________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આમ તેમનું સાહિત્ય સર્જન વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે.
મેઘાણીની અભિવ્યક્તિનું વાહન ગદ્ય છે. તેમના સાહિત્યમાં લોકબોલી, સોરઠી શબ્દ પ્રયોગો, લય-લહેકાની આગળ છટાથી સાહિત્યમાં નવો રંગ ઉપસ્યો છે. સાહિત્યમાં ખુમારી, વીરતા, રાષ્ટ્રપ્રેમ, દેશભક્તિ, સમાજદર્શન, જીવનદર્શન અનુભવવા મળે છે. બહાદુરી, શૌર્યતા ને માણસાઈનાં દર્શન થાય છે. કસુંબી રંગને ઢોવનાર તો મેઘાણી છે.
“જનનીના હૈયામાં પોઢંતા પોઢતાં
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ મર્દાનગી ભાગી જાય તેવી દેશભાવનાવાળાં ગીતોથી ગાંધીજીએ રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે. ગોળમેજી પરિષદમાં ગાંધીજી જાય છે ત્યારે “છેલ્લો કટોરો' કાવ્યમાં
છેલ્લો કટોરો ઝેરનો પી જજો બાપુ” સત્યાગ્રહ સંગ્રામ સમયે રાષ્ટ્રપ્રેમનો લલકાર વ્યક્ત કર્યો છે
નથી જાણ્યું અમારે પંથ શી આફત પડી છે
ખબર છે એટલી કે માતાજી હાકલ પડી છે.” સિંધૂડો કાવ્યની તેજાબી કવિતાઓ અંગ્રેજોને હચમચાવી નાખતા આ કાવ્યસંગ્રહ અંગ્રેજોએ જપ્ત કરેલ
“આગે કદમ આગે કદમ આગે કદમ,
યા ફનાના પંથ પર આગે કદમ” “તારા નામમાં ઓ સ્વતંત્રતા મીઠી આ શી વત્સલતા ભરી” વગેરે પંક્તિમાં રાષ્ટ્રપ્રેમ છલકાય છે. ભાતીગળ સંસ્કૃતિને ધરતીના ધાવણને ધીંગી તાકાતથી ગાઈ છે.'
“મોરલા રે હો મુને આપ તારો અષાઢીનો કંઠ : ખોવાયેલી વાદળીને હું સાદ પાડી દઉ”
મારુ મન મોર બની થનગાટ કરે.” આમ, મેઘાણીએ લોકગીતો-કાવ્યમાં ભરી લાગણીઓ વ્યક્ત કરી છે. સમર્પણના ભાવો દોડાવ્યા છે. સંસ્કૃતિને રક્ષવા માટે કલમ દોડાવી છે. સૂતેલી શક્તિઓને ઢંઢોળી જાગૃત કરી છે. શબ્દ શબ્દમાં સંસ્કૃતિનો લલકાર છે. રાષ્ટ્રચેતના છે, માનવતાની મહેંક છે અને માનવમૂલ્યનું સર્જન થયું છે.
ઝવેરચંદ મેઘાણી લોકહૃદયનો સ્વામી ગણાતો. ગાંધી પ્રેરિત યુગચેતનાએ અને લોકસાહિત્યએ તેમની કલમ તેજાબી બનાવી દીધી હતી. તેઓ સમાનતામાં માનનાર સર્જક હતા. માનવતાના મર્મી હતા. તેમણે લોકહૈયે હેતનાં તોરણ બાંધ્યાં છે. તેમણે ઈતિહાસને બેઠો કર્યો છે. ડુંગરાવ પ્રદેશો, નદી-નાળાનાં સાનિધ્યમાં ફરનાર, સ્વાનુભ કેળવીને મેઘાણી આગળ વધ્યા છે. તેમનામાં જીવનતત્વોને સમજવાની ઊંડી શક્તિ હતી. રાષ્ટ્રીય એકતાનું ગૂંથન કરવામાં અગ્રેસર રહ્યા છે. પ્રજાની જીવન શ્રદ્ધા પ્રગટ કરીને કલમના કસબી સાહિત્ય સર્જક દ્વારા ઉન્નત સામાજિક ધોરણો પ્રસ્થાપિત કર્યા છે. તેની સાથે માનવ વેદનાઓને-વ્યથાઓને પણ વાચા આપી છે. તેમનામાં નિખાલસતા, નમ્રતા, મીઠાશ અને સૌજન્યનું નીતરતું વ્યક્તિત્વ છે. પ્રજ્ઞાવાન કલમના કસબી મેઘાણીને વંદન કરી તેમનો સંદેશો ઝીલીએ. એ જ સમયની અપેક્ષા રહી છે.
પથિક- નવેમ્બર-૧૯૯૮ • ૯
For Private and Personal Use Only