________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર લાઠીમાર કર્યો. અને બધાને પકડીને સૂરત સ્ટેશને લઈ જઈ છોડી મુક્યા. પૂનઃશિવાભાઈ અને દિનકરભાઈની આગેવાની નીચે ૧૫૦ ભાઈઓ ધરાસણા ગયા. પોલીસનો માર દરેકને પડ્યો, શિવાભાઈને વધુ વાગતા વલસાડમાં સારવાર માટે રાખ્યા. ત્યાંથી અમદાવાદ ભાઈને ઘરે સ્વસ્થ થતા નડિયાદ આવી રાષ્ટ્રીય જાગૃતિ અને પોલીસોની સખતાઈ વિરુધ્ધ પત્રિકાઓની કામગીરી શરુ કરી, તેમને પોલીસે ત્રણ વાર જેલની સજા કરી હતી. આ કામગીરી દરમ્યાન ફૂલચંદ બાપુજી શાહ, ગોકળદાસ તલાટી અને દાદુભાઈ દેસાઈના પરિચયમાં આવ્યા. તેમની રાષ્ટ્રીય પ્રવૃત્તિને ધ્યાનમાં લઈને શિવાભાઈને ખેડા જિલ્લા સમિતિમાં સહમંત્રીની કામગીરી સોંપી હતી.
ગાંધી-ઈર્વિન કરારને કારણે પૂર્ણ સ્વરાજ્યનું આંદોલન ટૂંક સમય માટે બંધ રહ્યું. ત્યારે બોરસદ હાઈસ્કૂલમાં ગાંધીજી અને સરદાર પટેલ સાથે તેમની મુલાકાત થઈ અને ખેડા જિલ્લાની પ્રવૃત્તિ અંગે તેમની સાથે ચર્ચાવિચારણા થઈ હતી. આ
૧૯૩૨માં લડત ફરી શરૂ થતાં સરકારે ખેડા જિલ્લાના મુખ્ય આગેવાનોને જેલમાં પુર્યા, સમિતિના મકાનને સીલ મારી લડતની અસરકારકતા રોકવા પ્રયાસો કર્યો, ત્યારે શિવાભાઈ અને બબલભાઈ મહેતાએ જિલ્લાનું કાર્યાલય સોજીત્રા ગામે ગાયકવાડી હદમાં શરુ કર્યું. તેમાં પકડાતાં એક વર્ષની જેલ થઈ ૧૯૩૪ માં પૂર્ણ સ્વરાજ્યની લડત મોકૂફ થતા જેલમાંથી બધા સત્યાગ્રહ કેદીઓને છોડી મુકવામાં આવતાં શિવાભાઈ પણ બહાર આવ્યા અને જિલ્લામાં પુનઃકામગીરી શરુ કરી.
પૂર્ણ સ્વરાજ્યની લડત બાદ ગાંધીજીએ દાંડીયાત્રીઓને ગામડામાં જાઓ નો સંદેશ પાઠવ્યો. તે સમયે શિવાભાઈ બોરસદમાં પ્લેગનિવારણની કામગીરીમાં ડૉ.ભાસ્કર પટેલને મદદ કરી રહ્યાં હતા. ત્યારે બોચાસણની સભામાં ગાંધીજીએ જાહેર કર્યું કે- “શિવાભાઈ વલ્લભ વિદ્યાલય (બોચાસણ) ની સંસ્થા ચલાવશે આ વિદ્યાલય ૧૯૩૧ માં ગુજરાત વિદ્યાપીઠની ગ્રામસેવા સમિતિ ધ્વારા શરૂ કરાઈ હતી પરંતુ ૧૯૩૨ ની લડત સમયે સરકારે વિદ્યાલયની પ્રવૃત્તિ બંધ કરાવી હતી. તે ૧૯૩૫ માં મુક્ત થતા પુનઃ શરુ કરવાની હતી.
શિવાભાઇએ ગ્રામશિક્ષક તરીકેની કામગીરી સ્વીકારીને વિદ્યાલયમાં સમાનતા, રાષ્ટ્રીયતા, ખાદી ઉદ્યોગ, * નવરચના વગેરે કાર્યો અમલી બનાવી વિદ્યાર્થીઓમાં અને આસપાસના લોકોમાં રાષ્ટ્રભક્તિ, દેશસેવા અને બલિદાનની ભાવના ફેલાવવાનું કાર્ય કર્યું હતું. તેમની સાથે સહકાર્યકરો તરીકે શામળભાઈ, ભાઈલાલભાઈ પટેલ, ગ્રામસેવિકા ગંગાબહેન, રવિશંકર મહારાજના મોટા પુત્ર મેઘાવ્રતજી (પંડિતજી) અને સમયે સમયે રવિશંકર મહારાજ અને બબલભાઈ મહેતા વિદ્યાલયમાં આવી સાદગી અને સ્વાવલંબનના કાર્યોને ઉત્તેજન આપતા. વિદ્યાલયમાં બારૈયા, પાટણવાડિયા કોમના છોકરા આવતા પછીથી હરિજન,વાઘરી, વાળંદ, કુંભાર, પાટીદાર, વાણીયા અને બ્રાહ્મણ જ્ઞાતિના છોકરા ભળતા સંસ્થાનું રાષ્ટ્રીય સ્વરૂપ પાકું થયું હતું.
શિવાભાઈએ વિદ્યાલયના માધ્યમ દ્વારા ગામસફાઈ, ગામસંપર્ક, ખાદી ઉદ્યોગના, પ્રદર્શનો યોજી શિક્ષણ અને તાલીમની બોચાસણ, રૂદેલ, ડભાસી, ગોળેલ, ચૂવા વગેરે ગામનાં લોકોને જાણ કરતા. હરિપુરા મહાસભાની વ્યવસ્થા અને સફાઈ વગેરે કામો માટે વિદ્યાલયમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને મોકલવામાં આવ્યા હતા. ૧૯૪૦ માં રેલસંકટ આવતા વિદ્યાર્થીઓએ ૬૦ ગામોના નુકસાનીના આંકડા તૈયાર કરી જિલ્લા સમિતિને મોકલાવ્યા તેમજ તેમના દ્વારા રાહત દુકાનો, વિદ્યાલય, બોરસદ, આંકલાવ, રાસ જેવા ગામોમાં શરુ થતા તે અંગે કાર્ય કર્યું હતું.
ખાદી ઉદ્યોગનો વ્યાપ વધારવા વિદ્યાલય દ્વારા બોચાસણ, ડભાસી, બદલપુર, નાપા, બોરસદ વગેરે ગામોમાં રેટિયા પ્રવૃત્તિને લગતું કાર્ય કરવામાં આવ્યું હતું. અને ઉલ્લેખનીય છે કે તેમના પ્રયાસથી બોરસદમાં ૧૫૦ રેંટિયા મુસલમાન બહેનો ચલાવતી હતી. આ રીતે સાત મોટા કાંતણ કેન્દ્રો ચાલતા તે માટે જોઈતી પૂણીઓ વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાવી પહોંચાડવામાં આવતી. તેમજ બોરસદ અને કરમસદ ગામમાં તેનું વણાટકામ ચાલતું. વિદ્યાલયદ્વારા આ ઉદ્યોગ વ્યવસ્થિત ચાલતો હતો. પરંતુ ૧૯૪૨ની લડતમાં વિદ્યાલય જોડાતા ખાદી ઉદ્યોગ ધીરે ધીરે બંધ થવા પામ્યો હતો.
પથિકનવેમ્બર-૧૯૯૮ - ૧૫
For Private and Personal Use Only