________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્યામજી કૃષ્ણ વર્મા ૧૮૫૭-૧૯૩૦ ભાનુમતિ વર્મા ૧૮૬૨-૧૯૩૩
માંડવી (કચ્છ)થી શરુ થયેલી જીવનયાત્રાના યાત્રી આક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માની જીવનયાત્રા જિનીવામાં પૂરી થઈ. સ્વ. ઇંદુલાલ યાજ્ઞિકે યોગ્ય જ લખ્યું છે કે “.આવો સાધનહીણો ગરીબ ભણસારી બાળક, મુંબઈમાં પેટીયું રળતા પિતાનો પુત્ર, જન્મ-કુટુંબ કે સંબંધના કશાય વશીલા વિનાનો હિંદના એક અંધારખૂણે વસતો, થોડા જ વર્ષમાં સંસ્કૃત તેમ જ અંગ્રેજીનો પ્રખર વિદ્વાન થશે, ઓક્સફર્ડનો પ્રથમ હિંદી એમ.એ. થશે, બેરિસ્ટર - એટ-લૉ થશે, પ્રથમ કક્ષાના દેશી રાજયોનો દિવાન થશે, એટલું જ નહિ પણ નવતર રાષ્ટ્રવાદી હિલચાલના એના અત્યંત કપરાકાળમાં (૧૯૦૫-૧૯૧૪) સર્વમાન્ય અગ્રણી થશે અને લંડન, પારિસ તેમ જ જિનીવામાંથી હિંદની આઝાદીની માંગનો બુલંદ પુરસકર્તા થશે એમ ક્યારે કોણ કહ્યું હશે? શ્યામજીના સાધન હતા અનેકોનો પાછી પાડી દે એવી મેઘા અને પોતાનો પંથ ઉજાળતાની મહત્ત્વકાંક્ષા ...”
પાદટીપ
૧. સ્વ. ઇંદુલાલ યાજ્ઞિક કૃત શ્યામજી કૃષ્ણ વર્મા
૨. લેખકના પુસ્તક “પંડિત શ્યનમજી કૃષ્ણ વર્મા - ૩. “પથિક' ૧૯૭૩ વિશેષાંક.
પથિક • નવેમ્બર-૧૯૯૮ - ૧૩
For Private and Personal Use Only