રિટિશ જાસૂસો સુખેથી રહેવા આપે તેમ શક્ય ન જાણતાં સને ૧૯૧૪ના મે માસમાં પારિસને રામ-રામ કરી જિનીવા સ૨કી ગયા.
આ રીતે, એક જગ્યાએથી બીજી જગ્યાએ ભાગંભાગ કરતા રહેતા આપણા આ આઘક્રાંતિવીરની છેલ્લી અવસ્થામાં એમના સાથીઓ એક પછી એક સાથ છોડીને ગયા હતા. સને ૧૯૨૬માં પંડિત જવાહરલાલ નહેરુ પણ એમને મળવા ખાતર મળ્યા હતા.
જિનીવામાં એમને આંતરડાંનો રોગ લાગુ પડ્યો. ઓપરેશન કરાવ્યું પણ ફેર પડ્યો નહિ. બીજી બાજુ સાવરકરને પકડી લેવામાં આવ્યા હતા અને શ્યામજી પર દેશદ્રોહનો આરોપ હતો તેમ જ તબિયત ખૂબ જ લથડી હતી... ભારતની આઝાદીની ઉષા હજુ દેખાતી ન હતી એવી કપરી પરિસ્થિતિમાં તા. ૩૧-૩-૧૯૩૦ને સોમવારના દિવસે જિનીવાની હોસ્પિટલમાં સાંજે ૬ વાગે એઓ મૃત્યુ પામ્યા. એમને સેંટ જ્યોર્જ કબ્રસ્તાનમાં ત્રણ દિવસ બાદ અગ્નિદાહ આપવામાં આવેલો. અંતિમ સમયે એમની પાસે હોસ્પીટલમાં શ્રીમતિ ભાનુમતિ વર્મા હાજર હતાં. અંજાર (કચ્છ)માં આવેલ જેસલ-તોરલની સમાધિ માફક બાજુબાજુમાં બે સમાધિઓ સેંટ જ્યોર્જ કબ્રસ્તાનમાં આજે પણ મોજુદ છે અને ત્યાં લાગેલ તાતિમાં વેંચાય છે
પથિક - નવેમ્બર-૧૯૯૮ - ૧૨
For Private and Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્યામજી કૃષ્ણ વર્મા ૧૮૫૭-૧૯૩૦ ભાનુમતિ વર્મા ૧૮૬૨-૧૯૩૩
માંડવી (કચ્છ)થી શરુ થયેલી જીવનયાત્રાના યાત્રી આક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માની જીવનયાત્રા જિનીવામાં પૂરી થઈ. સ્વ. ઇંદુલાલ યાજ્ઞિકે યોગ્ય જ લખ્યું છે કે “.આવો સાધનહીણો ગરીબ ભણસારી બાળક, મુંબઈમાં પેટીયું રળતા પિતાનો પુત્ર, જન્મ-કુટુંબ કે સંબંધના કશાય વશીલા વિનાનો હિંદના એક અંધારખૂણે વસતો, થોડા જ વર્ષમાં સંસ્કૃત તેમ જ અંગ્રેજીનો પ્રખર વિદ્વાન થશે, ઓક્સફર્ડનો પ્રથમ હિંદી એમ.એ. થશે, બેરિસ્ટર - એટ-લૉ થશે, પ્રથમ કક્ષાના દેશી રાજયોનો દિવાન થશે, એટલું જ નહિ પણ નવતર રાષ્ટ્રવાદી હિલચાલના એના અત્યંત કપરાકાળમાં (૧૯૦૫-૧૯૧૪) સર્વમાન્ય અગ્રણી થશે અને લંડન, પારિસ તેમ જ જિનીવામાંથી હિંદની આઝાદીની માંગનો બુલંદ પુરસકર્તા થશે એમ ક્યારે કોણ કહ્યું હશે? શ્યામજીના સાધન હતા અનેકોનો પાછી પાડી દે એવી મેઘા અને પોતાનો પંથ ઉજાળતાની મહત્ત્વકાંક્ષા ...”
પાદટીપ
૧. સ્વ. ઇંદુલાલ યાજ્ઞિક કૃત શ્યામજી કૃષ્ણ વર્મા
૨. લેખકના પુસ્તક “પંડિત શ્યનમજી કૃષ્ણ વર્મા - ૩. “પથિક' ૧૯૭૩ વિશેષાંક.
પથિક • નવેમ્બર-૧૯૯૮ - ૧૩
For Private and Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“રાષ્ટ્રના સ્વાતંત્ર્ય આંદોલનમાં શિવાભાઈ ગોકળભાઈ પટેલનું પ્રદાન’*
ડૉ જીગીશ એચ. પંડ્યા*
રાષ્ટ્રનો સ્વાતંત્ર્ય સંગ્રામ એ દેશના વિવિધ વર્ગ અને કોમના કાર્યકરોનો સહિયારો પ્રયાસ હતો. આ સંગ્રામમાં ટોચના સ્તરે સર્વોચ્ચ નેતાગીરીએ જ ભૂમિકા ભજવી હતી. તેટલીજ મહત્વની ભૂમિકા પાયાના સ્તરે સક્રિય એવા અદના કાર્યકરોએ પણ બજાવી હતી. પ્રસ્તુત લેખમાં ખેડા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રાષ્ટ્રીય પ્રવૃત્તિને ક્ષેત્રે જિલ્લાના ગાંધીવાદી કાર્યકર શ્રી શિવાભાઈ ગોકળભાઈ પટેલની કામગીરીનો પરિચય આપવાનો પ્રયાસ કર્યો છે.
શિવાભાઈ ગોકળભાઈ પટેલનો જન્મ ૧૯૦૪માં આણંદ તાલુકાનાં આર્યસમાજના પ્રભાવવાળા ચિખોદરા ગામમાં એક સામાન્ય કુટુંબમાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ ગામની શાળામાં, માધ્યમિક શિક્ષણ દાદાભાઈ નવરોજી હાઈસ્કૂલ આણંદમાં લીધું. જે ડકન ઓજયુકેશનનાં સમાનતા, સાદગી અને રાષ્ટ્રીય શિક્ષણના ધોરણે ચાલતી ચરોતર એજ્યુકેશન સોસાયટીની શાળા હતી. રાષ્ટ્રીય શિક્ષણ ધરાવતી ડી.એન. હાઈસ્કૂલ તે સમયે ગુજરાત વિદ્યાપીઠ સાથે જોડાયી હતી. ગુજરાત વિદ્યાપીઠમાં તેઓ ૧૯૨૬માં સ્નાતક થયા ત્યાં સુધીમાં તેઓ રાષ્ટ્રીયરંગે સંપૂર્ણ પણે રંગાયા
હતા.
વિદ્યાપીઠના અભ્યાસ સમયે બોરસદ સત્યાગ્રહની લડતમાં સ્વયંસેવક તરીકે રાસ, દહેવાણ, બોરસદ વગેરે ગામોમાં કાર્ય કર્યું, તે દરમ્યાન ચૂનીભાઈ પટેલ, આશાભાઈ પટેલ, દરબાર ગોપાળદાસ, રવિશંકર મહારાજ જેવા સ્થાનિક કાર્યકરો અને આગેવાનોના સંપર્કમાં આવતા તેમનામાં રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાં ભાગલેવાની ભાવના વધી હતી. સાદગી, સમાનતા, સંયમ જેવા રાષ્ટ્રીયતાના સિધ્ધાંતોને જીવનમાં અપનાવી લીધા હતા.
રાષ્ટ્રીય પ્રવૃત્તિમાં સક્રિયા પણે જોડાવા ૧૯૨૬માં તેઓ સાબરમતી આશ્રમમાં સફાઈ, શિક્ષણ, ટપાલ, અખિલ ભારતીય ચરખા સંઘનો હિસાબ, આશ્રમ સમાચાર અને જંગમ આશ્રમ સમાચારનું સંપાદન કાર્ય કર્યું હતું. આમ સ્વાતંત્ર્ય સંગ્રામની રચનાત્મક કામગીરીમાં તેઓ એકનિષ્ઠાથી જોડાયા હતા.
૧૯૩૦ ની સવિનય કાનુભંગની લડત દરમિયાન યોજાએલી દાંડી યાત્રામાં શિવાભાઈને બે કામ સોંપવામાં આવ્યા હતાં.
(૧) યાત્રા દરમ્યાન લોકો જે દાન આપે તે સ્વીકારી તેની યાદી સાથે દાનની રકમ આશ્રમમાં મોકલવી. (૨) યાત્રા દરમ્યાન જે ગામોમાં ગાંધીજી વ્યાખ્યાન આપે, તે સમાચાર રૂપે ‘જંગમ આશ્રમ સમાચાર' તૈયાર કરી એક નક્લ રોજ આશ્રમમાં પહોંચાડે, શિવાભાઈએ દાંડીયાત્રીઓ સાથે છાવણીમાં રહીને રાષ્ટ્રીય સપ્તાહની વિવિધ કામગીરીમાં ભાગ લીધો હતો.
રાષ્ટ્રીય સપ્તાહ બાદ નવસારી મુકામે ખેડા જિલ્લા સમિતિના પ્રમુખ અબ્બાસસાહેબે જિલ્લાની કામગીરી માટે દાંડીયાત્રીઓ માંગતા ગાંધીજીએ રાવજીભાઈ નાથાભાઈ પટેલ, માધવલાલ શાહ, શંકરભાઈ ભીખાભાઈ પટેલ, અંબાલાલ શંકરભાઈ પટેલ જેવા સાથીઓ સાથે શ્રી શિવાભાઈને પણ નડિયાદ મોકલ્યા. શિવાભાઈએ જિલ્લાના દરેક તાલુકામાં જઈ પૈસાનો હિસાબ તપાસી કામ પૂર્ણ કર્યું. ત્યાર બાદ આણંદ છાવણીની વ્યવસ્થા, સંભાળી લીધી. ત્યાંથી ધરાસણા સત્યાગ્રહ માટે ૫૦ સત્યાગ્રહીઓની એક ટુકડી ત્રિભુવનદાસભાઈ સાથે મોકલાવી. શિવાભાઈ, પરીક્ષિતભાઈ અને બીજા ૨૫ સત્યાગ્રહીઓ ધરાસણા છાવણીએ પહોંચ્યા. આ સત્યાગ્રહને દબાવવા કડક હાથે કામ લીધુ હતું. પોલીસે સત્યાગ્રહીઓ
* અનુસ્નાતક ઈતિહાસ વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર.
★
સરદાર પટેલ યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગ દ્વારા તા. ૭,૮,૯, ફેબ્રુઆરી ૧૯૯૭ દ૨મ્યાન યોજાયેલ પશ્ચિમ વિભાગીય યુ.જી.સૢ સેમિનારમાં રજૂ કરેલ શોધપત્ર.
પથિક૰ નવેમ્બર-૧૯૯૮ + ૧૪
For Private and Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર લાઠીમાર કર્યો. અને બધાને પકડીને સૂરત સ્ટેશને લઈ જઈ છોડી મુક્યા. પૂનઃશિવાભાઈ અને દિનકરભાઈની આગેવાની નીચે ૧૫૦ ભાઈઓ ધરાસણા ગયા. પોલીસનો માર દરેકને પડ્યો, શિવાભાઈને વધુ વાગતા વલસાડમાં સારવાર માટે રાખ્યા. ત્યાંથી અમદાવાદ ભાઈને ઘરે સ્વસ્થ થતા નડિયાદ આવી રાષ્ટ્રીય જાગૃતિ અને પોલીસોની સખતાઈ વિરુધ્ધ પત્રિકાઓની કામગીરી શરુ કરી, તેમને પોલીસે ત્રણ વાર જેલની સજા કરી હતી. આ કામગીરી દરમ્યાન ફૂલચંદ બાપુજી શાહ, ગોકળદાસ તલાટી અને દાદુભાઈ દેસાઈના પરિચયમાં આવ્યા. તેમની રાષ્ટ્રીય પ્રવૃત્તિને ધ્યાનમાં લઈને શિવાભાઈને ખેડા જિલ્લા સમિતિમાં સહમંત્રીની કામગીરી સોંપી હતી.
ગાંધી-ઈર્વિન કરારને કારણે પૂર્ણ સ્વરાજ્યનું આંદોલન ટૂંક સમય માટે બંધ રહ્યું. ત્યારે બોરસદ હાઈસ્કૂલમાં ગાંધીજી અને સરદાર પટેલ સાથે તેમની મુલાકાત થઈ અને ખેડા જિલ્લાની પ્રવૃત્તિ અંગે તેમની સાથે ચર્ચાવિચારણા થઈ હતી. આ
૧૯૩૨માં લડત ફરી શરૂ થતાં સરકારે ખેડા જિલ્લાના મુખ્ય આગેવાનોને જેલમાં પુર્યા, સમિતિના મકાનને સીલ મારી લડતની અસરકારકતા રોકવા પ્રયાસો કર્યો, ત્યારે શિવાભાઈ અને બબલભાઈ મહેતાએ જિલ્લાનું કાર્યાલય સોજીત્રા ગામે ગાયકવાડી હદમાં શરુ કર્યું. તેમાં પકડાતાં એક વર્ષની જેલ થઈ ૧૯૩૪ માં પૂર્ણ સ્વરાજ્યની લડત મોકૂફ થતા જેલમાંથી બધા સત્યાગ્રહ કેદીઓને છોડી મુકવામાં આવતાં શિવાભાઈ પણ બહાર આવ્યા અને જિલ્લામાં પુનઃકામગીરી શરુ કરી.
પૂર્ણ સ્વરાજ્યની લડત બાદ ગાંધીજીએ દાંડીયાત્રીઓને ગામડામાં જાઓ નો સંદેશ પાઠવ્યો. તે સમયે શિવાભાઈ બોરસદમાં પ્લેગનિવારણની કામગીરીમાં ડૉ.ભાસ્કર પટેલને મદદ કરી રહ્યાં હતા. ત્યારે બોચાસણની સભામાં ગાંધીજીએ જાહેર કર્યું કે- “શિવાભાઈ વલ્લભ વિદ્યાલય (બોચાસણ) ની સંસ્થા ચલાવશે આ વિદ્યાલય ૧૯૩૧ માં ગુજરાત વિદ્યાપીઠની ગ્રામસેવા સમિતિ ધ્વારા શરૂ કરાઈ હતી પરંતુ ૧૯૩૨ ની લડત સમયે સરકારે વિદ્યાલયની પ્રવૃત્તિ બંધ કરાવી હતી. તે ૧૯૩૫ માં મુક્ત થતા પુનઃ શરુ કરવાની હતી.
શિવાભાઇએ ગ્રામશિક્ષક તરીકેની કામગીરી સ્વીકારીને વિદ્યાલયમાં સમાનતા, રાષ્ટ્રીયતા, ખાદી ઉદ્યોગ, * નવરચના વગેરે કાર્યો અમલી બનાવી વિદ્યાર્થીઓમાં અને આસપાસના લોકોમાં રાષ્ટ્રભક્તિ, દેશસેવા અને બલિદાનની ભાવના ફેલાવવાનું કાર્ય કર્યું હતું. તેમની સાથે સહકાર્યકરો તરીકે શામળભાઈ, ભાઈલાલભાઈ પટેલ, ગ્રામસેવિકા ગંગાબહેન, રવિશંકર મહારાજના મોટા પુત્ર મેઘાવ્રતજી (પંડિતજી) અને સમયે સમયે રવિશંકર મહારાજ અને બબલભાઈ મહેતા વિદ્યાલયમાં આવી સાદગી અને સ્વાવલંબનના કાર્યોને ઉત્તેજન આપતા. વિદ્યાલયમાં બારૈયા, પાટણવાડિયા કોમના છોકરા આવતા પછીથી હરિજન,વાઘરી, વાળંદ, કુંભાર, પાટીદાર, વાણીયા અને બ્રાહ્મણ જ્ઞાતિના છોકરા ભળતા સંસ્થાનું રાષ્ટ્રીય સ્વરૂપ પાકું થયું હતું.
શિવાભાઈએ વિદ્યાલયના માધ્યમ દ્વારા ગામસફાઈ, ગામસંપર્ક, ખાદી ઉદ્યોગના, પ્રદર્શનો યોજી શિક્ષણ અને તાલીમની બોચાસણ, રૂદેલ, ડભાસી, ગોળેલ, ચૂવા વગેરે ગામનાં લોકોને જાણ કરતા. હરિપુરા મહાસભાની વ્યવસ્થા અને સફાઈ વગેરે કામો માટે વિદ્યાલયમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને મોકલવામાં આવ્યા હતા. ૧૯૪૦ માં રેલસંકટ આવતા વિદ્યાર્થીઓએ ૬૦ ગામોના નુકસાનીના આંકડા તૈયાર કરી જિલ્લા સમિતિને મોકલાવ્યા તેમજ તેમના દ્વારા રાહત દુકાનો, વિદ્યાલય, બોરસદ, આંકલાવ, રાસ જેવા ગામોમાં શરુ થતા તે અંગે કાર્ય કર્યું હતું.
ખાદી ઉદ્યોગનો વ્યાપ વધારવા વિદ્યાલય દ્વારા બોચાસણ, ડભાસી, બદલપુર, નાપા, બોરસદ વગેરે ગામોમાં રેટિયા પ્રવૃત્તિને લગતું કાર્ય કરવામાં આવ્યું હતું. અને ઉલ્લેખનીય છે કે તેમના પ્રયાસથી બોરસદમાં ૧૫૦ રેંટિયા મુસલમાન બહેનો ચલાવતી હતી. આ રીતે સાત મોટા કાંતણ કેન્દ્રો ચાલતા તે માટે જોઈતી પૂણીઓ વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાવી પહોંચાડવામાં આવતી. તેમજ બોરસદ અને કરમસદ ગામમાં તેનું વણાટકામ ચાલતું. વિદ્યાલયદ્વારા આ ઉદ્યોગ વ્યવસ્થિત ચાલતો હતો. પરંતુ ૧૯૪૨ની લડતમાં વિદ્યાલય જોડાતા ખાદી ઉદ્યોગ ધીરે ધીરે બંધ થવા પામ્યો હતો.
પથિકનવેમ્બર-૧૯૯૮ - ૧૫
For Private and Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થામણામાં બુનિયાદી શિક્ષણનો પ્રયોગ કરવામાં આવ્યો ત્યારે શિક્ષકો અને વિદ્યાર્થીઓને નવા પ્રયોગ અંગે માર્ગદર્શન આપવા માટે વિદ્યાલયના સંચાલકો, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ કાર્યક્રમનો આરંભ કરી આપ્યો હતો.
ગાંધીજીએ હિંદ છોડોનો આદેશ આપ્યો અને રચનાત્મક સંસ્થાઓને પણ તેમાં ભાગ લેવા હિમાયત કરી ત્યારે વલ્લભ વિદ્યાલયે લડતમાં યોજવા પૂર્વક ઝંપલાવ્યું હતું. નાના વિદ્યાર્થીઓને ઘરે મોકલી દીધા. વિદ્યાલયની જવાબદારી ગંગાબહેન અને મેધાવ્રતજીને સોંપી. બાકીના બધા કાર્યકરો અને વિદ્યાર્થીઓની ટુકડીઓ પાડી બોરસદ તાલુકાના જુદા જુદા ઠેકાણે સત્યાગ્રહ કરવા મોકલ્યા. શિવાભાઈ અને તેમના વિદ્યાર્થીઓ મગનભાઈ અને મનહરભાઈ બોરસદ ગયા. ત્યાં સાંજના સરઘસમાં તેમની સાથે આશાભાઈ, ત્રિકમભાઈ અને અંબાગિરિભાઈ તેમજ બીજા કેટલાક લોકો જોડાયા હતા. સરધસ પાટીદાર ધર્મશાળા આગળ આવતા પોલીસે લાઠીમાર કર્યો. તેમાં અન્યની સાથે શિવાભાઈને સખત વાગ્યું. તે સમાચાર મળતા વલ્લભ વિદ્યાલયથી મેધાવતજી તેમની સારવાર માટે બોરસદ આવ્યા, તેમની પાસેથી પત્રિકા મળતા પોલીસે શિવાભાઈ, મેઘાવ્રતજી, આશાભાઈ અને અંલાગિરિભાઈને જેલમાં લઈ ગયા. પછી શિવાભાઈ પર કેસ ચાલતા તેમને છ માસની સજી થઈ. પુનઃ સત્યાગ્રહની પ્રવૃત્તિ ચાલુ રાખતા તેમને જેલમાં રાખવામાં આવ્યા. ત્યાં તેમણે
. શિક્ષણ પ્રયોગને આવરી કેટલાક પ્રસંગોને લઈ “જીવન દ્વારા શિક્ષણ' એક પુસ્તક તૈયાર કર્યું. આ પુસ્તક પાયાના સ્તરે રાષ્ટ્રનિર્માણના કાર્યકરો માટે માર્ગદર્શન રૂપ બન્યું હતું.
હિંદ છોડો લડત દરમ્યાન પોલીસના હાથે ખેડા જિલ્લાના ૩૮ વિદ્યાર્થીઓ પકડાયા હતા તેમાં ૧૮ વિદ્યાર્થીઓ વલ્લભ વિદ્યાલયના હતા. ૧૯૪૪માં શિવાભાઈ જેલમાંથી છૂટ્યા પછી વલ્લભ વિદ્યાલયની કામગીરી સંબંધમાં આયોજન કરી રહ્યા હતા. ત્યાં ૧૯૪૫ માં ગ્રામસેવક તાલીમવર્ગ રવિશંકર મહારાજની રાહબરી નીચે શરૂ કરાયો ત્યારે શિવાભાઈ તે કાર્યમાં મદદરૂપ બન્યા હતા. વિદ્યાલયમાં પુનઃ રચનાત્મક કામગીરીને વધારવા પોતાનું યોગદાન આપ્યું હતું. તે પ્રયાસો આઝાદી મળતા સુધી અને તે પછી પણ ચાલુ રહ્યા હતા.
આમ ગાંધીજીના વિચારો અને કાર્યશૈલીને સ્થાનિક ઢાંચામાં ગોઠવીને ગ્રામ્ય વિસ્તારના ખેડૂત તથા શ્રમજીવી વર્ગોને રાષ્ટ્રીય સંગ્રામમાં સામેલ કરવામાં, ગાંધીયુગની રાષ્ટ્રીય ચળવળોમાં સ્થાનિક સમાજને સબળ માર્ગદર્શન અને નેતૃત્વ પુરુ પાડવામાં તથા ખાસકરીને રચનાત્મક કાર્યક્રમો દ્વારા નબળા વર્ગનું સામાજિક તથા રાજકીય ઉધૃતિકરણ કરીને રાષ્ટ્રના સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેમને ભાગીદાર બનાવી રાષ્ટ્રીય લડતના પાયાનું વિસ્તરણ કરવામાં શ્રી શિવાભાઈ જેવા કાર્યકરોની કામગીરી મહત્વનું સ્થાન ધરાવે છે.
સંદર્ભ ગ્રંથસૂચી (૧) પટેલ શિવાભાઈ ગો. : પાયાની કેળવણીનો પ્રયોગ. ૧૯૫૮ (૨) પટેલ શિવાભાઈ ગો. : જીવન દ્વારા શિક્ષણ. ૧૯૫૦
પટેલ શિવાભાઈ ગો. : મારું જીવનઘડતર. ૧૯૭૯ (૪) પટેલ શિવાભાઈ ગો. : શિક્ષણના મારા અનુભવો. ૧૯૭૨ (૫) પટેલ શિવાભાઈ ગો. : બાપુની આશ્રમની કેળવણી. ૧૯૬૯ (ગાંધી શતાબ્દી ગ્રંથાવલી-૩) (૬) ઉમરાજવાલા રમેશ એસ. : ચરોતરના સત્યાગ્રહો. ૧૯૮૯ (૭) (સંપા.) શાહ પુરુષોત્તમ છે. ચરોતર સર્વસંગ્રહ તથા ખેડા જિલ્લાનો માહિતી ગ્રંથ ૧૯૫૪ શાહ ચંદ્રકાંત રૃ.
ભાગ-૧ અનેર. (૮) (સંપા.) પટેલ મગનભાઈ જી. : મારી જીવનયાત્રા ૧૯૮૨ તથા મહેતા બબલભાઈ (૯) ગાંધી રાજમોહન (અનુ) સંઘવી નગીનદાસ : સરદાર પટેલ ૧૯૯૪. એક સમર્પિત જીવન. (૧૦) દેસાઈ શાંતિલાલ મ. : રાષ્ટ્રનો સ્વાતંત્ર્ય સંગ્રામ ૧૯૭૨. અને ગુજરાત.
પથિક • નવેમ્બર-૧૯૯૮ - ૧૬
For Private and Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ડિસેમ્બર '98 Reg. No. GAMC-19 બાજલી હામ અને ઉત્તમ કામ, 'મિનલલાવે.સમૃધિભર્યુવાન. HOICE કિ.ગ્રા. પોલિયેસ્ટર પાઉચ પેડમાં 5 અને પ૦ કિ.ગ્રા. એચ.ડી.પી.ઈ. બેગમાં MINZYME FANT CROWIE PROMOTER PITAL ill વિશિષ્ટ યુરિયા કોટિંગ પાવડર, નુકશાનરહિત, જંતુ-પ્રતિરોધક, હર્બલ અને બાયોડરીડબલ છે. વનસ્પતિ વૃદ્ધિવર્ધક 500 ગ્રામ અને લગા. પોલિયેસ્ટર પાઉચ પેડમાં 500, 200, 500 મી.લી. ૧લીટર અને 5 લીટરના પેમાં તીવ્ર એઝાડિરેક્ટીવ (હર્બલ પ્રોડક્ટસ) પ્રવાહી અને ઘણાઘર 100, 500 મી.લી., 1 લીટર અને 5 લીટર પેમાં YUN Cody 823943 For Private and Personal Use Only