________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“રાષ્ટ્રના સ્વાતંત્ર્ય આંદોલનમાં શિવાભાઈ ગોકળભાઈ પટેલનું પ્રદાન’*
ડૉ જીગીશ એચ. પંડ્યા*
રાષ્ટ્રનો સ્વાતંત્ર્ય સંગ્રામ એ દેશના વિવિધ વર્ગ અને કોમના કાર્યકરોનો સહિયારો પ્રયાસ હતો. આ સંગ્રામમાં ટોચના સ્તરે સર્વોચ્ચ નેતાગીરીએ જ ભૂમિકા ભજવી હતી. તેટલીજ મહત્વની ભૂમિકા પાયાના સ્તરે સક્રિય એવા અદના કાર્યકરોએ પણ બજાવી હતી. પ્રસ્તુત લેખમાં ખેડા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રાષ્ટ્રીય પ્રવૃત્તિને ક્ષેત્રે જિલ્લાના ગાંધીવાદી કાર્યકર શ્રી શિવાભાઈ ગોકળભાઈ પટેલની કામગીરીનો પરિચય આપવાનો પ્રયાસ કર્યો છે.
શિવાભાઈ ગોકળભાઈ પટેલનો જન્મ ૧૯૦૪માં આણંદ તાલુકાનાં આર્યસમાજના પ્રભાવવાળા ચિખોદરા ગામમાં એક સામાન્ય કુટુંબમાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ ગામની શાળામાં, માધ્યમિક શિક્ષણ દાદાભાઈ નવરોજી હાઈસ્કૂલ આણંદમાં લીધું. જે ડકન ઓજયુકેશનનાં સમાનતા, સાદગી અને રાષ્ટ્રીય શિક્ષણના ધોરણે ચાલતી ચરોતર એજ્યુકેશન સોસાયટીની શાળા હતી. રાષ્ટ્રીય શિક્ષણ ધરાવતી ડી.એન. હાઈસ્કૂલ તે સમયે ગુજરાત વિદ્યાપીઠ સાથે જોડાયી હતી. ગુજરાત વિદ્યાપીઠમાં તેઓ ૧૯૨૬માં સ્નાતક થયા ત્યાં સુધીમાં તેઓ રાષ્ટ્રીયરંગે સંપૂર્ણ પણે રંગાયા
હતા.
વિદ્યાપીઠના અભ્યાસ સમયે બોરસદ સત્યાગ્રહની લડતમાં સ્વયંસેવક તરીકે રાસ, દહેવાણ, બોરસદ વગેરે ગામોમાં કાર્ય કર્યું, તે દરમ્યાન ચૂનીભાઈ પટેલ, આશાભાઈ પટેલ, દરબાર ગોપાળદાસ, રવિશંકર મહારાજ જેવા સ્થાનિક કાર્યકરો અને આગેવાનોના સંપર્કમાં આવતા તેમનામાં રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાં ભાગલેવાની ભાવના વધી હતી. સાદગી, સમાનતા, સંયમ જેવા રાષ્ટ્રીયતાના સિધ્ધાંતોને જીવનમાં અપનાવી લીધા હતા.
રાષ્ટ્રીય પ્રવૃત્તિમાં સક્રિયા પણે જોડાવા ૧૯૨૬માં તેઓ સાબરમતી આશ્રમમાં સફાઈ, શિક્ષણ, ટપાલ, અખિલ ભારતીય ચરખા સંઘનો હિસાબ, આશ્રમ સમાચાર અને જંગમ આશ્રમ સમાચારનું સંપાદન કાર્ય કર્યું હતું. આમ સ્વાતંત્ર્ય સંગ્રામની રચનાત્મક કામગીરીમાં તેઓ એકનિષ્ઠાથી જોડાયા હતા.
૧૯૩૦ ની સવિનય કાનુભંગની લડત દરમિયાન યોજાએલી દાંડી યાત્રામાં શિવાભાઈને બે કામ સોંપવામાં આવ્યા હતાં.
(૧) યાત્રા દરમ્યાન લોકો જે દાન આપે તે સ્વીકારી તેની યાદી સાથે દાનની રકમ આશ્રમમાં મોકલવી. (૨) યાત્રા દરમ્યાન જે ગામોમાં ગાંધીજી વ્યાખ્યાન આપે, તે સમાચાર રૂપે ‘જંગમ આશ્રમ સમાચાર' તૈયાર કરી એક નક્લ રોજ આશ્રમમાં પહોંચાડે, શિવાભાઈએ દાંડીયાત્રીઓ સાથે છાવણીમાં રહીને રાષ્ટ્રીય સપ્તાહની વિવિધ કામગીરીમાં ભાગ લીધો હતો.
રાષ્ટ્રીય સપ્તાહ બાદ નવસારી મુકામે ખેડા જિલ્લા સમિતિના પ્રમુખ અબ્બાસસાહેબે જિલ્લાની કામગીરી માટે દાંડીયાત્રીઓ માંગતા ગાંધીજીએ રાવજીભાઈ નાથાભાઈ પટેલ, માધવલાલ શાહ, શંકરભાઈ ભીખાભાઈ પટેલ, અંબાલાલ શંકરભાઈ પટેલ જેવા સાથીઓ સાથે શ્રી શિવાભાઈને પણ નડિયાદ મોકલ્યા. શિવાભાઈએ જિલ્લાના દરેક તાલુકામાં જઈ પૈસાનો હિસાબ તપાસી કામ પૂર્ણ કર્યું. ત્યાર બાદ આણંદ છાવણીની વ્યવસ્થા, સંભાળી લીધી. ત્યાંથી ધરાસણા સત્યાગ્રહ માટે ૫૦ સત્યાગ્રહીઓની એક ટુકડી ત્રિભુવનદાસભાઈ સાથે મોકલાવી. શિવાભાઈ, પરીક્ષિતભાઈ અને બીજા ૨૫ સત્યાગ્રહીઓ ધરાસણા છાવણીએ પહોંચ્યા. આ સત્યાગ્રહને દબાવવા કડક હાથે કામ લીધુ હતું. પોલીસે સત્યાગ્રહીઓ
* અનુસ્નાતક ઈતિહાસ વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર.
★
સરદાર પટેલ યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગ દ્વારા તા. ૭,૮,૯, ફેબ્રુઆરી ૧૯૯૭ દ૨મ્યાન યોજાયેલ પશ્ચિમ વિભાગીય યુ.જી.સૢ સેમિનારમાં રજૂ કરેલ શોધપત્ર.
પથિક૰ નવેમ્બર-૧૯૯૮ + ૧૪
For Private and Personal Use Only